________________
२५
પણ તે ઉપાસના પેાતે તે એકાંગી જ હાવાની. વધુ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે, અપૂર્ણ સાધનેા દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરવી હાય, તે એકાંગી થયા વિના જાણે ચાલતું જ નથી. શરીર-મન-આત્મા એ ત્રણેને એક સરખા – એક સાથે વિકાસ એ સામાન્ય કેળવણીનું લક્ષ્ય ભલે રહે; પરંતુ કાઈ પણ બાબતમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છનારને અમુક વસ્તુએ જતી કર્યા વિના ચાલે તેમ જ નથી. શરીર અને મન બંને સરખાં વિકસ્યાં હેાય એવા દાખલા ઇતિહાસમાં મળી શકે છે; પરંતુ, ત્યારે ‘છેક જ સામાન્ય’–પણાની છાપ માટે અક્ષરે તેમના ઉપર ચેટેલી સાક્ દેખાય છે.
બાકી, આધ્યાત્મિક પ્રગતિની બાબતમાં અખત્યાર કરાયેલાં સાધનેાની આબતમાં વસ્તુસ્થિતિ એવી છે કે, અમુક જ સાધન કાર્ય કર છે અને અમુક નથી, એવા ભેદ પાડી શકાતા નથી. કારણ કે, ઉપર જણાવી આવ્યા તેમ, છેવટે તે મુખ્ય સાધન ભાવના છે શ્રદ્ધા છે. બાકીનાં સાધને તેા તે ભાવના અથવા શ્રદ્ધાને ઉત્તેજિત કરવા કે ગતિમાન કરવા પૂરતાં જ કામનાં છે. એટલે જેમ વૈદકીય જગતમાં, તેમ આધ્યાત્મિક જગતમાં પણુ, જુદી જુદી ઉપચારપતિએ તત્ત્વની ષ્ટિએ જોતાં એકસરખી મિથ્યા છે, અથવા એકસરખી સાચી છે. છેવટે તા કાઈ પણ ઉપચારપદ્ધતિ જેટલે અંશે દરદીની જિજીવિષાને જાગૃત કરી શકે છે, તેટલે અંશે જ કાર્ય કર નીવડે છે. ઘણી વાર સાંચી વા માનીને આપેલી ખેાટી શીશીની દવાએ પણ ધાર્યું પરિણામ જ નિપજાવ્યાના દાખલા મળી આવે છે. તેવી જ રીતે કલ્પનામાં જ વાગેલી ટાંકીને કૃત્રિમ શસ્ત્રક્રિયા દ્વારા કાઢી બતાવ્યા બાદ જ જખમ રુઝાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org