________________
ૌરિક દત્તની કથા આવી તેમને સૂકવીને તેમનાં મોટાં મોટાં ખળાં કરતા. પછી બીજા નોકરો તેમને સૂકવીને રાંધીને કે મૂંછને રાજમાર્ગે વેચતા અને કમાણી કરતા. શૌરિકદત્ત પોતે પણ તે માછલાંની અનેક વાનીએ બનાવરાવી ખાતે, તથા દારૂ પીને લહેર કરતો હતો.
એ પ્રમાણે જુદાં જુદાં માછલાંની અનેક વાનીઓ ખાતા તે શૌરિકદત્તના ગળામાં એક વખત માછલાને કાંટે ખેંચી ગયો. કેમેય કર્યો તે ન નીકળે, ત્યારે શૌરિકે આખા નગરમાં ઢઢેરે પિટાવ્યું કે, જે કઈ વૈદ્ય કે જાણકાર શૌરિકના ગળામાંથી કાંટે કાઢી આપશે, તેને તે ખૂબ ધન આપશે. એ સાંભળી ઘણાય વૈદ્યો, જાણકાર વગેરે આવ્યા અને તેમણે પિતાની ચારે પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરીને જુદી જુદી રીતે તેને ઊલટીઓ કરાવી, તેના ગળા ઉપર જુદી જુદી રીતે દબાણ કર્યું, તેને મોટા મોટા કેળિયા ગળાવ્યા, તેમ જ ચીપિયા, -સાંડસા વગેરે વડે પણ કાંટાને ખેંચી કાઢવાને ઘણે પ્રયત્ન કર્યો. પણ કશાથી કાંઈ વળ્યું નહીં. ત્યાર બાદ તેની વેદનાથી રિબાઈ રિબાઈને તે શૌરિકની હાલમાં આ દશા થઈ છે.
ગૌતમ ઃ હે ભગવન ! અહીંથી મરીને શૌરિક ક્યાં જશે?
ભગવાન: હે ગૌતમ! પિતાનું ૭૦ વર્ષનું આયુષ્ય પૂરું કરીને તે રત્નપ્રભા નરકભૂમિમાં ઉત્પન્ન થશે. પછી ત્યાંથી ભટકતો ભટકતો અંતે તે હસ્તિનાપુરમાં માછલું થશે. ત્યાં
૧. ઔત્પત્તિકી (સ્વાભાવિક, જન્મસિદ્ધ), વૈનાયિકી (કેળવણીથી પ્રાપ્ત કરેલી), કર્મ જા (પ્રયોગથી પ્રાપ્ત થયેલી), અને પારિણુમિકી (અનુભવથી પરિપકવ થયેલી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org