________________
૭૧૭
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ જ ન રહ્યો હોવાથી તેવા બહુ અને ગણ શબ્દમાં સંખ્યા સંજ્ઞા સિદ્ધ થઈ શકશે નહિ માટે કૈયટ ટીકાકારના મતે અન્વર્થ સંજ્ઞા વ્યર્થ છે.
આ પરિસ્થિતિમાં મહાસંજ્ઞાકરણ આવશ્યક નથી, તો પણ “સંખ્યા” એ પ્રમાણે મોટી સંજ્ઞા કરી છે, તેનું પ્રયોજન ભાષ્યકાર આ પ્રમાણે બતાવે છે ઃ સંખ્યાવાચક શબ્દો સંબંધી કાર્યો કરવાના જે જે સૂત્રો પાછળ આવશે તે તે સૂત્રોમાં આમ તો “કૃત્રિમાત્રિમયો:...” ન્યાયથી કૃત્રિમ એવી “ઽતિ” અને “તુ” અંતવાળી તેમજ “વહુ”, “ળ” વગેરે સંખ્યાઓ જ લઈ શકાત; પરંતુ લોકપ્રસિદ્ધ એવી એક, બે વગેરે સંખ્યાઓ લઈ શકાત નહીં. આથી મહાસંજ્ઞા કરવાથી લોકપ્રસિદ્ધ એવી સંખ્યાને પણ હવે ગ્રહણ કરી શકાશે. નિયતવિષયનો બોધ કરાવવાના કારણભૂત એવી એક, બે વગેરે સંખ્યામાં પણ સંખ્યાનું કાર્ય સિદ્ધ થઈ શકશે.
નિયતવિષયના બોધનું કારણપણું શેમાં છે ? એ ધર્મ હવે બતાવે છે. જેમાં જે ધર્મનો નિશ્ચય થયા પછી ગણતરી કરવાના પ્રસિદ્ધ એવા જેટલા ધર્મો છે એ બધા ધર્મો સંબંધી સંશય ઉત્પન્ન ન થાય તો તેમાં રહેલો એક નિશ્ચયાત્મક ધર્મ નિયતવિષયના બોધમાં કારણ બનશે. દા. ત. ‘‘ત્રણ ઘટો’’ એવું કહેવામાં આવે, ત્યારે ત્રિત્વધર્મના અભાવથી વિશિષ્ટ એવા ત્રિત્વધર્મનો બોધ થાય છે. આ વિશિષ્ટ એવા ધર્મનો બોધ (ત્રિત્વના અભાવથી વિશિષ્ટ એવા ત્રિત્વધર્મનો બોધ) એકત્વ, દ્વિત્વ, ચતુ ધર્મના નિશ્ચયમાં પ્રતિબંધક બને છે, જેં ઘટમાં એક ઘટ છે કે નહીં? અથવા તો બે ઘટ છે કે નહીં ? અથવા તો ચાર ઘટ છે કે નહીં ? એવી શંકાઓને ઉત્પન્ન કરાવવા સમર્થ થતો નથી. આથી ઘટમાં રહેલો આવો ત્રિત્વ સ્વરૂપ ધર્મ નિયતવિષયના બોધમાં કારણ બને છે. એ જ પ્રમાણે ચા૨ ઘટો, પાંચ ઘટો વગેરેમાં સમજી લેવું.
પરંતુ “વવ: ઘટા:” (ઘણાં ઘટો) એવું કહેવાયે છતે ઘટમાં વર્તુત્વધર્મનો નિશ્ચય થાય છે. પણ સાથે સાથે “વહુ” એટલે (પાંચ કે દશ કે વીસ વગેરે) કેટલા ? એ સંબંધી સંશય થાય છે. આથી વદુત્વધર્મમાં નિયતવિષયના બોધનું કારણપણું નથી. માટે “વહુ' શબ્દને સંખ્યા તરીકે લઈ શકાત નહીં. તેથી, “વદુ” અને “ળ” શબ્દને સંખ્યા તરીકે ગણવા માટે ભિન્ન સૂત્ર બનાવવામાં આવ્યું છે. અર્થાત્ “વહુ” અને “ળ” સંબંધી જે સૂત્ર છે, એ નિયમ સૂત્ર બનતું નથી. અગાઉ કહેવામાં આવ્યું હતું કે, “વદુ” અને “ળ” સંબંધી જે જુદું સૂત્ર બનાવ્યું છે, તેનાથી નિયમ બનશે કે અન્ય અન્ય અર્થનો વાચક હોતે છતે વર્તુત્વ અર્થના વાચકમાં જો સંખ્યા કાર્ય થાય તો “વદુ” અને “ળ” શબ્દો સંબંધી જ સંખ્યાકાર્ય સિદ્ધ થઈ શકશે, મૂર્ત્તિ વગેરે શબ્દમાં સંખ્યાકાર્ય સિદ્ધ થઈ શકશે નહીં. આ પ્રમાણેનું નિયમસૂત્ર અમારા માટે (કૈયટ માટે) બની શકતું નથી. “વહુ” અને “ગળ” શબ્દમાં સંખ્યાકાર્ય ભિન્ન સૂત્રથી જ સ્વયં સિદ્ધ થઈ શકે છે. માટે નિયમસૂત્ર સમજવું એ યોગ્ય નથી આવું કૈયટ કહી રહ્યા છે.