SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મુર્ગરપાણિની કથા રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને ચેલણા નામે રાણી હતી. તે જ નગરમાં અર્જુનક નામે. ભાળી રહેતો હતો. તેને બંધુમતી નામે પત્ની હતી. તે બહુ સુકુમાર તથા સ્વરૂપવાન હતી. તે માળીને રાજગૃહ નગરની બહાર એક મોટી વાડી: હતી. તે વાડી લીલીકી રહેતી હોવાથી આઘેથી કાળી, નીલી, અને લીલી દેખાતી હતી; તેમાં ખૂબ ઠંડક રહેતી હતી, તે રસપૂર્ણ હતી, વિવિધ વર્ણાદિ ગુણયુક્ત હતી, લતા-વૃક્ષાદિનાં ઝૂંડ અને જાળાંને કારણે તેમાં ઘેરી, ઠંડી, ભીની છાયા રહેતી હતી, અને આઘેથી જાણે કાળું વાદળ ન ચડી આવ્યું હોય તેવો તેનો આકાર દેખાતો હતે. તે વાડીની નજીક જ મુદ્ગરપાણિ નામના યક્ષનું મંદિર હતું. તે મંદિર અર્જુનક માળીને અર્યા-પર્યાના વખતથી વંશપરંપરાએ ચાલ્યું આવતું હતું. તે બહુ જૂનું હતું, તથા ભારે સતવાળું મનાતું હતું. તે યક્ષની મૂર્તિના હાથમાં હજાર પલ લેઢાની બનાવેલી ભારે મેગર હતી. અર્જુનક માળી નાનપણથી જ તે મૂર્તિની ભક્તિ કર્યા કરતો હતો. રોજ સવારમાં તે છાબડી હાથમાં લઈ વાડીમાં જાતે અને ૧. પલ એટલે ચાર તોલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy