________________
૭૦૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ સામને વાની ઘડી રેં ચદ્ર વી ટૂકડી રહતા હૈ !” આ વાક્યમાં સ્ત્રીના મુખને સંપૂર્ણપણે ચન્દ્ર કહી દેવામાં આવે છે, પરંતુ આવું કહેવા પાછળ કંઈક પ્રયોજન હોય છે. કોઈ સ્ત્રીની સુંદરતામાં અધિકતા બતાવવાનું પ્રયોજન હોય ત્યારે આધુનિકી લક્ષણા કરવામાં આવે છે. અહીં પણ વૃત્તિઃ ' પ્રયોગ આપેલ છે. તેના દ્વારા એવું જણાય છે કે સામે રહેલા યજ્ઞદત્તમાં બ્રહ્મદત્તના અસાધારણ ધર્મ જણાવવાનું પ્રયોજન પ્રાપ્ત થાય છે. આ વસ્તુ ‘વ્રત્ત-સશ:' અથવા તો વ્રત્તિવત્' વગેરે શબ્દોથી જણાઈ શકશે નહીં. જો સાદૃશ્યધર્મ બતાવવો હશે તો અન્ય સ્વરૂપથી પણ જણાઈ જશે અર્થાત્ “વત્' પ્રત્યય દ્વારા પણ જણાઈ જશે. પરંતુ આધુનિકી લક્ષણામાં તો કોઈકને કોઈક પ્રયોજન અવશ્ય બતાવવું પડશે. જે ‘ડઆંતુ સા ' સૂત્રમાં રહેલા “સા ' શબ્દમાં જણાતું નથી. આધુનિકી લક્ષણા મુખ્યતયા કાવ્યોમાં જોવા મળે છે. અહીં વ્યાકરણમાં તો કંઈક વિધાન કરવાનું હોવાથી આધુનિકી લક્ષણાની આવશ્યકતા નથી. માટે ‘હત્ય, સંધ્યા' આટલું જ સૂત્ર જરૂરી નથી, પરંતુ ‘ડત્ય, સાવત્' સૂત્ર જ યોગ્ય છે.'
(श० न्यासानु०) अयं भावः-आधुनिकलक्षणास्थले व्यञ्जनाद्वारा शक्यगतासाधारणधर्मबोधनरूपं प्रयोजनं भवति, व्यञ्जनाजन्यबोधोऽपि चमत्कारविशेषाधायकः, यथा-'गङ्गायां घोषः' इत्यत्र प्रवाहरूपशक्यार्थबाधेन लक्षणया तीरार्थे प्रत्याय्यमाने व्यञ्जनया गङ्गागतशैत्यपावनत्वादिबोधः, नहि 'चैत्रो बलीवर्दः' इति प्रतिपादने यश्चमत्कारश्चकास्ति स चैत्रो मूर्ख इति वचने । इत्थं च प्रयोजनाऽनुरूपमब्रह्मदत्ते लक्षणया ब्रह्मदत्तस्य प्रयोगेऽपि प्रकृते वद्धटितं "डत्यतु सङ्ख्यावत्" इति सूत्रकरणमेव युक्तम् ॥३९॥
અનુવાદ - આધુનિકી લક્ષણા સ્થળમાં વ્યંજના શક્તિ દ્વારા શક્યાર્થને વિશે રહેલા અસાધારણ ધર્મ જણાવવારૂપ પ્રયોજન હોય છે. દા.ત. “ યાં પોષ:” અહીં ગંગા પદનો લક્ષણા સંબંધથી ગંગાતી અર્થ કરવામાં આવે છે અને આમ કરીને શક્યાર્થ સ્વરૂપ ગંગાપ્રવાહનો ત્યાગ કરવામાં આવે છે તેમજ વ્યંજના દ્વારા શક્યાર્થ એવાં ગંગાપ્રવાહમાં રહેલાં શીતળતા, પવનેપણું વગેરે અસાધારણ ધર્મો લક્ષ્યાર્થમાં જણાવવાનું પ્રયોજન પણ છે તથા જ્યાં જ્યાં વ્યંજનાથી જન્ય બોધ હોય તો તેવો બોધ પણ આશ્ચર્યવિશેષને કરનારો થાય છે. જો આશ્ચર્યવિશેષની પ્રાપ્તિ ન થતી હોય તો આધુનિકી લક્ષણાથી અર્થબોધ થઈ શકતો નથી. “ચૈત્ર ગધેડો છે” એવું કથન કરવાને વિશે જે આશ્ચર્ય પ્રાપ્ત થાય છે, તેવું આશ્ચર્ય ચૈત્ર મૂર્ખ છે” એવાં પ્રયોગમાં થતું નથી.
આ પ્રમાણે અબ્રહ્મદત્તમાં પણ લક્ષણાથી બ્રહ્મદત્તનો બોધ થતો હોય તો ત્યાં તો “વ” પ્રત્યય વગર પણ બ્રહ્મદત્તમાં રહેલાં અસાધારણધર્મો બ્રહ્મદત્ત ભિન્ન વ્યક્તિમાં જણાવવાનું પ્રયોજન છે; પરંતુ “ડત્ય, સંધ્યા' એવું સૂત્ર બનાવવામાં આવે તો સંખ્યાભિન્ન એવાં “તિ” અને “તું” અંતવાળા પદાર્થમાં સંખ્યા પદાર્થમાં રહેલાં અસાધારણ ધર્મો બતાવવાનું પ્રયોજન હોય એવું