________________
૬૮૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ બાકીના અર્થોનો ત્યાગ થાય છે. પરંતુ એક જ શબ્દમાં ઘણાં બધા અર્થ વિદ્યમાન હોય તથા વ્યક્તિ સંજ્ઞાવાચક અર્થથી અજાણ હોય તો સીધો જ વ્યુત્પત્તિવાચક અર્થ કરવામાં આવે છે. ગામડીયો જ્યારે ‘ોપાલમ્ આનય ।' વાક્ય સાંભળે છે, ત્યારે આ ગામડિયો સંજ્ઞાવાચક ‘ગોપાત્ત’ શબ્દ ન હોવાને કારણે સીધો જ વ્યુત્પત્તિઅર્થનો નિશ્ચય કરે છે. આથી ‘સંજ્ઞા અર્થ નથી માટે યૌગિકઅર્થનો નિશ્ચય થાય છે.’ આ પક્ષ પણ યોગ્ય નથી. કારણ કે સંજ્ઞાનો અભાવ હોવાથી યૌગિકઅર્થનો નિશ્ચય કરે છે આ હકીકત જ ભ્રાન્તિવાળી છે. ખરેખર તો સીધો જ યૌગિકઅર્થનો નિશ્ચય અહીં કરવામાં આવે છે.
પૂર્વપક્ષ (પાણિનિજીનો) :- આવી શંકા કરવી નહીં, કારણ કે લોકમાં પણ કોઈક વ્યક્તિનું નામ ગોપાલક પાડ્યું હોય આથી એ વ્યક્તિમાં ગોપાલક સંજ્ઞાનું નિયમન કરાયે છતે એ વ્યક્તિની અન્ય સંજ્ઞા થઈ શકશે નહીં અર્થાત્ પ્રસિદ્ધ એવી ગોપાલક વ્યક્તિની મહેશ વિગેરે સંજ્ઞા થઈ શકશે નહીં; પરંતુ જે વ્યક્તિની ગોપાલક સંજ્ઞા પડી હોય એ ગોપાલકસંજ્ઞા કાંઈ યૌગિક અર્થનો બાધ ક૨શે નહીં અર્થાત્ ગોપાલકનો યૌગિક અર્થ તો જે હશે તે બતાવશે જ. નિયમ હમેશાં સમાન પ્રકારક વિષયવાળા અન્યનું નિવર્તન કરે છે, પણ વિજાતીયનું નિવર્તન કરતો નથી.
**
આ પ્રમાણે ક્યાંય પણ કૃત્રિમના ગ્રહણમાં કૃત્રિમપણું સિદ્ધ થતું નથી. આથી આપે “કૃત્રિમાત્રિમયો:...' .” ન્યાયનો સહારો લઈને માત્ર “રુતિ” અને “તુ” અંતવાળું નામ જ તે તે સૂત્રોમાં સંખ્યા શબ્દથી ગ્રહણ કરી શકાશે તથા લોકપ્રસિદ્ધ સંખ્યાને ગ્રહણ કરવા માટે સંજ્ઞિકોટિમાં સંખ્યા શબ્દનો સમાવેશ કરવો પડશે એવું કહ્યું, પરંતુ અમારા મતે તો સંશ્ચિકોટિમાં સંખ્યા શબ્દનું ગ્રહણ યોગ્ય નથી. આ પ્રમાણે એક વગેરેની સંખ્યા સંજ્ઞા કર્યા સિવાય પણ તે તે’સૂત્રોના સંખ્યા સંબંધી કાર્યોમાં લોકપ્રસિદ્ધ એવી એક, બે વગેરે સંખ્યા ગ્રહણ કરી શકાશે જ.
(श० न्यासानु० ) अथ मा स्म भवत् कृत्रिमत्वं कृत्रिमग्रहणे कारणम्, अर्थो वा प्रकरणं वा लोकेऽर्थविशेषनिवृत्तिमुखेनार्थविशेषप्रतिपत्तिकारि तु सादरमभ्युपेयते भवताऽपि; अङ्ग हि शास्त्रेऽपि सति प्रकरणेऽर्थविशेषः प्रतिपद्यताम्, डत्यन्तादीनां सङ्ख्यासंज्ञा कृतेति बुद्धिसन्निधिरूपं प्रकरणं प्रकृतेऽपि जागर्ति । अयं भावः - यस्मिन् शब्देऽनेकशक्तिस्तत्र कीदृशशक्तिज्ञानाधीनबोधनेच्छया वक्त्रोच्चारितमिति श्रोतुर्निश्चयाभावः, शाब्दबोधे च समानविषयकतात्पर्यनिश्चयस्य कारणत्वात् तन्निश्चयाभावे शाब्दबोधानुपपत्तौ प्राप्तायां प्रकरणादिना तात्पर्यनिर्णयः, तन्निर्णये च शाब्दबोध उपपद्यते । एवं च सङ्ख्यादिपदे एकत्वादिनिरूपिता लौकिकी शक्तिः, इतिप्रत्ययान्तादिनिरूपिता च शास्त्रीया शक्तिरस्तीति कीदृशार्थबोधनेच्छया " सङ्ख्या-डतेश्चाशत् ० "