Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 371
________________ ૭૩૯ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ શક્તિ છે. આથી રાખત્વધર્મથી અવચ્છિન્ન એવો રાજા નામનો અર્થ છે અને આ રાજા નામના અર્થથી ઓળખાયેલી શક્તિથી વિશિષ્ટ એવું અધિકરણ રાખ પદ છે. હવે બીજો સંબંધ જણાવાય છે : રાનત્વથી અવચ્છિન્ન એવા અર્થવડે ઓળખાયેલ શક્તિને ઓળખાવનાર અન્ય એવું પુરુષત્વધર્મથી અવચ્છિન્ન અર્થવડે ઓળખાયેલ શક્તિથી વિશિષ્ટ અધિકરણ પુરુષઃ પદ ઘટિત છે અને સ્થૂલ બુદ્ધિથી આ રીતે સમજી શકાશે. રાજાસ્વરૂપ અર્થ વડે ઓળખાયેલી શક્તિને ઓળખાવનાર અન્ય એવો પુરુષસ્વરૂપ અર્થ છે અને એ પુરુષસ્વરૂપ અર્થથી ઓળખાયેલી શક્તિવિશિષ્ટનું અધિકરણ પુરુષ પદ છે. આ જ વસ્તુને બીજી રીતે પણ જણાવી શકાય. પુરુષ સ્વરૂપ અર્થથી ઓળખાયેલી શક્તિને ઓળખાવનાર રાજાસ્વરૂપ અર્થ છે. આ પ્રમાણે નિરૂપક-નિરૂપિતભાવ ઉભય બાજુથી થઈ શકે છે. હવે ત્રીજો સંબંધ બતાવે છે : રાખત્વથી અવચ્છિન્ન એવા અર્થથી ઓળખાયેલ શક્તિના નિશ્ચયવડે (પ્રયોજ્ય) પ્રેરિત એવો રાન સંબંધી પુરુષત્વ અવચ્છિન્ન એવા અર્થથી ઓળખાયેલ શક્તિ વિષયક જે નિશ્ચય, આવા નિશ્ચયના વિષયભૂત રાનપુરુષ: પદ બને છે. આથી ગ્રંથકાર આ જ વસ્તુને “તદ્-ગ્રહવિષયીમૂત...' પંક્તિ દ્વારા જણાવે છે. અહીં તર્ એટલે રાનપુરુષ સ્વરૂપ જે અર્થ છે, એનો નિશ્ચય કરાવનાર શક્તિ અને આ શક્તિના નિશ્ચયના વિષયભૂત એવું રાજ્ઞપુરુષત્વથી અવચ્છિન્ન એવા અર્થથી ઓળખાયેલ શક્તિવિશિષ્ટ અધિકરણ રાનપુરુષઃ પદ છે. આ પ્રમાણે આ ત્રીજો સંબંધ થયો. આ ત્રીજા સંબંધને સ્થૂલબુદ્ધિથી આ પ્રમાણે કહી શકાય : રાજા સ્વરૂપ અર્થથી ઓળખાયેલી શક્તિના નિશ્ચયથી પ્રેરિત એવો રત્ન સંબંધી અર્થ છે. અને તે રત્ન સંબંધી અર્થ વડે ઓળખાયેલ શક્તિના નિશ્ચયવાળો રાનપુરુષ: અર્થ છે. તથા રાનપુરુષ: અર્થવડે ઓળખાયેલી શક્તિથી વિશિષ્ટ એવા અધિકરણ સ્વરૂપ રાનપુરુષ: પદ છે. આ ત્રણેય પ્રકારના સંબંધ રાનપુરુષ પદમાં રહેલા છે. આથી કહેલું એવું પેાસ્થ્ય, રાનપુરુષ: પદમાં ઘટતું હોવાથી સમાસ થયેલ છે. સમાસસંજ્ઞાવાળા પદોનું અવલંબન લઈને રહેલું એવું ઉપર કહેલું પેાસ્થ્ય હોતે છતે ષષ્ઠી અંતવાળું રાસઃ પદ પુરુષઃ પદની સાથે “વચયત્ના∞વે'' (૩/૧/૭૬) સૂત્રથી સમાસ થશે. જ્યાં જ્યાં સમાસ કરવાના હોય ત્યાં ત્યાં ઉપર કહેલું પાર્થ્ય જરૂરી છે. (શવન્યાસાનુ૦ ) પ્રવૃત્તે દ્રુપશ્ચમે: સૂપ: ઋીતમિત્યર્થે ‘‘સૌંચા સમાહારે ૨૦” [રૂ.૬.૧૧.] इति समासश्चिकीर्षित:, स च शूर्पपदेन सह शख्यावाचकस्येति तदुभयसमुदयगतेनोक्तैकार्थ्येनेहापि भवितव्यं राजपुरुषादिपदगतेनेव परं पूरणप्रत्ययान्तपञ्चमादिशब्दमात्रस्यार्द्धपञ्चमशब्दघटकस्य सङ्ख्यावत्त्वे नैतत् सम्भवति, तथाहि - पञ्चमशब्दमात्रस्य सङ्ख्यावत्त्वे तस्यैव परेण शूर्पादिनाम्ना

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396