________________
સૂ૦ ૧-૧-૩૯
૬૮૮
છે. આ પ્રમાણે કોઈ ચોક્કસ ન્યાયના આલંબન વિના આ ગામડીયાએ પ્રસિદ્ધ એવા ગોવાળનો નિશ્ચય કર્યો કહેવાશે.
(श० न्यासानु० ) रूढेर्योगापहारकत्वेन संशयपक्ष उक्तो न युक्त इति तु न शक्यम्, तत्तत्पुरुषं प्रति प्रसिद्धरूढ्यर्थस्यैव योगापहारकारित्वात् । संज्ञाप्रकरणस्य नियमार्थत्वाद् योगा-र्थमादाय निश्चयपक्षोऽप्युक्तो न युक्तो भ्रमत्वादित्यपि न शङ्कनीयम्, लोके हि गोपालकादिशब्दः संज्ञिनि नियम्यमानः संज्ञान्तरं मा बूबुधत्, क्रियानिमित्तं प्राप्तमर्थं तु न कथं बोधयेद् नियमस्य सजातीयविषयत्वात्, तथा च कृत्रिमत्वं न भवति कारणं कृत्रिमग्रहण इति संज्ञिकोटौ सङ्ख्याग्रहणं नोपादेयतामर्हति, अन्तरेणापि संज्ञाकरणमेकादिका सङ्ख्या प्रदेशेषु ग्रहीष्यत इति ।
અનુવાદ :- ઉત્તરપક્ષ (આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજીનો) :- “યોાત્ રૂઠે: વલીયસી” એવો ન્યાય છે અને આવો ન્યાય હોવાથી જ સંજ્ઞાવાળા એવા ગોપાલક નામની વ્યક્તિનો બોધ ગામડીયાને થઈ જવો જોઈએ, એને બદલે ગામડીયાને સંશય શા માટે થયો ? અર્થાત્ સંશય ન જ થવો જોઈએ.
પૂર્વપક્ષ (પાણિનિજીનો) :- આપ કહો છો કે “યોાત્ રૂઢે..." ન્યાયથી રૂઢિવાચક એવા ગોપાલકનો નિશ્ચય જ ગામડીયાને થઈ જવો જોઈએ, આથી સંશયપક્ષ યોગ્ય નથી; પરંતુ આવી શંકા કરવી જોઈએ નહીં. પ્રસિદ્ધ એવો રૂઢિઅર્થ વિદ્યમાન હોય તો એવો રૂઢિઅર્થ જ યૌગિક (વ્યુત્પત્તિ) અર્થને દૂર કરી શકશે. દા. ત. ‘જગદીશ મને બહુ જ સહાય કરે છે.’ હવે આ વાક્ય જગદીશ નામની કોઈક વ્યક્તિ કોઈક પરિવારમાં રહેતી હોય અને એ પરિવારના અનુસંધાનમાં જ કોઈક વ્યક્તિ ઉપરોક્ત વાક્ય બોલે તો આવી પરિસ્થિતિમાં રૂઢિઅર્થ વ્યુત્પત્તિઅર્થનો બાધ કરશે. અર્થાત્ આ વાક્યને સાંભળનાર પરિવાર માટે સૌ પ્રથમ પ્રસિદ્ધ એવો જગદીશ પદાર્થ જ ઉપસ્થિત થશે, પરંતુ નાત: ફૈશ તિખાવીશઃ ।' એ પ્રમાણે પરમાત્મા સ્વરૂપ અર્થ તે વ્યક્તિઓ સમજતાં નથી. આથી અહીં પ્રસિદ્ધ એવો રૂઢિઅર્થ હોવાથી આ રૂઢિઅર્થ યૌગિકઅર્થનો બાધ કરે છે, પરંતુ સામાન્યથી કોઈક વ્યક્તિ કહે કે ‘જગદીશ મને બહુ સહાય કરે છે.’ ત્યારે કાંઈ રૂઢિઅર્થ અને યૌગિકઅર્થને વિચારીને તાત્પર્યનો નિર્ણય કરતાં નથી. અહીં તો સીધો જ જગદીશ શબ્દનો પ૨માત્મા સ્વરૂપ યૌગિકઅર્થ જ સમજી લે છે. અહીં કંઈ ‘યોાત્ રૂઢે: વલીયસી' ન્યાય પ્રવર્તતો નથી. માટે જ ઉપરોક્ત સ્થળમાં ગામડીયાને સંશય થવો સ્વાભાવિક હતો. કારણ કે ‘યોગાત્ દે: વત્તીયી' ન્યાય ગામડીયાને માટે પ્રવર્તતો નથી.
ઉત્તરપક્ષ (શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યજીનો) :- સંજ્ઞા પ્રકરણ નિયમને માટે છે. જ્યાં એક શબ્દના ઘણાં બધા અર્થ થતાં હોય ત્યારે એ શબ્દથી કોઈક ચોક્કસ પદાર્થની સંજ્ઞા કરવામાં આવે તો