________________
સૂ૦ ૧-૧-૩૯
૬૯) [६.४.१३०.] इत्यादावाचार्येणोच्चारितमिति जिज्ञासायां स्वयमेव शास्त्रकारेण डतिप्रत्ययान्तादिनिरूपितशक्ति बोधयित्वा कथमन्यार्थबोधनेच्छयोच्चारितं स्यादिति ज्ञानरूपप्रकरणेन डतिप्रत्ययान्तादावेव तात्पर्यनिर्णयेन प्रदेशेषु सङ्ख्यात्वेन डत्यन्तादि-विषयकबोधस्यैव सम्भवेन लौकिकैकादिसङ्ख्याया अप्रतिपत्तिः । एतत्फलितोऽयं न्यायः *कृत्रिमा-कृत्रिमयोः कृत्रिमे कार्यસમૃત્યય:* રૂતિ | -
અનુવાદ - ઉત્તરપક્ષ (આચાર્યભગવંત શ્રીમ હેમચન્દ્રાચાર્યજીનો) :- આચાર્ય ભગવંતશ્રી પાણિનિજીએ વિસ્તારથી રજુ કરેલા ઉત્તરપક્ષનો જવાબ આપી રહ્યા છે અને તેમ કરવા દ્વારા કૃત્રિમાત્રિમયો..” ન્યાયનું સાર્થકપણું સિદ્ધ કરશે.
ભલે કૃત્રિમનાં ગ્રહણમાં કૃત્રિમપણું કારણ થાય છે, એવું આપ ન માનો; પરંતુ અર્થવિશેષની નિવૃત્તિ કરવા દ્વારા અર્થવિશેષને કરાવનાર એવાં અર્થ અને પ્રકરણને તો આપ આદરસહિત સ્વીકારો છો અર્થાત્ આ “ત્રિમાકૃત્રિમયો.” ન્યાય તમે ભલે ન માનો, પરંતુ અર્થ અથવા તો પ્રકરણ દરેક જગ્યાએ અર્થવિશેષનો નિર્ણય કરવા માટે આપના વડે સ્વીકારાય જ છે. તો પછી હે પ્રિય ! (“” શબ્દનો અર્થ સંબોધનવાચક થાય છે.) શાસ્ત્રમાં પણ પ્રકરણ હોતે છતે જ આપના વડે અર્થવિશેષ સ્વીકારાય છે. એટલે કે શાસ્ત્રમાં પણ જો અર્થવિશેષનો નિર્ણય કરવો હોય તો પ્રકરણ અથવા તો અર્થને જાણીને જ અર્થવિશેષનો નિર્ણય કરવો જોઈએ. અહીં “તિ” અંત વગેરેવાળાની સંખ્યા સંજ્ઞા કરવામાં આવી છે એ પ્રમાણે બુદ્ધિસમીપપણાં સ્વરૂપ પ્રકરણ ઉપસ્થિત થાય છે.
અહીં આ ભાવ છે જે શબ્દમાં અનેક શક્તિ છે ત્યાં કયા શક્તિજ્ઞાનને આધીન બોધ કરાવવાની ઇચ્છાથી વક્તા વડે ઉચ્ચારણ કરાયું છે એ પ્રમાણે સાંભળનારને નિશ્ચય નથી અને શાબ્દબોધમાં
જ્યાં સુધી સમાન વિષયવાળા તાત્પર્યનો નિર્ણય ન થાય ત્યાં સુધી શાબ્દબોધની અપ્રાપ્તિ થશે. વક્તાએ જે તાત્પર્યથી ઉચ્ચારણ કર્યું હોય તે જ તાત્પર્યનો પોતાને બોધ થાય તો એ સમાન વિષયવાળા તાત્પર્યનાં નિર્ણયથી થયેલો શાબ્દબોધ કહેવાશે. આ પરિસ્થિતિમાં શાબ્દબોધમાં કારણ સ્વરૂપ સમાન વિષયવાળા તાત્પર્યનો નિશ્ચય થાય છે. હવે વક્તાનાં તાત્પર્યનો નિર્ણય જો શ્રોતાએ કરવો હોય તો પ્રકરણ વગેરેનું આલંબન લઈને કરી શકશે અને પછી જ શાબ્દબોધ પ્રાપ્ત થશે.
આ પ્રમાણે જે જે સૂત્રોમાં સંખ્યા વગેરે પદો લખ્યા હશે, ત્યાં એકત્વ, દ્વિત્વ વગેરેથી ઓળખાયેલી લૌકિક શક્તિ દ્વારા એક, બે વગેરેનો બોધ થશે તથા “તિ” અંતવાળા નામોનો સંખ્યાવાચક તરીકે બોધ કરવો હોય તો શાસ્ત્રીય શક્તિથી બોધ થઈ શકશે. આથી “પંડ્યોહતેશo” (૬/૪/૧૩૦) સૂત્રમાં કેવા અર્થને જણાવવાની ઇચ્છાથી સંખ્યા શબ્દનું ઉચ્ચારણ કરાયું