________________
સૂ૦ ૧-૧-૪૧
૭૩૨ वाक्यभेदेनाश्रीयते, तथाहि-'अध्यर्द्धः' इत्येको योगः प्रथमः, अध्यर्द्धशब्दः सङ्ख्यासंज्ञो भवतीत्यर्थकः । ततः "क-समासे" इति द्वितीयो योगः, तत्राध्यर्धशब्दोऽनुवर्तते, कप्रत्यये समासे च विधेये अध्यर्द्धशब्दः सङ्ख्यासंज्ञो भवतीति वाक्यार्थः । सैषा सङ्ख्यासंज्ञा द्वितीययोगमन्तरेणापि कप्रत्यय-समासयोः प्रथमेनैव सिद्धा अलं वाक्यभेदेनेति तेन पुनर्नियम्यते-अध्यर्धशब्दस्य सङ्घयासंज्ञा चेत् क-समासयोरेवेति, तेन धा-कृत्वसादयो न भवन्तीति । परन्तु मतेऽस्मिन् त्रयो भागा यस्येति त्रिभागः, चत्वारो भागा यस्येति चतुर्भाग इत्येवं क्रमेण त्रिभाग-चतुर्भागादिशब्दानां सङ्ख्यावाचित्वमापद्यत इति विभावनीयम् ॥४१॥
અનુવાદ - કેટલાંક અન્ય મતોનો આગ્રહ આ પ્રમાણે છે : ગષ્યર્ધ શબ્દ પણ સંખ્યાવિશેષથી વિશિષ્ટ અર્થવડે ઓળખાયેલી રૂઢિથી અને યોગથી સંબંધિત એવા એક વગેરે જેવો જ છે.
અથવા તો સંખ્યા સંબંધી કાર્યોના તે તે સૂત્રોમાં સંધ્યા પદ વડે રૂઢિથી નિયત એવા અર્થને કહેનારી અકૃત્રિમ સંખ્યાને ગ્રહણ કરાય છે એવા મતનો આદર કરાતો નથી અર્થાત્ સા પદથી રૂઢિઅર્થવાળી સંખ્યા પણ લઈ શકાશે તથા યોગાર્થવાળી સંખ્યા પણ લઈ શકાશે. આ પ્રમાણે સા પદથી જો બંને સંખ્યા લઈ શકાતી હોય તો “અધ્ય” શબ્દની સંધ્યા સંજ્ઞા પાડ્યા વિના પણ સંખ્યા શબ્દ તરીકે પ્રસિદ્ધિ થઈ જશે. આમ થવાથી સંખ્યા સંબંધી કોઈપણ કાર્ય મધ્યર્ધ શબ્દને પણ સંજ્ઞાસૂત્ર વગર જ પ્રાપ્ત થઈ શકશે. તેથી સંજ્ઞાસૂત્ર માટે આ સૂત્ર આવશ્યક નથી. આ લોકોના મતમાં પણ નિયમાર્થપણાંથી સૂત્રની આવશ્યકતા છે જ. તે આ પ્રમાણે : સંખ્યા સંબંધી કાર્યોના તે તે સૂત્રોમાં સંખ્યા પદથી “અધ્યધ” પદવડે પ્રતિપાદન કરવા યોગ્ય અર્થવાળા સાર્ધ વગેરે શબ્દોનું ગ્રહણ ન થાય અને તેઓને તે પ્રત્યય વગેરે ન થાય તે માટે મધ્યર્થ જ સંખ્યા જેવો સમજવા માટે પૃથક સૂત્ર આવશ્યક થશે. આથી જો સંખ્યા કાર્ય થશે તો ગર્ધ શબ્દવાળા અર્ધ શબ્દમાં જ થશે; પરંતુ નર્ધ શબ્દવાળા સાર્ધ વગેરે શબ્દોમાં સંખ્યા કાર્ય નહીં થાય એવો નિયમ બનાવાશે. હવે આ નિયમ મધ્યર્ધ શબ્દ સંખ્યા સંજ્ઞાવાળો થાય છે એવા અર્થવાળા “ગષ્ય ” આટલા જ સૂત્ર માત્રથી કરી શકાય છે. ત્યાર પછી -સમાસે એ પ્રમાણે બીજું સૂત્ર બનાવવું જોઈએ. જેમાં મધ્યર્ધ શબ્દની અનુવૃત્તિ આવશે તથા તે જ પ્રમાણે કરવા દ્વારા જ પ્રત્યય અને સમાસનું વિધાન હોતે છતે મધ્યર્થ શબ્દ સંખ્યા સંજ્ઞાવાળો થાય છે, એવો વાક્યર્થ પ્રાપ્ત થઈ શકશે. આ પ્રમાણે અમે (શ્રી હેમચન્દ્રાચાર્યજી) કહીએ છીએ કે અન્ય લોકોને પણ નિયમ કરવા માટે ભિન્ન સૂત્રની આવશ્યકતા તો છે જ. - આ અધ્યર્ધ શબ્દની સંખ્યા સંજ્ઞા બે સૂત્રને બદલે એક સૂત્ર બનાવવાથી પણ સિદ્ધ થઈ શકશે,