________________
વેચી ખાનાર વેપારી વાણિયે જ માત્ર ધાર્મિક બાકી રહે છે! ધર્મવૃત્તિએ સામાન્ય જીવનનિર્વાહની આ બધી પ્રવૃત્તિઓની સામાન્ય જવાબદારીમાંથી ભાગી જવાની વૃત્તિ ન સેવવી જોઈએ.
હવે આપણે એ મુદ્દો છેડી આગળ ચાલીએ. પહેલા ખંડની કુલ દસ કથાઓમાંથી સાત જીવહિંસાને લગતી છે; બાકીની ત્રણમાંથી પણ કામાસક્તિની કથાનું કેન્દ્ર સાસુઓની હિંસા જ છે; એટલે ખરી રીતે જીવહિંસાના વસ્તુ વિનાની બે જ કથાઓ રહી : (૧) સૂબાગીરીની કથાનું કેન્દ્ર ચોરી છે; જે વસ્તુ ન્યાયી રીતે તેની નથી તે વસ્તુ તે જુલમ–પ્રપંચ ઇત્યાદિથી પ્રજા પાસે પડાવે છે, તે જ તેનો ખાસ દોષ છે. (૨) વેશ્યાપણુની કથાનું કેન્દ્ર અબ્રહ્મચર્ય છે. જો કે, એ વસ્યા પિતાની તીવ્ર કામવાસનાને તૃપ્ત કરવા ખાતર કે શાથી ગણિકા બની હતી એવું કાંઈ કથામાં સ્પષ્ટ કહ્યું નથી. તો પણ એ મુદ્દાને જ કરીએ. એટલે દસે કથાઓમાં મળીને કુલ ત્રણ મહાપાપ કથાકારે સ્પેશ્ય છેઃ હિંસા, ચોરી, અને અબ્રહ્મચર્ય. પાંચ મહાપાપમાંથી બાકી રહેલાં બે મહાપાપ અસત્ય, અને પરિગ્રહ એ બેને કાંતિ ચૌયની કથામાં કે હિંસાની કથાઓમાં બોળી શકાય તેમ છે. એટલે વસ્તુતાએ પાંચ મહાપાપને જ કથાકારે આ કથાઓમાં સ્પેશ્ય છે એ ઉઘાડું છે.
પાપનાં ફળ વર્ણવવામાં કથાકારે જન્માંતર અને નરકયાતના એ કલ્પનાઓનો ઉપયોગ કર્યો છે. અલબત્ત વર્તમાન જન્મમાં પણ તે પાપીઓને પ્રાપ્ત થતું પિતાનાં પાપકર્મનું યથેષ્ઠ કુફળ બતાવવામાં આવ્યું છે પરંતુ બધી કથાએમાં વાર્તાનું મધ્યબિંદુ વર્તમાન જન્મનું પાપકર્મ નથી; પરંતુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org