Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 02
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

View full book text
Previous | Next

Page 362
________________ સૂ૦ ૧-૧-૪૧ ૭૩૦ द्वि-त्र्यादिरिति, एवं च विध्यर्थत्वमेव सूत्रस्य स्वीकर्तव्यं कप्रत्ययादीष्टसिद्ध्यर्थमिति सुधियो धिया विभावयन्तु । અનુવાદ - પૂર્વપક્ષઃ- જે ગણાય છે તે સંખ્યા કહેવાય છે. આમ સંખ્યા સંજ્ઞા અન્વર્થવાળી હોવાથી જેનાવડે ગણતરી કરી શકાય એ બધાને સંખ્યા તરીકે જાહેર કરે છે. આથી જેમ એક, બે, ચાર વગેરે ગણાય છે (ગણતરી કરી શકાય તેવા છે) તે પ્રકારે એક, દોઢ, બે, અઢી વગેરે પણ ક્રમથી ગણી શકાતા હોવાથી મધ્યર્ધ શબ્દ પણ સંખ્યાવાચક તરીકે , દિ વગેરેની જેમ લોકથી જ સિદ્ધ થઈ જશે. તથા જેમ દિ શબ્દને સંખ્યા સમજીને ખરીદવા અર્થમાં ૪ પ્રત્યય થતાં “દિમ્” પ્રયોગની પ્રાપ્તિ થાય છે તે જ પ્રમાણે “મધ્યર્ધ” વગેરે પ્રયોગો પણ અતિદેશસૂત્રની અપેક્ષા વગર સિદ્ધ થઈ શકશે. આથી મધ્યર્ધ શબ્દને સંખ્યા જેવો બનાવવા માટે વધારાનું અતિદેશસૂત્ર બનાવવું આવશ્યક નથી. ઉત્તરપક્ષ:- જો આ સૂત્ર બનાવવામાં ન આવે અને ગણવાં સ્વરૂપ અર્થથી જ મધ્યર્ધ શબ્દને સંખ્યા જેવો ગણી લેવામાં આવે તો મધ્યર્ધ શબ્દ ધા, ત્વ, વગેરે તમામ પ્રત્યયો પર છતાં સંખ્યા જેવો બનવાની આપત્તિ આવશે. આ બધી આપત્તિઓ ન આવે તેને માટે અમે આ સૂત્રમાં નિમિત્તપદવડે નિયંત્રણ કર્યું છે. આમ તો આ સૂત્ર માત્ર “-સમારે તેટલું જ અમે બનાવ્યું હોત; પરંતુ આવું સૂત્ર બનાવવાથી સ્થાની તરીકે શું લેવું? એવો પ્રશ્ન ઉભો રહેત. આ આપત્તિ નિવારવા આગળના સૂત્રમાં જે વહુ અને જળ શબ્દ સ્થાની તરીકે ગ્રહણ કર્યા છે, એની અનુવૃત્તિ નીચે આવત અથવા તો હવે પછીના સૂત્રમાં સ્થાની તરીકે કઈપૂર્વઃ પૂરળ: ગ્રહણ કરેલ છે, તે જ સ્થાની આ સૂત્રમાં લખી દેવો પડત. હવે આમ સમજવામાં આવત તો વહુ અને ના શબ્દમાં ધા તથા વૃત્વમ્ વગેરે પ્રત્યય પર છતાં સંખ્યાપણું ન થવાથી અવ્યાપ્તિ નામનો દોષ આવત. આ બધી આપત્તિઓનું નિવારણ કરવા માટે અમે “-સમાસનધ્ય” એવું સૂત્ર બનાવ્યું છે. પૂર્વપક્ષ - આ પ્રમાણે આ બધું કર્યા પછી પણ “મધ્યપૈ” શબ્દ “" પ્રત્યય અને સમાસથી ઇિતર કાર્યોમાં સંખ્યા જેવો નહીં થાય એવો નિયમ થશે. આથી આ સૂત્ર નિયમસૂત્ર બનશે. આમ આ સૂત્રનું વિધિપણું તો અત્યંત મુશ્કેલ બની જશે. ઉત્તરપક્ષ - આપના કહેવા પ્રમાણે લોકરૂઢિથી એક, બે, ત્રણ વગેરેની જેમ “મધ્ય” શબ્દમાં પણ સંખ્યાવાચકપણાની પ્રાપ્તિ થઈ જ જાય છે. અન્તર્થસંજ્ઞાનો આશ્રય કરવાથી જે પ્રમાણે એક વગેરે ગણતરી કરવાના સાધન તરીકે છે તે જ પ્રમાણે “અધ્યધ'' શબ્દ પણ ગણતરી કરવાના સાધન સ્વરૂપ હોવાથી સંખ્યાવાચક તરીકે પ્રાપ્ત થઈ જ જાય છે; તેમ છતાં “-સમારેડદ્ગઈ.”

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396