________________
સૂ૦ ૧-૧-૩૯
૭૦૦ સૂત્ર બનાવશો તો આવા અતિદેશસૂત્રમાં (“વ” પદ ઘટિત) પણ સંખ્યાપદ સંબંધી કંઠ, તાલુ અભિઘાતથી પ્રયોજાતા એવાં ગૌરવનો ત્યાગ કરાય છે. ટૂંકમાં “ડત્ય, સંધ્યા” સૂત્ર બનાવવા દ્વારા આપના વડે સંજ્ઞાસૂત્ર પક્ષમાં સંધ્યા સંબંધી પદનાં ગૌરવનો ત્યાગ કરાયો છે તથા અતિદેશસૂત્ર બનાવવામાં આવે ત્યારે જે ગ્રહણ કરેલા “વ” પદનું ગૌરવ હતું એ ગૌરવનો પણ “ ત્યતુ સંધ્યા' સૂત્ર બનાવવા દ્વારા ત્યાગ કરાયો છે. આવા ગૌરવનો ત્યાગ કરીને પણ ગોળગોળ ફેરવનાર એવાં મનોગૌરવને (બુદ્ધિનાં વ્યાયામને) આપ સહન કરો છો. જે અમે
“કૃત્રિમાત્રિમયો:” ન્યાય આદરનું સ્થાન હોવા છતાં પણ આદર કરાતો નથી” વગેરે લખાણો દ્વારા થોડીવાર પહેલાં જ જણાવી ગયા છીએ.
ખરેખર તો અતિદેશસૂત્ર બનાવવામાં “વ” પદ લખવા દ્વારા કંઠ, તાલુનાં અભિઘાતથી કરાતું એવું ગૌરવ એ ગૌરવ જ નથી. આપના મતે “મનનું ગૌરવ એ ગૌરવ નથી” એ પ્રમાણે જાણે કે રાજાની આજ્ઞા છે અર્થાત્ આપની ઇચ્છા પ્રમાણે મનનાં ગૌરવને ગૌરવ ન માનવું એ બરાબર નથી. આમ ઘણા બધા મનનાં ગૌરવને સહન કરવું એના કરતાં તો લાઘવથી સંખ્યાપદ પ્રહણ કરવા દ્વારા સંજ્ઞાસૂત્ર બનાવવામાં આવે તે વધારે ઉચિત છે. તથા આગળ વધીને કહીએ તો સંખ્યાપદ ગ્રહણ ન કરીને વત્ ઘટિત એવું અતિદેશસૂત્ર જ યોગ્ય છે; આમ “રુચતુ સંધ્યાવ” સૂત્ર જ યોગ્ય છે, એવું અમે અવલોકન કરીએ છીએ.
(श० न्यासानु०) नन्वतिदेशसूत्रत्वाङ्गीकारेऽपि "डत्यतु सङ्ख्या" इत्याकारकं वद्रहितमेव सूत्रमस्तु, भवति हि वत्प्रत्ययमन्तरेणाप्यतिदेशावगतिः यथा-ब्रह्मदत्तभिन्ने ब्रह्मदत्तगतगुणसदृशगुणानालोक्य 'एष ब्रह्मदत्तः' इति यदा कश्चित् प्रयुङ्क्ते तदा अब्रह्मदत्तं ब्रह्मदत्त इत्ययमाह तेन मन्यामहे-ब्रह्मदत्तवदयं भवतीति श्रोता निश्चिनोति, तथा इहापि नियतविषयपरिच्छेदहेतुरूपसङ्ख्याभिन्ने त्रित्वादिसङ्ख्याव्यापकाखण्डोपाधिरूपबहुत्वविशिष्टादिवाचकबह्वादौ सङ्ख्याप्रयुक्तकार्यभाक्त्वरूपसादृश्यप्रतिसन्धानेन "डत्यतु सङ्ख्या" इति प्रतिपादनात् सङ्ख्यावदिति प्रत्ययो भविष्यतीति चेत् ।
અનુવાદ:-પૂર્વપક્ષ:- અતિદેશસૂત્ર પક્ષનો તમે સ્વીકાર કરો તો પણ “રુત્યસંધ્યા” એવાં સ્વરૂપવાળું “વત્” પદરહિત જ સૂત્ર બનાવવું જોઈએ. કારણ કે “વ” પદ વિના પણ અતિદેશનો બોધ થાય જ છે. દા.ત. બ્રહ્મદત્તથી ભિન્ન એવાં યજ્ઞદત્તમાં બ્રહ્મદત્તનાં ગુણોની સમાનતા જોઈને કોઈ કહે છે કે, આ બ્રહ્મદત્ત છે. ત્યારે સાંભળનાર વ્યક્તિ પણ અબ્રહ્મદત્તને જોઈને આ બ્રહ્મદત્ત છે એવું સામેવાળો માણસ કહે છે તેવું સાંભળે છે અને તે સમયે શ્રોતા નક્કી કરે છે કે આ યજ્ઞદત્ત પણ બ્રહ્મદત્ત જેવો છે. આમ બ્રહ્મદત્તથી ભિન્ન વ્યક્તિમાં પણ બ્રહ્મદત્તનાં ગુણોની સમાનતાનો આરોપ કરીને “આ બ્રહ્મદત્ત જેવો જ છે” એવો બોધ કરવામાં આવે છે.