________________
સૂ૦ ૧-૧-૪૦
૭૨૨ જ્યારે વિધેયકોટિમાં દીર્ઘવિધિ આવશે તથા “રૂન્ - - પૂષાર્થ: શિયોઃ” (૧/૪/૮૭) સૂત્રમાં રહેલ ઉદ્દેશ્યતાકોટિનો ધર્મ (૧/૪/૮૫) સૂત્રમાં પણ સમાવેશ પામતો હતો. પણ (૧/ ૪૮૭) સૂત્રમાં ઉદેશ્યકોટિમાં જે ધર્મ (ફન અંતવાળું નામ, હેનું અંતવાળું નામ તથા પૂષન અને અર્થમનું શબ્દ તેમજ શિ તથા સિ નિમિત્તવાળા આ બધા નામો સમજવા) છે, તે (૧/૪/૮૫) સૂત્રમાં રહેલ ઉદ્દેશ્યકોટિના ધર્મથી સંકોચ પામ્યો છે. અર્થાત્ (૧/૪/૮૫) સૂત્રમાં ઉદ્દેશ્યતા અવચ્છેદક એવો વ્યાપકધર્મ હતો જ્યારે (૧/૪/૮૭) સૂત્રમાં રહેલો એવો ઉદ્દેશ્યતાનો અવચ્છેદક ધર્મ વ્યાપ્યધર્મ બનશે. આથી સંકોચ થવાને કારણે ત્યાં નિયમસૂત્ર બનશે.
પરંતુ ચાલુ સંજ્ઞાસૂત્રમાં “ ત્યા સ ” સૂત્ર બનાવીને “વહુ નમ્" એ પ્રમાણે બીજું સંજ્ઞાસૂત્ર બનાવવામાં આવે તો એ પ્રમાણેનો સંકોચ થઈ શકતો નથી. વળી “મા ” શબ્દની અનુવૃત્તિ પણ કરવી પડે છે. આથી ઘણું જ ગૌરવ થાય છે. માટે સા સંજ્ઞા સંબંધી બે સૂત્ર પ્રથમ પક્ષમાં કહેવામાં આવ્યા તે બરાબર નથી. - બીજા પક્ષમાં સંજ્ઞાસૂત્ર જ બનાવવામાં આવ્યું છે, પરંતુ અહીં સાહચર્યનું આલંબન લેવામાં આવ્યું છે. એક, બે વગેરે સંખ્યામાં જે અર્થ રહેલો છે, એવા જ અર્થના વાચક “વહુ અને “” શબ્દો પણ સંખ્યા તરીકે લઈ શકાશે અર્થાત્ સંખ્યાત્વ સ્વરૂપ અર્થની સમાનતાથી જેમ એક, બે વગેરેને સંખ્યા તરીકે સમજી શકાય છે એ જ પ્રમાણે સંખ્યાત્વ સ્વરૂપ અર્થવાળા “વહુ” અને “”ને પણ સંખ્યા તરીકે લઈ શકાશે. આ પ્રમાણે સાહચર્યના આલંબનથી સંખ્યાને વ્યાપક એવા અર્થવાળા જ “વહુ” અને “ના” શબ્દને પણ ગ્રહણ કરી શકાશે. વળી સંખ્યા સંબંધી કાયના તે તે સૂત્રોમાં જેમ સંખ્યા સંજ્ઞાવાળા “વહુ”, “1” વગેરેને લઈ શકાશે. તેમ લોકપ્રસિદ્ધ એવી એક વગેરે સંખ્યાને ગ્રહણ કરવા માટે મોટી સંજ્ઞા કરવામાં આવી તથા મોટી સંજ્ઞા કરવાના સામર્થ્યથી સંધ્યા શબ્દના યોગાર્થને ગ્રહણ કર્યો, તે આ પ્રમાણે કર્યો છે જેમાં જેમાં ગણતરી કરવા સ્વરૂપ અર્થ હોય તેની તેની સી સંજ્ઞા થશે. આ રીતે યોગાર્થને ગ્રહણ કરવાથી પણ એક, બે વગેરે સંખ્યાને ગ્રહણ કરી શકાય છે; પરંતુ “વહુ” વગેરેને ગ્રહણ કરી શકાતા નથી. આથી “વહુ” વગેરેને ગ્રહણ કરવા હોય તો યોગાર્થનો ત્યાગ કરીને નવા અર્થને ગ્રહણ કરવો પડે છે. આમ થવાથી સંધ્યા શબ્દના અર્થનો બોધ કરવા માટે સંસ્થા શબ્દમાં બે શક્તિ માનવી પડે છે. નિયતવિષયવાળી એક વગેરે સંખ્યાનો બોધ કરવા માટે એક શક્તિ માનવી પડશે તથા અનિયતવિષયવાળા “વહુ” અને “બ” વગેરેનો બોધ કરવા માટે બીજી શક્તિ માનવી પડશે. આ પ્રમાણે બે કાર્યકારણભાવ જુદી જુદી સંખ્યાઓનો બોધ કરવા માટે માનવા પડશે. આ પ્રમાણે ઘણી કલ્પનાઓ કરવા દ્વારા ગૌરવ થાય છે. અમે “આંતુ સાવ” અને “વહુ-TM બેરે” આ બે સૂત્રોની રજૂઆત કરી છે, આથી અમને કોઈ કઠિનાઈ નથી.