________________
૬૮૭
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ “યો : વનીયરી” એ પ્રમાણેના ન્યાયનું આલંબન લેવામાં આવે તો અકૃત્રિમ અર્થનું ગ્રહણ કરવાની પણ સંભાવના છે. ત્યાં પણ પ્રકરણ, અર્થ વગેરે સહાયક થઈ જો કૃત્રિમ અર્થનો બોધ કરાવનાર થશે, તો ત્યાં કૃત્રિમ અર્થનો બોધ જ થશે. ટૂંકમાં અમે પદના અર્થનો બોધ પ્રાપ્ત કરવા માટે અર્થ, પ્રકરણ વગેરેની જ અપેક્ષા રાખીશું. આ પ્રમાણે જે જે સૂત્રોમાં સંખ્યા શબ્દનું ગ્રહણ થયું હશે અને સંખ્યા શબ્દને ઉદ્દેશીને જે કાર્યો કહ્યા હશે, ત્યાં સંખ્યા શબ્દથી માત્ર કૃત્રિમ અર્થવાળી “તિ” અને “મા” અંતવાળી સંખ્યા જ નહીં સમજવી, તેમજ “યોર્ છે..” ન્યાયથી માત્ર અકૃત્રિમ અર્થવાળી એક, બે વગેરે સંખ્યા પણ નહીં સમજવી; પરંતુ અર્થ, પ્રકરણ વગેરેના સામર્થ્યથી કૃત્રિમ અને અકૃત્રિમ બંને પ્રકારની સંખ્યા અને સમજીશું. આથી સંજ્ઞિકોટિમાં લોકપ્રસિદ્ધ સંખ્યાને સમાવવા માટે સંખ્યા શબ્દનું ગ્રહણ આવશ્યક નથી. __ (श० न्यासानु०) यत्र तु पदार्थनियामकार्थप्रकरणादिविरहस्तत्र संशेते वा अकृत्रिमार्थं निश्चिनुते वा, यथा-ऊहकरणेऽपटुम् (ग्राम्यम्) अचिरागतत्वेनाऽप्रकरणशं कश्चिद् ब्रवीतु भवान् 'गोपालकमानय' इति, सोऽत्र संशयवान् भवेत्-संज्ञेयं कस्यचिन्निर्दिष्टा स्याद् ? यष्टिहस्तो गोपरिचरणरतो वाऽस्य विवक्षितः? इति । इत्थं वक्तृतात्पर्यविषयसंशयाभावेऽपि तत्तात्पर्यविशेषविषयकनिश्चयवान् वा भवेत्-यो मम प्रसिद्धो यष्टिहस्तः सोऽनेन चोदितः, एवंसंज्ञकस्तु नास्ति मे प्रसिद्ध इति, सम्भावयामः-स गच्छेदपि यष्टिहस्तमानेतुम् ।
અનુવાદ - પૂર્વપક્ષ ચાલુ (પાણિનિજીનો) - કદાચ તમે એમ કહેશો કે જ્યાં પદના અર્થના નિયામક એવા અર્થ, પ્રકરણ વગેરેનો વિરહ હશે ત્યાં તો “કૃત્રિમ વૃત્રિમયો ..” ન્યાયનો સહારો લેવો જ પડશે; તો ત્યાં અમે કહીશું કે તે ન્યાયના સહારા વગર જે ક્યાં તો શ્રોતાને સંશય થશે અથવા તો અકૃત્રિમ અર્થનો નિશ્ચય થશે. જેમ કે વિચારવામાં હોશિયાર નહીં એવો ગામડીયો જલ્દીથી આવેલો હોવાથી પ્રકરણનો જાણકાર પણ નથી. એવા ગામડીયાને કોઈક કહે છે કે, આપ ગોપાલકને લાવો. આથી તે (ગામડીયો) અહીં સંશયવાળો થાય છે. સંશય આ પ્રમાણે છે ? શું આ વક્તાવડે કોઈકની સંજ્ઞા બતાવાઈ છે? અથવા તો હાથમાં લાકડીવાળા એવા ગોવાળની આનાવડે વિવક્ષા કરાઈ છે? અથવા તો વક્તાના તાત્પર્ય વિષયક સંશયનો અભાવ છે અર્થાતુ ગામડીયા એવા આ શ્રોતાને વક્તાના તાત્પર્યના વિષયમાં કોઈ સંશય નથી છતાં પણ વક્તાના વિશેષ એવા તાત્પર્ય વિષયક નિશ્ચયવાળો તે થાય છે. એ નિશ્ચયવાળો તે આ રીતે થાય છે : જે મને પ્રસિદ્ધ એવો હાથમાં લાકડીવાળો છે, તે આના વડે લાવવા માટે કહેવાયો છે. આ નામની ગોપાલક સંજ્ઞાવાળી વ્યક્તિ તો મને પ્રસિદ્ધ નથી. આથી તે ગોવાળને લેવા માટે જાય પણ છે. આ પ્રમાણે આ ગામડીયો કોઈપણ ન્યાયના સહારા વિના જ તથા પ્રકરણ વગેરેના જ્ઞાન વિના યોગિક અર્થને જ ગ્રહણ કરે છે અથવા તો અકૃત્રિમ અર્થનો નિશ્ચય કરે