SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પાપ, પુણ્ય અને સંયમ રાજાને યોગ્ય નજરાણું એકલી એકલીને વિશ્વાસ ઉપજાવવા માંડો. ત્યાર પછી રાજાએ પુમિતાલ નગરમાં છૂપાં બારીબારણાં તથા ઓરડાઓ-ભેરાંઓવાળું એક મોટું, સેંકડો થાંભલાઓવાળું સુંદર મકાન તૈયાર કરાવ્યું. તે મકાન તૈયાર થઈ ગયા બાદ તેણે પોતાના નગરમાં દશ રાતને એક માટે ઉત્સવ જાહેર કર્યો. તે દરમ્યાન રાજાના મહેસૂલવેરા તેમ જ કરવેરા, ઝડતી–જપ્તીઓ, કે દંડ-વસૂલાતની બંધી કરવામાં આવી હતી; આખી પ્રજાનાં સર્વ પ્રકારનાં દેવાં રાજ્ય તરફથી ભરપાઈ કરી દેવામાં આવ્યાં હતાં; તે ઉત્સવમાં મૃદંગે સતત વાગ્યા જ કરવાનાં હતાં; ફૂલોની માળાઓ કરમાવાની જ નહોતી, ગણિકાઓ અને નટે ખેલ કર્યા જ કરવાનાં હતાં; પ્રેક્ષકો ખાલી થવાના જ નહોતા, તથા આનંદમાં ઘેલા થયેલા લોકો વડે તેની શોભા અનેરી થવાની હતી. પછી મહાબલરાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે, “હે દેવાનુપ્રિય! તમે શાલાટવીમાં અભગ્નસેન પાસે જાઓ; અને તેને હાથ જોડી, આ પ્રમાણે નિવેદન કરે કે, “હે દેવાનુપ્રિય ! મહાબલરાજાએ પોતાના નગરમાં આ પ્રકારનો દશ રાતને મહાન ઉત્સવ જાહેર કર્યો છે. તે તમારા ભાગની પુ૫–વસ્ત્ર-ગંધ-માલ્ય-અલંકાર વગેરે ૧. અર્થાત્ સતત નવી માળાએ આપ્યા કરવાની હતી. ૨ “કુટુંબના ” એ અર્થ લેવાને બદલે “ તહેનાતના” એવો અર્થ લેવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy