________________
સૂ૦ ૧-૧-૩૦
૪૦૮ કરી દેવામાં આવે છે, એવો પક્ષ પણ વિદ્યમાન છે એવું જણાવવા માટે આચાર્ય ભગવંતશ્રીએ મવ્યયમ્” એ પ્રમાણે એકવચન અને નપુંસકલિંગથી નિર્દેશ કર્યો છે.
“મવ્યયમ્' શબ્દમાં અન્યપદથી નિરપેક્ષપણું માનીને પદસંસ્કાર કરાયો છે. આથી સામાન્યથી અર્થવાળા નામને પ્રાપ્ત એવું નપુંસકલિંગ કરાયું છે. અહીં અર્થ એટલે “મવ્યયમ્પદનો વાચ્યાર્થ થશે અને એ વાચ્યાર્થ સંબંધી જે વાચક છે તે “મવ્યયમ્' છે. આથી “મવ્યયમ્” એ અર્થનામ કહેવાશે અર્થાત્ અર્થ સંબંધી નામ કહેવાશે. આ અર્થનામને સામાન્યથી પ્રાપ્ત થતું એકવચન અને નપુંસકલિંગપણું કરાયું છે. લિંગ અને સંખ્યા આ પ્રમાણે જ કેમ કરી? એના અનુસંધાનમાં હેતુ આપે છે – “વન્તર-નિરપેક્ષત્વી” અર્થાત્ “મવ્યયમ્” શબ્દ અન્ય વસ્તુથી નિરપેક્ષ હોવાથી સમીપમાં ત્યાં રહેનાર એવા બહિરંગ આશ્રય સ્વરૂપ “વરદ્રિય” પદના સંબંધી લિંગ અને સંખ્યા થતાં નથી. અર્થાત્ “મવ્યયમ્' પદની નજીક રહેલા “સ્વરાયઃ' શબ્દનું બહુવચન તથા પુલિંગપણું, વિશેષણ સ્વરૂપ “મવ્યયમ્” પદમાં થતાં નથી અને આ પ્રમાણે “માકૃતિગ્રહ નાતિ:” પ્રયોગની પણ સિદ્ધિ થાય છે. " (शन्या० ) यदा तु वाक्यसंस्कारपक्षस्तदाऽऽश्रयविशेषस्य पूर्वमेव प्रक्रमे विशेषणानामपि तन्निविविष्टत्वात् तद्गतयोलिङ्गसंख्ययोर्योगो भवति । सर्वत्र च लौकिकः प्रयोगः प्रामाण्येनाऽऽश्रीयत इत्यनवस्थाऽपि न भवतीति ।
અનુવાદ - જ્યારે વાક્યસંસ્કાર પક્ષનો આશ્રય કરવામાં આવે છે ત્યારે આશ્રયવિશેષનો પૂર્વમાં જ આરંભ કરાય છે અર્થાત્ આશ્રયવિશેષ સ્વરૂપ જે “વરાય:” છે તેનો સૌ પ્રથમ આરંભ કરાય છે અને વિશેષણ સ્વરૂપ જે “મવ્યયમ્” છે તેનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. આથી “વરત :” સ્વરૂપ વિશેષ્યને જે વિભક્તિ અને વચન થશે તે જ વિભક્તિ અને વચન “મવ્યયમ્' શબ્દને થશે. પરંતુ આ સૂત્રના શબ્દોમાં વાક્યસંસ્કાર પક્ષનો આશ્રય કરાયો નથી, પરંતુ “સૌન્તા. સ્વર:" વગેરે સૂત્રોમાં વાક્યસંસ્કાર પક્ષનો આશ્રય કરાયો હોવાથી “સ્વરા:” શબ્દને જે વચન અને લિંગપણું છે, તે જ વચન અને લિંગપણું એના આશ્રય સ્વરૂપ “સૌન્તા:” પદમાં પણ છે. વાક્યસંસ્કાર પક્ષમાં બધા જ પદોને એક સાથે સંબંધિત કરાય છે. બધા પદો એકબીજા સાથે સંબંધિત હોય તો જ વાક્ય કહેવાય છે. આથી એવા વાક્યમાં વ્યાકરણના નિયમો વિચારવા હશે તો બધા જ પદોની હાજરીમાં વિચારી શકાશે. આથી વાક્યસંસ્કાર પક્ષમાં જે વચન અને લિંગ વિશેષ્ય સંબંધી પદમાં થયું હશે તે જ લિંગ અને વચન વિશેષણને પણ થશે.
પૂર્વપક્ષઃ જો પદસંસ્કારપક્ષનો આશ્રય કરાશે તો વિશેષણ-વિશેષ્યભાવમાં ભિન્ન ભિન્ન લિંગ વગેરે હશે તથા વાક્યસંસ્કારપક્ષનો આશ્રય કરવામાં આવશે તો વિશેષણ-વિશેષ્યભાવમાં સમાન