________________
૭૩૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ એ પ્રમાણે પૃથક્ સૂત્ર બનાવ્યું. આથી આ સૂત્ર નિયમસૂત્ર બને છે; પરંતુ આપની આ વાત
બરાબર નથી.
“અર્ધ” શબ્દનું વાચ્ય શું ? એ સૌ પ્રથમ નક્કી કરવું પડશે. કોઈપણ વસ્તુનું વિભાજન કરવામાં આવે (બે-ભાગમાં) ત્યારે બીજો એવો જે સમાન અંશ છે, એ પદાર્થ જ ર્ધ શબ્દનો વાચ્ય છે અને તે અંશ એકદેશ વગેરે શબ્દની જેમ અવયવ સ્વરૂપ છે. આ પ્રમાણે અર્ધ શબ્દ અવયવવાચી છે. હવે “અધ્યારુઢમ્ અર્ધમ્ યસ્મિન્ સઃ' એ પ્રમાણે બહુવ્રીહિ સમાસનો વિગ્રહ થતાં અન્ય પદાર્થ સ્વરૂપે અધ્વર્ધ શબ્દ પ્રાપ્ત થશે. સમાન એવા બીજા અંશ સાથે' એવો અધ્યર્થ શબ્દનો અર્થ થશે તથા આ અધ્યર્ધ શબ્દ સ્ત્વ, દિત્વ, ત્રિત્વ વગેરેથી વિશિષ્ટ એવા અર્થને યોગશક્તિથી કહેવા માટે સમર્થ થશે. આમ, અડધા સહિત એક, અડધા સહિત બે વગેરે અર્થોની પ્રાપ્તિ યોગશક્તિથી જ થશે, પરંતુ રૂઢિશક્તિથી એવા અર્થોની પ્રાપ્તિ થઈ શકશે નહીં.
હવે સંખ્યા સંબંધી કાર્યો કરવા માટે જે જે સૂત્રો બનાવવામાં આવ્યા છે, તે તે સૂત્રોમાં સંખ્યાપદ લખવામાં આવ્યું છે. આ સંખ્યાપદ અકૃત્રિમ એવી જે સંખ્યા છે તેને જ ગ્રહણ કરે છે .એ સંખ્યામાં યોગાર્થ હોઈ શકે અથવા તો ન પણ હોઈ શકે, પરંતુ રૂઢિઅર્થ તો અવશ્ય હશે જ. દા.ત. “પ નાયતે કૃતિ પટ્ટનમ્' આ પંકજ શબ્દનો રૂઢિથી કમળ અર્થ થાયછે; તેમ છતાં પણ એમાં યોગાર્થ સમાવેશ પામી જાય છે, પરંતુ અમે એને રૂઢિઅર્થવાળો માનીએ છીએ તે જ પ્રમાણે સંખ્યા શબ્દ પણ અમે રૂઢિ-અર્થવાળો માનીએ છીએ. આમ સંખ્યા પદથી રૂઢિઅર્થવાળા એક, બે વગેરેને ગ્રહણ કરી શકાશે; પરંતુ યોગ અર્થવાળા અધ્યર્ધ શબ્દને ગ્રહણ કરી શકાશે નહીં. આથી અહીં અર્ધ શબ્દ યોગાર્થવાળો હોવાથી સંખ્યાસ્વરૂપે માનવા આ સૂત્રનું વિધિ-અર્થવાળાપણું સ્વીકારવા યોગ્ય છે, જેથી “” પ્રત્યય વગેરેની ઇષ્ટ એવી પ્રાપ્તિ થઈ શકે. વિદ્વાન પુરુષોએ પ્રજ્ઞાથી આ ભાવન કરવા યોગ્ય છે.
(श०न्यासानु०) केषाञ्चिदन्येषामभिनिवेशस्तु 'अध्यर्धशब्दोऽपि सङ्ख्याविशेषविशिष्टार्थनिरूपितरूढ्या योगेन चाऽऽश्लिष्ट एकादिरिव; आहोस्वित् प्रदेशेषु सङ्ख्यापदं रूढिनैयत्येनार्थाभिधायिनी-मेवाकृत्रिमसङ्ख्यां गृह्णातीति मतं नाद्रियते, तथा सति अध्यर्धशब्दे सङ्ख्यासंज्ञामन्तरेणैव सङ्ख्याकार्यं भविष्यतीति सूत्रं नावश्यकम् इति, तेषां मतेऽपि नियमार्थतया सूत्रस्यावश्यकत्वमस्त्येव, तथाहि - प्रदेशीयसङ्ख्यापदेनाध्यर्धपदप्रतिपाद्यार्थाभिधायिनां सार्द्धार्धसहितप्रभृतिपदानामपि ग्रहणेन तेभ्यः कप्रत्ययादिर्मा भूत् तदर्थं सङ्खयेयांशवाचकस्य यदि सङ्ख्याकार्यं तर्हि अध्यर्धशब्दस्यैवेति व्यर्थेन प्रकृतसूत्रेण नियम्यते । स चायं नियमोऽध्यर्द्धशब्दः सङ्ख्यासंज्ञो भवतीत्यर्थकेन 'अध्यर्द्ध:' इतीयन्मात्रेणापि कर्तुं शक्यः, क- समासग्रहणेन तु द्वितीयो नियमो