SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યની કથા ૧૧૫ પ્યાલાએ એક ઉપર એક ગઠવ્યા હેય, કે, લાકડાની કથરેટ એક ઉપર એક ગોઠવી હોય, તેમ તેમની પાંસળીઓની હાર દેખાતી હતી. તેમના કરોડરજજુની શોભા આ પ્રકારની બની હતીઃ જાણે કે, ગોળીઓ, લાટીઓ કે છાપરાની નાળની એક ઉપર એક એમ ગોઠવેલી હાર હોય તેવા તેમના કરેડના મણકા દેખાતા હતા. તેમના છાતીના હાડકાની શેભા આ પ્રકારની બની હતી : જાણે કે, લાકડાની ચીપટ હોય, કે વાંસ અથવા તાડના પંખાની ચીપટ હોય, તેવું તેમનું છાતીનું હાડકું દેખાતું હતું. તેમના બાહની શોભા આ પ્રકારની બની હતી : જાણે કે, સમડાની શીંગ હાય, અગથિયાની શીંગ હેાય કે, પહાયા”ની શીંગ હોય, તેવા તેમના બાહુ દેખાતા હતા. તેમના હાથની શોભા આ પ્રકારની બની હતી. જાણે કે, સૂકું છાણું હોય, કે વડનું પાન હોય, કે ખાખરાનું પાન હોય, તેમ તેમના હાથ (ના પંજા) દેખાતા હતા. તેમના હાથની આંગળીઓની શોભા આ પ્રકારની બની હતી : જાણે કે, મગ-અડદકે કળથીની સીંગને કાચી તોડીને ગરમીમાં નાખી હોય, અને તે સુકાઈતરડાઈને જેવી ચીમળાઈ જાય, તેવી તેમની હાથની આંગળીઓ થઈ હતી. તેમની ડોકની શોભા આ પ્રકારની બની હતી. જાણે કે કરવડાની ડેક હોય, કે તુંબીપાત્રની ડેક હોય, કે ચંબૂની ડેક હોય, તેવી તેમની ડેક દેખાતી હતી. ૧. “મુંડાવલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy