________________
श्रीमजिनहर्षगणिविरचित શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
श्रीमानहन् शिवःस्वामी नाभिभूः पुरुषोत्तमः । पुष्णातु भक्तिनिष्णानां श्रियं सर्वातिशायिनीम् ॥
જગતનું હિત કરનારા તથા જગતના સ્વામી અને પુરૂષમાં ઉત્તમ એવા શ્રીમાન્ આદિ જિન ભક્તિવંત જનોને સર્વોત્કૃષ્ટ લક્ષ્મી આપો તથા મોક્ષમાર્ગનો પ્રકાશ કરનારા એવા અજિતનાથ વિગેરે સર્વે તીર્થકરો સુખ–શ્રેણિને વિસ્તાર કરે.
જે સૂર્યની જેમ પિતાનાં વચનરૂપ કિરણોથી અંધકારના સમૂહને દૂર કરે છે અને સમ્યક્ તત્ત્વનો પ્રકાશ કરે છે એવા શ્રી ગુરૂને નમસ્કાર થાઓ.
શ્રી સર્વજ્ઞના મુખ-કમળમાં રાજહંસી સમાન અને શ્વેત કાંતિવાળી એવી તથા સંસારના તાપને દૂર કરવામાં સજળ નદી સમાન એવી શ્રી સરસ્વતી દેવી જયવંત વર્તે.
શ્રી વીર–શાસનમાં પોતાના પ્રભાવકપણુથી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયેલા એવા સંપ્રતિ રાજા પ્રમુખ અનેક શ્રાવકે થઈ ગયા છે; પરંતુ લક્ષ્મી અને સરસ્વતીની એકત્ર લીલા વ. ૧