________________
દેવદત્તાની કથા મહેલ બનાવવાનો હુકમ આપ્યું. તેમાં ઘણું છૂપી કરામત તેણે કરાવી. ત્યારબાદ યોગ્ય સમયે તે રાજાએ પોતાની પેલી ચારસો નવ્વાણુ સાસુઓને પિતાના નગરમાં આમંત્રણ આપીને તેડાવી. તે બધી રાજાના આમંત્રણથી ખુશ થઈ ખૂબ વસ્ત્રાલંકાર પહેરી નગરમાં આવી પહોંચી. રાજાએ તેમને પેલા કરામતી મહેલમાં ઉતારો આપ્યો; અને તેમને સર્વ પ્રકારની ખાન-પાન-નાટય–ગીત-માજશેખ વગેરેની ખૂબ વસ્તુઓ મોકલી આપી. તેઓ તે બધી વસ્તુઓનો ઉપભેગ કરતી આનંદ કરવા લાગી.
પછી મધરાતે રાજા પિતે થોડાંક માણસો લઈને તે મહેલ તરફ ગયો, અને તેનાં બારી-બારણાં બંધ કરાવી દઈ તેને સળગાવી મૂકે. પેલી ચારસે નવ્વાણુ સાસુઓ બળતીઝળતી તથા ચીસો પાડતી, અસહાયપણે તે આગમાં નાશ પામી.
આવાં બધાં કર્મો કરતાં કરતાં સિંહસેન રાજા પિતાનું ૩૪૦૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી મરણ પામે અને છઠ્ઠી નરકભૂમિમાં નારકી જીવ તરીકે ઉત્પન્ન થયે. ત્યાં વધારેમાં વધારે આયુષ્ય ર૨ સાગર વર્ષોનું હોય છે.
ત્યાંથી ટ્યુત થઈ, તે રેહતક નગરમાં દત્તસંઘવીની કૃષ્ણથી શેઠાણુને પેટે પુત્રી તરીકે ઉત્પન્ન થયે. તેનાં માતાપિતા તેને ખૂબ ઠાઠ-માઠમાં કાળજીપૂર્વક ઉછેરવા લાગ્યાં.
૧. મૂળમાં “ટાચાર” શબ્દ છે. અર્થાત છૂપાં ભોંયરાં– બારી-બારણું વગેરે વાળે મહેલ, જેથી મરજી મુજબ તેમાં સંતાઈ શકાય કે તેને બંધ કરી શકાય કે બાળી નાખી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org