________________
સૂ૦ ૧-૧-૩૯
૬૬૮
(૨) વ્યપદેશાતિદેશ :- ‘‘આદ્યન્તવત્ સ્મિન્” એ પ્રમાણે ન્યાય છે તથા પાણિનિ વ્યાકરણમાં આવા જ શબ્દોવાળું (૧/૧/૨૧) સૂત્ર છે. આ ન્યાયનું તાત્પર્ય આ પ્રમાણે છે – જે ધાતુનાં અનેક વર્ણો હોય ત્યાં જે પ્રમાણે આદિ અને અંતનું કથન થાય છે, એ જ પ્રમાણે અસહાય એવાં એક વર્ણમાં પણ આદિ અને અંતનો વ્યવહાર, કથન કે વ્યપદેશ માનવામાં આવે છે. આ પ્રમાણે કથનનો અતિદેશ થયો છે.
(૩) તાદાત્મ્યાતિદેશ :- જ્યારે રૂપક અલંકારનો પ્રયોગ કરવામાં આવે છે, ત્યારે તાદાત્મ્યાતિદેશ થાય છે. દા. ત. સંસાર દાવાનળ છે. “સંસાર: વાવાનત " અહીં સંસાર સ્વયં દાવાનળ સ્વરૂપ છે એવું ફલિત કરવામાં આવે છે. સિદ્ધહેમ વ્યાકરણમાં આઠમા અધ્યાયમાં “શેનું સંસ્કૃતવત્સિદ્ધમ્” (૮/૪/૪૪૮) સૂત્ર આવે છે. આ સૂત્રમાં તાદાત્મ્યાતિદેશ છે. એ સૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે સંસ્કૃતમાં “” શબ્દનું સપ્તમી એકવચન ‘“રસિ” થાય છે એ જ પ્રમાણે પ્રાકૃતમાં પણ સપ્તમી એકવચનમાં ‘“રસિ” પ્રયોગ જ થાય છે. બંને પ્રયોગો એકસરખા જ હોવાથી આ તાદાત્મ્યાતિદેશ છે.
(૪) શાસ્રાતિદેશ :- શાસ્ત્ર એટલે સૂત્ર. અર્થાત્ કોઈક સૂત્રથી જે પ્રમાણે કાળવિશેષ નામથી ભવ અર્થમાં પ્રત્યય થાય છે તે જ,પ્રમાણે ‘“સા અસ્ય વેવતા” અર્થમાં પણ ‘“ભવ” અર્થમાં પ્રત્યયો થાય છે. દા.ત. “જાનાર્મવવત્' (૬/૨/૧૧૧) આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે કાળવિશેષવાચક નામોથી ‘“મવ’” અર્થમાં જે પ્રમાણે પ્રત્યયો કહેવાશે એવા જ પ્રત્યયો “તે આનો દેવતા છે” એવાં અર્થમાં પણ કહેવાશે. દા.ત. “મન” અર્થમાં “માસ' શબ્દથી “ફન્” પ્રત્યય થાય, તો દેવતા અર્થમાં પણ “માસ” શબ્દથી “ગ્’” પ્રત્યય થશે. જેમ કે ‘માસે ભવમ્ કૃતિ માસિમ્ ।” તે જ પ્રમાણે “માસો દેવતા અસ્ય વૃત્તિ માસિમ્ ।' બંનેનાં અર્થ આ પ્રમાણે છે : “મહિનામાં થયેલ’” તથા માસ જેનો દેવ છે.” અહીં શાસ્ત્રનો અતિદેશ થયો છે. “ભવ” અર્થમાં પ્રત્યયોનું વિધાન કરનાર જે સૂત્ર હોય તેવાં જ પ્રત્યયોનું વિધાન કરનાર આ (૬/૨/૧૧૧) સૂત્ર પણ છે. આમ શાસ્ત્રનો અતિદેશ થયો. પાણિનિ વ્યાકરણમાં “બલેમ્યો મવવત્' (૪/૨/૩૪) સૂત્ર છે.
(૫) કાર્યાતિદેશ ઃ- કોઈક અન્ય સૂત્ર સંબંધી કાર્યનો બીજા સૂત્રમાં સંબંધ કરવો એ “કાર્યાતિદેશ” કહેવાય છે. દા.ત. “ઽત્યતુ સંધ્યાવત્' (૧/૧/૩૯) આ સૂત્રમાં સંખ્યાવાચક શબ્દોને જે જે કાર્યો થાય છે, તે તે કાર્યો “વ્રુતિ” અને “ઋતુ” અંતવાળા નામોને (શબ્દોને) પણ થશે તથા “સ્થાનીવાવર્નવિધી" (૭/૪/૧૦૯) સૂત્ર આ જ પ્રમાણે કાર્યાતિદેશવાળું છે. પાણિનિ વ્યાકરણમાં ‘સ્થાનિવવાવેશોનત્વિû” (૧/૧/૫૬) સૂત્ર કાર્યાતિદેશવાળું છે. પાણિનિ વ્યાકરણ પ્રમાણે સ્થાનીમાં રહેલાં ધર્મનો આદેશમાં અતિદેશ કરવામાં આવે છે.