SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ગજસુકુમારની થા ૧૩૩ ટુકડીમાં ભિક્ષા માગવા નીકળ્યા છીએ. એટલે કદાચ તમને લાગ્યું હશે કે, એ જ જણા વારંવાર એક જ ઘેર ભિક્ષા માગવા આવે છે!” આટલું કહી તે પેાતાને રસ્તે ચાલતા થયા. ત્યાર આદ દેવકીરાણીને આ પ્રમાણે વિચાર આવ્યેશ: ‘ પાલાસપુરમાં હું નાની હતી ત્યારે કુમારશ્રમણ અંતિમુક્તકે મને કહ્યું હતું કે, તને એક જ સમાન વર્ણના તથા આકૃતિના ના~ કુમ્બર જેવા આઠ પુત્રા થશે; આખા ભરતખંડમાં ખીજી કા સ્ત્રીને તેવા પુત્રા નહીં થાય. પરંતુ આ તે પ્રત્યક્ષ જ એમનું વચન જૂઠું' પડતું લાગે છે. ભરતખંડમાં બીજી સ્ત્રીએ પણ તેવી છે, કે જેમને એક સાથે જન્મેલા, નલ-કુબ્બર જેવા પુત્રા છે. માટે આજે અરિષ્ટનેમિ ભગવાન પાસે જઈને આ વાતને ખુલાસા પૂછી આવું,’ આવા વિચાર કરી, તે ઉત્તમ વાહન૨ે તૈયાર કરાવી, તેમાં ખેસી ભગવાન પાસે ગઈ. ત્યાં તે। ભગવાને પોતે ૧. તે કંસના નાના ભાઈ થતા હતા. તે નાનપણથી જ સાધુ થઈ ગયા હતા. દેવકીને સાતમે પુત્ર કંસને મારશે એવું પણ તેણે જ ભાખ્યું હતું. : ૨. વાહનનાં વિશેષણ : જલદી ચાલવાવાળા, પ્રશસ્ત અને સંદેશ રૂપાળા, સમાન ખરી અને પુચ્છવાળા, સમાન ઊગેલાં શી’ગડાંવાળા, સેાનાનાં આભરણાથી યુક્ત, ચાલવામાં ઉત્તમ, રૂપાની ઘઉંટડીઓથી યુક્ત, સુવર્ણમય સૂતરની નાથ વડે ખાંધેલા, નીલકમળના શિરપેચવાળા, એ ઉત્તમ બળદોથી યુક્ત; અનેક પ્રકારની મણિમય ધંટડીઓના સમૂહથી વ્યાપ્ત; ઉત્તમ કાષ્ઠમય ધૂંસરું અને જોતરની બે દેરીએ ઉત્તમ રીતે જેમાં ગાઠવેલી છે તેવા, પ્રવર, લક્ષણયુક્ત, ધાર્મિક અને શ્રેષ્ઠ રથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy