________________
સૂ૦ ૧-૧-૪૨
૭૩૬
અંતવાળા નામથી જ અપત્ય અર્થવાળા પ્રત્યયની ઉત્પત્તિ થાય છે તથા રાનપુરુષ શબ્દથી ઉત્પન્ન થયેલી ષષ્ઠી વિભક્તિ એ સમુદાય સ્વરૂપ રાનપુરુષ શબ્દ સંબંધી છે, પરંતુ માત્ર પુરુષ શબ્દ સંબંધી નથી. આથી આપે રાનપુરુષ શબ્દના અવયવ સ્વરૂપ પુરુષ શબ્દને અપત્ય અર્થવાળો ફ્ગ્ પ્રત્યય લાગે છે, એવી જે આપત્તિ આપી છે, તે બરાબર નથી. પુરુષ શબ્દની (અવયવ સ્વરૂપ પુરુષ શબ્દની) વિભક્તિ વાક્ય અવસ્થામાં પ્રથમા ગણાશે. પછી સમાસ કરતી વખતે પેાર્થે (૩/ ૨/૮) સૂત્રથી લોપ થશે તથા પ્રત્યય-હોપેઽપિ... ન્યાયથી (પ્રત્યયનો લોપ થયે છતે પણ એવા પ્રત્યયવાળાપણું ગણાશે અને તેમ માનીને કાર્ય થશે.) પ્રથમા જ ગણાશે. આ પ્રથમા વિભક્તિથી પુત્ર અર્થવાળો તદ્ધિતનો પ્રત્યય પ્રાપ્ત થઈ શકતો નથી. આથી સમુદિત એવા રાનપુરુષ શબ્દથી જ અપત્ય અર્થ સંબંધી તદ્ધિતના પ્રત્યયની પ્રાપ્તિ આવશે. માટે આપે આપેલી આપત્તિ યોગ્ય નથી. તે જ પ્રમાણે અર્ધાત્ પૂરળ: સૂત્ર બનાવવામાં આવશે તો અર્ધપશ્વમ શબ્દથી ખરીદવા અર્થવાળા જ પ્રત્યયની પ્રાપ્તિ થઈ શકશે, જેથી અર્ધપશ્વમમ્ પ્રયોગની સિદ્ધિ સહેલાઈથી થઈ શકશે. આમ અર્થાત્ પૂરળ: સૂત્રથી પણ અર્ધપશ્વમમ્ પ્રયોગની સિદ્ધિ થઈ શકતી હોય તો અર્ધપૂર્વપ: પૂરળ: એ પ્રમાણે સૂત્રનું ગૌરવ કરવાની આવશ્યકતા નથી.
•
(श० न्यासानु० ) समासो हि प्रथमाद्वितीयाद्यन्तानां प्रथमान्तेन सह वा परिनिष्ठितविभक्त्यन्तेन सह वा भवतीति सिद्धान्तमनुसृत्य 'राजन् ङस्' इत्यस्य 'पुरुष ङस्' इत्यनेन परिनिष्ठितविभक्त्यन्तेनैव सह समासकरणे "ऐकार्थ्ये" [३.२.८.] इत्यनेन लुपि प्रत्ययलोपेऽपि०* इति न्यायेन कार्यार्थं ङसोऽनुसन्धानेन षष्ठ्यन्तत्वलाभात् । समासानन्तरं पदार्थान्तरान्वययोग्या या विभक्तिः समस्तादुत्पद्यते सा परिनिष्ठितविभक्तिरित्युच्यते, प्रकृतेऽपत्यार्थान्वययोग्या षष्ठीविभक्ती राजपुरुषशब्दादुत्पद्यते, सैव समासकरणसमयेऽपि पुरुषशब्दादानेष्यत इति केवलाद् राजपुरुषशब्दंघटकात् पुरुषशब्दात् प्रत्ययो दुर्निवारः ।
ઉત્તરપક્ષ :- ષષ્ઠી વિભક્તિ સામાસિક શબ્દનાં નિમિત્તે જ હોવાથી રાનપુરુષ શબ્દના અવયવ સ્વરૂપ પુરુષ શબ્દથી તદ્ધિતનો પ્રત્યય થશે નહીં; આવું આપનું કથન બરાબર નથી. સમાસ બે પ્રકારે થઈ શકે છે : (૧) પ્રથમા, દ્વિતીયા વગેરે વિભક્તિ અંતવાળા શબ્દોનો પ્રથમા વિભક્તિ અંતવાળા શબ્દ સાથે સમાસ થઈ શકશે. તથા (૨) પ્રથમા, દ્વિતીયા વગેરે વિભક્તિ અંતવાળા શબ્દોનો પરિનિષ્ઠિત વિભક્તિ અંતવાળા નામની સાથે પણ સમાસ થઈ શકે છે.
સૌ પ્રથમ પરિનિષ્ઠિત વિભક્તિનો અર્થ અમે જણાવીએ છીએ : સમાસ થયા પછી અન્ય પદાર્થને અનુસરનારી જે વિભક્તિ સમાસથી ઉત્પન્ન થાય છે, તે જ વિભક્તિ વિગ્રહવાક્યમાં ઉત્તરપદને કરવામાં આવે તો તે પરિનિષ્ઠિત વિભક્તિ કહેવાશે. આ પરિસ્થિતિમાં રાજ્ઞ: પુરુષસ્ય અપત્યમ્ એ પ્રમાણે સમાસ કરતા તથા પ્રત્યયતોપે... ન્યાયથી પુરુષ શબ્દને પણ સામાસિક ષષ્ઠી