________________
'
આ ગ્રંથમાં અનુવાદિત કરેલા ત્રણ . અગમ્રથાના વિષયને લગતી કંઈક લાંબી ચર્ચા ઉપર કરી લીધી. હવે આ અનુવાદ પૂરતી એક-બે વસ્તુઓ અંતે જણાવી લઈએ. આ માળાનાં અન્ય પુસ્તકોની જેમ આ પુસ્તકને અંતે (વિશેષનામની) સુચિ આપી છે, પરંતુ સુભાષિત સંગ્રહ આપી શકાયો નથી. તેનું કારણ એ છે કે, આ ત્રણે ગ્રંથોમાં એકે ક કે ગાથા જ આવતાં નથી. જે થોડીઘણું ગાથાઓ આવે પણ છે, તે કથાઓનાં નામની સંગ્રહગાથાઓ છે. તોપણ એટલું નોંધવું જોઈએ કે, કેટલીક કથાઓમાં ઠેરઠેર સાધુ થવા ઈચ્છનારને સમજાવીને પાછો વાળવાના પ્રયત્ન વખતે જે સવાલજવાબ થાય છે, તે સુભાષિત જેવા જ છે; તથા કઈ પણ “શમણુકાવ્યનું’ અનુરૂપ વસ્તુ બની શકે તેવા છે. અર્જુનક માળી (મુદ્દગરપાણિ) અને ગુજસુકુમારની કથાએ તો પોતે જ એક મહાસુભાષિત જેવી છે.
અનુવાદમાં કઈ કઈ જગાએ અમુક વિગતો કે વર્ણનની પુનરુક્તિ થતી દેખાશે. પરંતુ તે બાબતમાં થોડીઘણું લાચારી જ કબૂલ કરવી પડે તેમ છે. જુદી જુદી વાર્તાઓના સાધકનાં જન્મ-યુવાવસ્થા-દીક્ષા-અને તપની વિગતે બધી જ કથાઓમાં લગભગ એકસરખી જ છે. મૂળ ગ્રંથમાં જ સંખ્યાબંધ કથાઓને માત્ર વિશેષનામોની વિગતેમાં જ ફેર હેવાને કારણે એકાદ મુખ્ય કથાને અંતે યાદીરૂપે જોડી દેવામાં આવી છે. બીજી કેટલીક વાતો એકાદ વિગતમાં જ વિશેષતા છેવાને કારણે જુદી આપવી પડી છે. તે સ્થળે ઉપર જણાવેલી વિગતો ટૂંકમાં પણ ઉલ્લેખી જવી જ પડે; નહી તો કથાનાં જુદાં જુદાં અંગે વચ્ચે પ્રમાણ જ ન જળવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org