Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 389
________________ ૭૫૭ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ सामान्यापेक्षं क्वचिद् विशेषापेक्षं ज्ञापकमित्याश्रयणात्, तदनुरोधेन वैषम्यस्य सोढव्यत्वादिति વિ∞ । यद्वा “वातोरिकः” [६.४.१३२. ] इत्यनेन सङ्ख्याकरणत्वाभाववतामपि प्रयोगेषु दृश्यमानसङ्ख्याकार्याणां सङ्ख्याकार्यं ज्ञाप्यते, तेन अध्यर्धादीनामपि सिद्धम् । तथा च चत्वार्यपि सङ्ख्यातिदेशसूत्राणि न विधेयानीति भावः । अत्रोच्यते- ज्ञापकोपन्यासस्य गरीयस्त्वेन इमां कुसृष्टिमसहमानैः सूत्रकारैः सूत्राणीमानि सूत्रितानीति परमार्थः ॥४२॥ અનુવાદ ઃ- છેલ્લા ચારેય સૂત્રો સંખ્યાના અતિદેશસૂત્રો છે. હવે આના સંબંધમાં પૂર્વપક્ષ ઉભો થાય છે. પૂર્વપક્ષ :- વહુ, જાળ તથા ઽતિ અંતવાળું નામ અને અતુ અંતવાળું નામ સંખ્યા જેવું થાય છે, એવું કથન કરનાર (૧/૧/૩૯) તથા (૧/૧/૪૦) સૂત્રોની આવશ્યકતા નથી. કદાચ તમે એમ કહેશો કે જેમ એક વગેરે સંખ્યા લોકોમાં પ્રસિદ્ધ છે, જ્યારે એક વગેરેની જેમ વહુ, ગળ વગેરે સંખ્યા તરીકે પ્રસિદ્ધ નથી. કારણ કે એક વગેરેની જેમ નિયતવિષયના બોધનો તેમાં અભાવ છે. આ પરિસ્થિતિમાં વધુ, રૂળ વગેરેનું સંખ્યાપણું કેવી રીતે થશે ? અને સંખ્યાપણું નહીં થાય તો સંખ્યા સંબંધી કાર્યોના તે તે સૂત્રોમાં તેઓનું (વહુ, ગળ વગેરેનું) ગ્રહણ કેવી રીતે થઈ શકશે ? આ પ્રમાણે કહેવું જોઈએ નહીં. ‘વડોરિ” (૬/૪/૧૩૨) આ સૂત્રમાં સંખ્યાવાચક એવા અતુ અંતવાળા નામથી જ પ્રત્યય થાય છે. આમ સૂત્રના સામર્થ્યથી અતુ અંતવાળા નામોનું સંખ્યાવત્પણું જણાઈ જ જાત તથા બીજા બધાનું સંખ્યાવપણું નીચેના સૂત્રોથી થઈ જાત. ‘‘પિત્– તિથટ્ વg-ળ...'' (૭/૧/૧૯૦) સૂત્રથી વધુ અને ગળ શબ્દનું સંખ્યાવત્પણું જણાઈ જાત. તેમજ ‘અતોરિથ” (૭/૧/૧૬૧) સૂત્રથી ઋતુ અંતવાળા નામોનું સંખ્યાવપણું જણાઈ જાત તથા ‘‘ષટ્-તિ-તિષયાત્ થર્' (૭/૧/૧૬૨) સૂત્રથી ઽતિ અંતવાળા નામોનું સંખ્યાવણું જણાઈ જ જાત. આ પ્રમાણે ઉપર કહેલા જ્ઞાપકસૂત્રોવડે વધુ, રાળ વગેરે તમામ શબ્દોનું સંખ્યાવપણું થઈ જ જાત. .. ઉત્તરપક્ષ :- (૭/૧/૧૯૦) સૂત્રમાં વહુ અને ગળ શબ્દ કેવા લેવા ? એ પ્રમાણે વિશેષનું કથન ન હોવાથી સમૂહ અને વિશાળ અર્થવાળા વહુ અને રૂળ શબ્દમાં પણ સંખ્યાવત્પણું થઈ જ જાત. માટે અમે જુદું સૂત્ર બનાવ્યું છે. પૂર્વપક્ષ :- નિયતવિષયવાળી એક, બે વગેરે સંખ્યા લોકોમાં પ્રસિદ્ધ જ હતી, અનિયતવિષયવાળી વહુ વગેરે સંખ્યા લોકોમાં પ્રસિદ્ધ ન હતી. આથી (૭/૧/૧૬૦) સૂત્ર બનાવવા દ્વારા તમે માત્ર એટલું જ કહેવા માંગો છો કે અનિયતવિષયવાળી વઘુ વગેરે સંખ્યા,

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396