________________
૭૨૭.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ વિભક્તિ સહિતના પદો જેમાં સંક્ષેપ કરાય છે એ સમાસ કહેવાય છે તથા આ પ્રમાણેનો સમાસ વિવક્ષિત અર્થને જણાવે જ છે, તેમજ સમાસ થયા પછી અદશ્ય વિભક્તિ વગેરેપણાંથી અલ્પ
સ્વરૂપવાળા પદો તેમાં અવયવ તરીકે રહેલા જ હોય છે તથા આવા સંક્ષેપને જ સમાસ કહેવામાં આવે છે. જેમાં બે પદોને અથવા તો ઘણાં પદોને એક કરવા સ્વરૂપ સંક્ષેપ કરવામાં આવે છે, તેને સમાસ કહેવામાં આવે છે. અદશ્ય એવી વિભક્તિ વગેરેવાળાપણાંથી નાના-નાના સ્વરૂપવાળા શબ્દો અવયવ તરીકે જેમાં કરાય છે, તે સમાસ છે અથવા બે પદો અથવા તો ઘણાં બધા પદોને એક કરવા સ્વરૂપ (અભેદ કરવા સ્વરૂપ) સંક્ષેપ કરવો તે સમાસ કહેવાય છે અથવા તો નામને આશ્રિત એવી વિભક્તિના લોપના અભાવવાળા બીજા મધ્યમાં રહેલા વિભક્તિ શૂન્ય નામોનો સમુદાય સમાસ કહેવાશે. જે નામો સમાસ પામે છે, તેની વિભક્તિનો લોપ થતો નથી તેમજ કેટલાંક નામોમાં લોપ થાય છે એવા નામોનો સમુદાય સમાસ કહેવાય છે...
* પ્રત્યય તથા સમાસ હોતે છતે મધ્યર્ધ નામને સંખ્યા જેવું બનાવવા માટે જે અતિદેશસૂત્ર બનાવ્યું છે, તે સાર્થક નથી. “અધ્ય”િ શબ્દ સંખ્યા જેવો બનશે તો “" પ્રત્યયની પ્રાપ્તિ થઈ શકશે. આથી ૪ પ્રત્યયના અભાવમાં સંખ્યા જેવો થતો જ નથી, તો કેવી રીતે કહી શકાશે કે “પ્રત્યય હોતે છતે અને સમાસ હોતે છતે મધ્યર્ધ શબ્દ સંખ્યા જેવો થાય છે? આથી જ અતિદેશસૂત્ર સાર્થક થતું નથી. માટે સૌ પ્રથમ ગષ્યર્ધ શબ્દ સંખ્યા જેવો થવો જોઈએ, તો જ પ્રત્યયનું નિમિત્ત સુલભ થઈ શકશે. આ મુશ્કેલીને નજરમાં રાખીને જ આચાર્ય ભગવંતે બ્રહવૃત્તિ ટીકામાં “વિધાતચ્ચે” પદ લખ્યું છે. જેનો અર્થ આ પ્રમાણે છે : આગળની ક્ષણે પ્રાપ્ત થનાર એવો છે પ્રત્યય અને સમાસ હોતે છતે મધ્યર્ધ શબ્દ સંખ્યા જેવો થાય છે. આનો ભાવ આ પ્રમાણે છે : જો છ પ્રત્યય પ્રાપ્ત થવાની સંભાવના થશે તો મધ્યર્ધ શબ્દ સંખ્યા જેવો થશે. પ્રયોગ કરનારને ભવિષ્યમાં જે વિધાન કરવું છે અર્થાત્ પોતાના પ્રયત્નનો વિષય ભવિષ્યનું કોઈક વિધાન બને; તો સૌપ્રથમ તે વિધાનની ઇચ્છાનો બોધ કરશે અને ઇચ્છાથી જે ગ્રહણ કરાશે તે પાછળથી કૃતિવડે ગ્રહણ કરાશે અને તે સમયે કરવાને ઇચ્છાયેલની પ્રાપ્તિ થશે. પાછળથી તે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરશે જ. અહીં આનું ઉદાહરણ સમજાવે છે: પ્રયોગ કરનારને નષ્પર્ધ શબ્દમાં સંખ્યાનો અતિદેશ કરવો છે. આથી પ્રયોગ કરનારના પ્રયત્નનો વિષય “અબ્બઈ” શબ્દમાં સંખ્યાનું આરોપણ કરવું તે છે. આથી પહેલાં તે “અધ્યપૈ” શબ્દને સંખ્યા સ્વરૂપે ઇચ્છે છે. વળી, ઇચ્છા તરીકે જે ગ્રહણ કરાયું છે, તે પ્રયત્નથી પાછળથી ગ્રહણ કરાય છે અને તે સમયે કરવાને ઇચ્છાયેલની પ્રાપ્તિ થાય છે, જે પાછળથી “અધ્ધધ' શબ્દમાં સંખ્યા સ્વરૂપની પ્રાપ્તિ કરાવે જ છે. આ ઘટનાને સાંસારિક ઉદાહરણ દ્વારા સમજીએ : કોઈક યુવક કોઈક કન્યાને જોયા પછી પોતાની પત્ની તરીકે માની લે છે. પાછળથી કાયદેસર (લગ્નવિધિ કરવા દ્વારા) પત્ની તરીકે સ્વીકારે છે. અહીં પહેલાં જ પત્નીના નિમિત્તે તેમાં પતિપણું પ્રાપ્ત થઈ જ જાય છે, પરંતુ