SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સુબાહુની કથા કોઈ નિરર્થક પ્રવૃત્તિ ન કરવારૂપી “અનર્થદંડવિરતિવત’ લીધું; [૪] રેજ અમુક વખત સુધી અધર્મ પ્રવૃત્તિને ત્યાગ કરી, ધર્મપ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવારૂપ “સામાયિકવ્રત લીધું, [૫] ઠરાવી મૂકેલી દિશાના પરિમાણની મર્યાદામાં પણ વખતે વખતે પ્રયોજન પ્રમાણે ક્ષેત્રનું પરિમાણ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવારૂપ દેશવિરતિવ્રત' લીધું; [૬] આઠમ, ચૌદશ, પૂનમ કે બીજી હરકઈ તિથિએ ઉપવાસ કરી, બધી શારીરિક ટાપટીપનો ત્યાગ કરી, ધર્મજાગરણમાં તત્પર રહેવારૂપ “પૌષધોપવાસ” વ્રત લીધું; [9] તથા ન્યાયથી પેદા કરેલ તેમજ ખપે તેવી જ ખાનપાનાદિ યોગ્ય વસ્તુઓનું, ઉભય પક્ષને લાભ થાય તેવી રીતે, શુદ્ધ ભક્તિભાવપૂર્વક સુપાત્ર સાધુને દાન કરવારૂપ અતિથિસંવિભાગવત' લીધું. આ પ્રમાણે બાર વતો ધારણ કરી, સુબાહુ પિતાના રથમાં બેસી ઘેર પાછો ફર્યો. તેના ગયા બાદ ભગવાનના પટ્ટશિષ્ય ગૌતમે ભગવાનને પૂછ્યું: “હે ભગવાન ! આ સુબાહુકુમાર મને ઈષ્ટ, કાંત, પ્રિય, મનને ગમે તે, મન ચિંતવ્યા કરે તેવો, સૌમ્ય, વલ્લભ, પ્રિયદર્શન, તથા સુરૂપ લાગે છે; બીજા અનેક લેકે પણ તેને તે જ માને છે. તે હે ભગવન્! આ સુબાહુકુમારે આ પ્રકારની માનુષી સંપત્તિ કેવી રીતે પ્રાપ્ત કરી છે ? ૧. આ સાત “શિક્ષાવ્રત” છે. સામાન્ય રીતે આ સાતમાંથી ૧-૫-૩ એ ત્રણ વ્રતોને “ગુણવત” કહે છે; અને બાકીનાં ચારને જ શિક્ષાવ્રત કહે છે. તસ્વાર્થ સૂત્રમાં આ સાતેને ક્રમ નીચે મુજબ આપેલો છે: ૧-૫-૩-૪-૬-૨–૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004995
Book TitlePaap Punya ane Sanyam
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1940
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, B000, & B020
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy