________________
૭૫૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
ખરાબ કુયુક્તિઓને સહન નહીં કરતાં એવા સૂત્રકારવડે આ ચાર સૂત્રોની રચના કરવામાં આવી છે, એ પ્રમાણે પરમાર્થ છે.
-: તત્ત્વપ્રકાશિકા :
हरिरिव बलिबन्धकरस्त्रिशक्तियुक्तः पिनाकपाणिरिव । कमलाश्रयश्च विधिरिव जयति श्रीमूलराजनृपः ॥ १ ॥ -: તત્ત્વપ્રકાશિકાનો અનુવાદ :
વિષ્ણુએ બલિ નામના રાજાને, બલિ નામના રાજાનું રાજ્ય જીતીને તેના પોતાના રાજ્યમાંથી જ કાઢી મૂકીને પાતાળમાં બાંધી રાખ્યો હતો. આ વિષ્ણુની જેમ જ મૂલરાજ નામના રાજાએ પણ બળવાન એવા પોતાના શત્રુઓને બંધનમાં નાંખ્યા હતા.
શિવમાં ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર એ પ્રમાણે ત્રણ શક્તિઓ છે. આ શિવની જેમ જ મૂલરાજ રાજા પણ પ્રભુત્વ, મન્ત્ર અને ઉત્સાહ સ્વરૂપ ત્રણ શક્તિથી યુક્ત છે. વળી, બ્રહ્મા જેમ કમળનો આશ્રય કરનારા હતાં તેમ મૂલરાજ લક્ષ્મીનો આશ્રય કરનારા છે.
ઉપરોક્ત શ્લોકમાં શ્લેષ અલંકાર પણ છે તથા ઉપમા અલંકાર પણ છે. અહીં શ્લોકમાં શક્તિ સ્વરૂપ એક જ શબ્દ છે. છતાં શિવ અને મૂલરાજની અપેક્ષાએ જુદાં જુદાં બે અર્થો હોવાથી શ્લેષ અલંકાર છે. ઉપમા અલંકાર તો સ્પષ્ટ જ છે.
-: શબ્દમહાર્ણવન્યાસનું અનુસંધાન :
( श०न्यासानु० ) श्रीमूलराजनृपः श्रीमूलराजनामा नृपतिः, जयति सर्वोत्कर्षेण वर्तते । स कीदृश: ? हरिरिव विष्णुरिव, बलिबन्धकरः बलिनां - बलवतां निजरिपूणाम्, बन्धः-पराजित्य स्वकारागारनियन्त्रणम्, तत्करणशीलः, हरिपक्षे बले: - बलिनाम्नो नृपतेः, बन्धः-स्वायत्तीकृतराज्यान्निष्कास्य पाताले नियन्त्रणम्, तत्करणशीलः । पुनः कीदृश: ? पिनाकपाणिरिव शिव इव, त्रिशक्तियुक्तः तिसृभिः शक्तिभिः - प्रभुत्व - मन्त्रोत्साह - शक्तिभिर्युक्तः, शिवपक्षे तिसृभिः શવિતમિ:-સૃષ્ટિ-સ્થિતિ-સંહાર-શક્તિમિ: સૂર્ય-ચન્દ્રા-નિરૂપાભિર્યુક્ત:। પુનઃ જીવૃશ: ? विधिरिव ब्रह्मेव, कमलाश्रयः कमलायाः - लक्ष्म्याः, आश्रयः-स्थानम्, विधिपक्षे कमलमाश्रयः आसनमुत्पत्त्याश्रयश्च यस्य सः । अत्र श्लेषानुप्राणितोपमालङ्कारः ॥१॥
इति कलिकालसर्वज्ञ-श्रीहेमचन्द्रसूरिभगवद्विरचिते स्वोपज्ञतत्त्वप्रकाशिका - प्रकाशे . शब्दमहार्णवन्यासे त्रुटितस्थले तपोगच्छाधिपति सूरिसम्राट् श्रीविजयने मिसूरीश्वरपट्टालङ्कारकविरत्न