________________
૩૫
અભગ્નસેનની કથા આંધી, ધનુષ્ય ચઢાવી, ગળે હાર પહેરી, પાટો બાંધી, જુદાં જુદાં શસ્ત્રાસ્ત્રો ધારણ કરી, ઢાલ ભરવી, તલવાર ખેંચી, ખભે ભાથું લટકાવી, ધનુષ્ય ઉપર બાણ ખેંચી, પાશ (ગોફણ કે ફાંસી) વીંઝી, જાંઘ સુધી લટકાવેલા ઘંટ વગાડતા વગાડતાં, રણશીંગના અવાજ વચ્ચે, આનંદની કિલકારીઓ, તથા સિંહનાદેથી આકાશને સમુદ્રની ગર્જનાઓની પેઠે ભરી મૂકી, આખા નગરમાં બધું જોતાં જોતાં પગે ચાલતી ફરે છે, અને પિતાનો દેહદ પૂરે કરે છે. હું પણ ભારે દેહદ તે રીતે પૂરો કરું તો કેવું સારું!'
ઘણા વખત સુધી પિતાને દોહદ પૂરો ન થવાને કારણે સ્કંદશ્રી સુકાઈ ગઈ, તથા તેની કાંતિ ફીકી પડી ગઈ પછી વિજયના જાણવામાં તે વાત આવતાં તેણે બધી સગવડ કરી આપીને તેનો દેહદ યથેષ્ટ પૂરો કર્યો, એટલે તે આનંદથી પોતાના ગર્ભને વહન કરવા લાગી. નવ માસ પૂરા થતાં તેણે એક પુત્રને જન્મ આપ્ય, વિજયે તે નિમિત્તે દશ રાત્રી પહોંચનારો જન્મ મહોત્સવ ભારે ધામધૂમથી ઊજવ્ય, અને અગિયારમે દિવસે બધાં સગાંવહાલાંને આમંત્રી, તેમને યથેષ્ટ જમાડી–તૃપ્ત કરી, તે બધાંની સમક્ષ તે પુત્રનું તેની માતાના દેહદ ઉપરથી “ અભગ્નસેન' એવું નામ પાડયું. પછી તે અગ્નિસેન જુદાં જુદાં કામ માટેની પાંચ જુદીજુદી ધાત્રીઓ વગેરે દ્વારા કાળજીપૂર્વક ઉછેરાતોર, કંદરામાં વધતા ચંપાના - ૧. કે ધનુષ્ય વાપરતા પહેલાં પહેરવાનાં મેન પહેરી, કે ધનુષ્ય લટકાવવાનો પટ પહેરી. 1. ૨. જન્મમહોત્સવ, ધાત્રી વ્યવસ્થા, વગેરે બાબતોના વિગતવાર વર્ણન માટે જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક, પા. ૧૨-૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org