________________
૭૫૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ “કપિધ્વનીપષ્યમ” શબ્દ જ સંખ્યા જેવો થઈ જશે. આથી જેવી આપત્તિ “અર્ધપૂર્વક પૂર:”માં આવતી હતી એવી જ આપત્તિ આપના “અર્ધપૂર્વપદ્રઃ પૂરા:” (૧/૧/૪૨) સૂત્રમાં પણ આવે છે.
ઉત્તરપક્ષ:- ઉપરોક્ત સંશયોનો અવકાશ હતો. માટે જ બૃહદ્રવૃત્તિ ટીકામાં અમે આ પ્રમાણે અર્થ કર્યો છે. સમાસના અવયવભૂત એવા પદમાં પૂર્વપદ અને ઉત્તરપદની પ્રસિદ્ધિ છે, એ પ્રમાણે અર્થ જાણવો. અહીં પૂર્વપદ શબ્દની સમાસના આદ્ય અવયવ પદમાં પ્રસિદ્ધિ છે તથા ઉત્તરપદ શબ્દની સમાસના ચરમ અવયવ પદમાં પ્રસિદ્ધિ છે એટલો વિવેક જાણવા યોગ્ય છે; પરંતુ સમાસના અવયવમાત્રમાં પ્રસિદ્ધિ નથી.
(शन्यासानु०) तथा च वृत्तिघटकपदाभिव्यक्तिक्षणध्वंसाधिकरणक्षणाऽवृत्तित्वसहितवृत्तिघटकपदाभिव्यक्तिक्षणप्रागभावाधिकरणक्षणवृत्तित्वविशिष्टस्यैव रूढ्या पूर्वपदशब्दप्रतिपाद्यतया अर्द्धपञ्चमप्रभृतिशब्दानां सङ्ग्रहः, पिप्पल्यर्द्धपञ्चमशब्दादेरसङ्ग्रहश्च सिद्धयतः, समासावयवमात्ररूढत्वे तु 'अर्द्धशब्दावयवके पूरणप्रत्ययान्तघटितेऽतिदेशः स्याद्' इत्यर्थस्य फलितार्थत्वेन पिप्पल्यर्द्धपञ्चमादावतिदेशो दुर्निवारः स्यात् ।
અનુવાદ - હવે આચાર્ય ભગવંતશ્રી (ન્યાસનું અનુસંધાન કરનાર પૂજ્ય લાવણ્યસૂરીશ્વરજી મ.સા.) પૂર્વપતની નવ્ય ન્યાયની પદ્ધતિથી વ્યાખ્યા જણાવે છે. સામાસિક શબ્દને વૃત્તિ કહેવાય છે. આવી વૃત્તિના અવયવ સ્વરૂપ બે પદો હોય છે. હવે જે પદમાં નીચે કહેલી વ્યાખ્યા ઘટી શકશે તે પદને પૂર્વપદ કહેવાશે. વૃત્તિઘટક એવા પદની અભિવ્યક્તિ ક્ષણના ધ્વસના અધિકરણ ક્ષણનું અવૃત્તિત્વ જે ક્ષણમાં હશે તે જ ક્ષણમાં વૃત્તિઘટક પદની અભિવ્યક્તિ ક્ષણના પ્રાગભાવની અધિકરણ ક્ષણ રહેલી હશે તો તે રૂઢિથી પૂર્વપદ શબ્દથી પ્રતિપાદન કરી શકાશે. આ વ્યાખ્યા પ્રમાણે અર્ધપક્વમ વગેરે શબ્દોમાં પૂર્વપદપણાંનો વ્યવહાર કર્ધ શબ્દમાં થઈ શકવાથી અર્ધપગ્નમાં શબ્દને સંખ્યા જેવો કહી શકાશે.
આ નવ્યન્યાય સંબંધી પૂર્વપદની વ્યાખ્યાને ઉદાહરણ દ્વારા સમજીએ. રાજ્ઞ: પુરુષ:=ાનપુરુષ: સ્વરૂપ સમાસ થાય છે.અહીં રાગ પદમાં પૂર્વપદની પ્રસિદ્ધિ થઈ છે. તે આ પ્રમાણે થશે : રાનપુરુષ સ્વરૂપ વૃત્તિના ઘટક બે પદો છે. રોગન અને બીજું પદ પુરુષ:. હવે રનન પદનું ઉચ્ચારણ જ્યારે થતું હોય તે સમયે વૃત્તિના ઘટક એવા સીનન પદની અભિવ્યક્તિક્ષણ હોય છે. આથી તે સમયે અભિવ્યક્તિક્ષણનો ધ્વંસ કહેવાશે નહીં. આથી તે ક્ષણ અભિવ્યક્તિક્ષણના ધ્વસનું અધિકરણ થશે નહીં તથા એ રાગ પદમાં જ પુરુષપદની અભિવ્યક્તિક્ષણનો પ્રાગભાવ રહે છે. આથી ધ્વસઅધિકરણક્ષણઅવૃત્તિત્વ સહિત અભિવ્યક્તિક્ષણ પ્રાગભાવ અધિકરણક્ષણવૃત્તિત્વવાળી રાગ પદની અભિવ્યક્તિની ક્ષણ થશે અને આ ક્ષણને રૂઢિથી પૂર્વપદની ક્ષણ કહેવાશે. પુરુષ: પદમાં ઉપર મુજબની વ્યાખ્યા રહેશે નહીં. તે આ પ્રમાણે છે : પુરુષ: પદનું જ્યારે ઉચ્ચારણ થઈ રહ્યું