________________
સૂ૦ ૧-૧-૩૮
૬૧૬
(श० न्या० ) ननु यद्येवं पञ्चम्यन्तात् परो योऽनन्तो विधीयते, न चान्यस्य स्थाने स प्रत्यय इति स्पष्टं सूत्रं विधेयम्, अन्यथा युष्मदस्मदादेशलुगादयोऽपि पञ्चम्यन्ताद् विधीयन्त इति तेषामपि प्रत्ययसंज्ञा प्राप्नोति ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- જો તમે આ રીતે સૂત્ર બનાવશો તો પંચમી અર્થથી વિધાન કરાતું જે જે હશે તે બધું જ પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે. જેમકે “પાત્ યુનિમત્સ્યા...” (૨/ ૧/૨૧) સૂત્રથી “યુષ્મદ્” અને “અસ્મ” સર્વનામના અનુક્રમે “વસ્” અને “ન” આદેશ થાય છે. આ આદેશ સ્વરૂપ જે ‘વસ્’ અને ‘નક્’ થયા તેની પ્રત્યયસંજ્ઞા તેમજ ‘“વીર્ષકી-આપ્’ (૧/૪/૪૫) સૂત્રથી પંચમીથી વિધાન કરાતાં ‘f”ના લોપની પણ પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે. આ આપત્તિને ટાળવા માટે તમારે સૂત્ર નીચે પ્રમાણે બનાવવું જોઈએ. પંચમી અન્તથી પર જે અન્ત સિવાયનું વિધાન કરાય છે, તેની જ પ્રત્યયસંજ્ઞા થશે પરંતુ પંચમી અન્તથી વિધાન કરાયેલ બીજા કોઈના સ્થાનમાં જે હશે તેની પ્રત્યયસંજ્ઞા થશે નહીં. (૧/૪/૪૫) સૂત્ર પ્રમાણે પંચમી અન્તથી વિધાન કરાયેલ “સિ”ના સ્થાનમાં તુ હોવાથી તથા યુધ્મદ્ અને અસ્મના સ્થાનમાં અનુક્રમે đસ્ અને નસ્ આદેશ હોવાથી તુ વગેરેની પ્રત્યયસંજ્ઞા થશે નહીં. આમ તુ વગેરેની પ્રત્યયસંજ્ઞા ન થાય તે માટે તમારે સ્પષ્ટ સૂત્ર બનાવવું જોઈએ.
(श०न्या० ) यदि संज्ञिन एकीकृत्य संज्ञा क्रियेत, न स्यादि ( द ) तिप्रसङ्गः । यदि पुनर्गौरवपरिहाराय प्रत्यय इति अधिकारेण प्रत्ययविधानं क्रियते, तदा प्रकृत्युपपदोपाधिष्वपि प्रसङ्ग ।
અનુવાદ :- ઉત્તરપક્ષ :- વસ્, નસ્ તથા તુ વગેરેની પણ પ્રત્યયસંજ્ઞા બનવાની આપત્તિ આવે છે. આ આપત્તિને દૂર કરવા માટે બધા સંજ્ઞીઓને એક કરીને જો સંજ્ઞા કરવામાં આવે તો સમસ્યા રહેશે નહીં. સંશી તરીકે “અ”, “વવું”, “સિ” વગેરે જેટલા વ્યાકરણમાં જણાવાયા છે તે બધાનો સમૂહમાં નિર્દેશ કરવા દ્વારા પ્રત્યયસંજ્ઞા કરવામાં આવે અર્થાત્ ગણપાઠ દ્વારા જો પ્રત્યયસંજ્ઞા કરવામાં આવે તો તુ તથા વસ્-નસ્ આદેશ વગેરેની પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે નહીં.
-
પૂર્વપક્ષ :- પરંતુ આમ કરવાથી તો ઘણું મોટું ગૌ૨વ થશે. દા.ત. અણ્ વગેરે ૫૦૦ પ્રત્યયો હોય તો ક્યાંતો ગણપાઠ બનાવવો પડે અથવા તો એ ૫૦૦ પ્રત્યયના સમૂહ સ્વરૂપ સૂત્ર બનાવવા દ્વારા પ્રત્યયસંજ્ઞા કરવી પડે, પરંતુ આમ કરવાથી તો ઘણું મોટું ગૌરવ થાય છે.
(પાણિની વ્યાકરણમાં આ ગૌરવનો પરિહાર કરવા માટે “સ” પ્રત્યાહારનો આશરો લેવામાં આવ્યો છે. એ લોકોના મત પ્રમાણે ૩, ૪, ૫ અધ્યાયમાં પ્રત્યયો જણાવાયા છે, એમાં સૌપ્રથમ (૩/૧/૫) સૂત્રમાં સન્ પ્રત્યયનું વિધાન કરાયું છે તથા (૫/૪/૧૫૬) સૂત્રમાં “પ્” પ્રત્યયનું