________________
- ઉઝિતકની કથા પામી આમથી તેમ દેખાદેડ કરવા લાગ્યાં. તેનાં માતપિતાએ તે ઉપરથી તેનું નામ “ગેત્રાસ” પાડયું.
ધીમે ધીમે તે ગાત્રાસ મેટ થયા. વખત જતાં તેને આપ ભીમો ગુજરી ગયો. તેની પાછળ ગોત્રાસે. રડતાં રડતાં સર્વ પ્રકારની ઉત્તરક્રિયા કરી.
એક વખત સુનંદ રાજાએ ગત્રાસને જોઈ તેને પોતાનો ફૂટગ્રાહ’૧ બનાવ્યું. તે પણ બાપ જેવો ક્રૂર તથા અધર્મી થયે. વારેવારે તે મધરાતે ઘેરથી નીકળી, પિલા મંડપમાં જઈ, ત્યાં બેઠેલાં જાનવરોના અવયવો કાપી લાવતો અને દારૂ વગેરે સાથે ખાઈને મજા કરતો.
આમ પાંચ વર્ષનું પિતાનું દીર્ઘ આયુષ્ય પૂરું થતા સુધી આવાં આવાં દુષ્ટ કૃત્ય વડે બહુ જ પાપકર્મ ભેગું કરી, તે અંતે દુઃખે તરફડતો મરણ પામ્યો, અને બીજા નરકમાં નારકી તરીકે ઉત્પન્ન થયું. ત્યાં વધારેમાં વધારે ત્રણ સાગરોપમ વર્ષનું આયુષ્ય હોય છે.
પેલા વિજયમિત્ર શેઠની સ્ત્રી સુભદ્રાને મરેલાં છોકરાં જ જન્મતાં હતાં. (તેનાં બાળકે જન્મતાંવેંત મરી જતાં હતાં.) હવે પેલો ગોત્રાસને જીવ બીજા નરકમાંથી ઍવીને વાણિજ્યગ્રામ નગરમાં વિજયમિત્ર શેઠની સુભદ્રા શેઠાણના ગર્ભમાં આવ્યો. નવ માસ પૂરા થતાં શેઠાણીએ પુત્રને જન્મ આપે. જન્મતાંવેંત તેને અપવિત્ર ઉકરડા ઉપર મૂકી દેવામાં આવ્યો; અને પછી પાછે આણવામાં આવ્યો. ત્યારબાદ શેઠાણું તેને કાળજીથી ઉછેરવા લાગ્યાં.
૧. ફાંદા નાખી જાનવરો પકડનાર, ૨. મૂળના શબ્દોમાં તે “જાતનિતા' હતી. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org