________________
ગજસુકુમારની કથા
૧૩૫ તે વખતે એકીટસે તેમને નીરખતાં નીરખતાં તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટી, તેનાં લોચન પ્રેમાશ્રુથી ઊભરાઈ ગયાં, તેનું શરીર હર્ષથી પ્રફુલ્લ થતાં તેને કંચુક વિસ્તીર્ણ થયે, તેના બાજુબંધ તૂટી ગયા, અને વરસાદની ધારા પડતાં કદંબનું ફૂલ બની જાય તેમ તેનાં રૂંવાટાં ઊભાં થઈ ગયાં. લાંબે વખત તેમને નીરખ્યા બાદ, તે તેમને તેમજ અરિષ્ટનેમિ ભગવાનને નમસ્કાર કરી, પોતાના વાહનમાં બેસી પોતાને ઘેર પાછી આવી, અને સીધી પિતાની પથારીમાં જઈને પડી.
બહુ જ ઓછું આવવાથી, ત્યાં આળોટતાં આળોટતાં તે વિચારવા લાગી કે, મને નલ-કુમ્બર જેવા સાત સાત પુત્ર થયા, પણ એકેનું બચપણ મેં અનુભવ્યું નહીં. આ કૃષ્ણવાસુદેવ પણ છ-છ મહિને એક વાર મને નમસ્કાર કરવા મારી પાસે આવે છે. તે સ્ત્રીઓને ધન્ય છે. તે સ્ત્રીઓ ખરેખર પુણ્યશાળી છે, કૃતાર્થ છે, સુલક્ષણી છે, તથા તેમના મા તરીકે મનુષ્ય-જન્મ સફળ થયો છે, કે જેમને પિતાને પેટે જન્મેલાં, ધાવવા માટે આતુર, તથા કાલુંકાલું મધુર બેલતાં, મુગ્ધ બાળકો સ્તન આગળથી નીચે ખેાળામાં સરી પડે છે, તથા તેમના કમળ જેવા કોમળ હાથ પકડીને તેમને ફરી ને લેવા જતાં તેઓ પાછાં ફરીફરી કાલુકાનું બેલી મધુર અવાજે કરે છે. પણ હું એવી અભાગી, પાપણું છું, કે મને એવું એક પણ બાળક ઉછેરવાનું ન મળ્યું.” હતાશ થઈને જમીન તરફ નજર કરી, હાથ ઉપર માથું મૂકી, તે આવું આવું વારંવાર ચિંતવવા લાગી.
૧. કૃષ્ણને પણ કંસના હાથમાંથી બચાવવાને જન્મતાંવેંત ગોકુળમાં નંદને ત્યાં ખસેડી દેવામાં આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org