________________
કાલીની કથા - જૂના કાળમાં ચંપા નામે નગરી હતી. તેમાં કાણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાની કાલીદેવી નામે સાવકી મા હતી.
એક વખત મહાવીર ભગવાન ફરતા ફરતા તે નગરીમાં પધાર્યા. બધા સાથે કાલીદેવી પણ તેમનાં દર્શને ગઈ. ભગવાને સર્વને ધર્મોપદેશ આપ્યો. તે ધર્મોપદેશ સાંભળી કાલીદેવી ઘણું પ્રસન્ન થઈ, સંતોષ પામી, અને જાણે પોતાનું અંતર ઊઘડી ગયું હોય, તેવી પ્રસન્નતા અનુભવવા લાગી. તેણે ભગવાનને વારંવાર નમસ્કાર કરીને કહ્યું :
“હે ભગવન ! તમારું કથન મને ગમ્યું છે, તેમાં મને રુચિ થઈ છે, વિશ્વાસ થયો છે, અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને હું બંધનમુક્ત થાઉં એમ ઈચ્છું છું.”
ત્યાર બાદ ભગવાને વિધિપૂર્વક કાલીદેવીને પ્રવજ્યા આપી તથા તેને આર્યચંદના નામની આર્યાને શિષ્યા તરીકે સેંપીકાલીદેવી તેમની પાસે સામાયિક વગેરે ક્રિયાઓ તથા અગિયાર અંગગ્રંથ શીખી; તથા ચાર ટંક, છ ટંક, આઠ ટંક, દશ ટંક, બાર રંક, પંદર ટંક, મહિને વગેરેના ઉપવાસ કરતી વિવિધ તપકર્મો વડે પોતાના આત્માને ભાવિત કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org