________________
સૂ૦ ૧-૧-૩૯
६८६ અનુવાદ પૂર્વપક્ષ (પાણિનિજીનો) - લોકમાં કૃત્રિમ અર્થવાળા શબ્દોના પ્રહણમાં માત્ર કૃત્રિમપણું જ કારણ નથી. અર્થથી અથવા તો પ્રકરણથી પણ અર્થ નિયંત્રિત કરાતો હોવાથી બધે જ કૃત્રિમ અર્થવાળો શબ્દ ગ્રહણ કરાતો નથી. આમ “કૃત્રિમાત્રિમયો..” ન્યાયથી બધા જ સ્થાનોમાં કૃત્રિમ અર્થવાળો એવો શબ્દ જ ગ્રહણ કરાય છે એવો નિયમ નથી. કેટલીક વાર અર્થથી કૃત્રિમ અર્થવાળો શબ્દ ગ્રહણ કરાય છે. તે આ પ્રમાણે છે : અર્થ એટલે સામર્થ્ય અને સામર્થ્ય એટલે સંબંધ વિશેષ. દા.ત. તું ગોપાલકને લાવ, તે માણવકને ભણાવશે. અહીં જે વ્યક્તિને આવી આજ્ઞા કરવામાં આવી છે, તે વ્યક્તિ લૌકિક અર્થવાળા ગાયનું પાલન કરનાર એવા ગોવાળને લાવતી નથી. કારણ કે એવી વ્યક્તિમાં ભણાવવાનું સામર્થ્ય હોતું નથી.આથી જે વિદ્વાન હોય એવી ચોક્કસ ગોપાલક નામની કોઈક વ્યક્તિને તે બોલાવશે. આ પ્રમાણે અર્થવિશેષથી અહીં કૃત્રિમ અર્થવાળા ગોપાલક સંજ્ઞાવાળા એવા કૃત્રિમ શબ્દનું ગ્રહણ કરાયું છે.
તે જ પ્રમાણે પ્રકરણથી પણ ચોક્કસ અર્થવાળા શબ્દોનો પ્રયોગ જ તે તે વાક્યોમાં થાય છે અને એ પ્રમાણે પ્રકરણના સામર્થ્યથી અકૃત્રિમ અર્થવાળા શબ્દો જ ગ્રહણ કરાય છે. દા.ત. ભોજનનું પ્રકરણ હોય ત્યારે સૈન્ધવને તું લાવ એવું કહેવામાં આવે ત્યારે લવણને (મીઠાંને) લાવવામાં આવે છે તથા ગમનનું પ્રકરણ હોય ત્યારે સૈધવ શબ્દથી ઘોડાનો અર્થ નક્કી કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રકરણથી અકૃત્રિમ અર્થવાળા એવા સૈન્ધવ શબ્દનું જ અહીં ગ્રહણ કરાય છે; પરંતુ “કૃત્રિમાત્રિમયોઃ” ન્યાયથી કૃત્રિમ અર્થવાળો “સૈન્ધવ” શબ્દ ગ્રહણ કરાતો નથી. આ પ્રમાણે કોઈક ચોક્કસ અર્થવાળો શબ્દ લેવો એવું અર્થ પ્રકરણ વગેરેથી નક્કી થશે; પરંતુ “કૃત્રિમાકૃત્રિમયો..” ન્યાયથી નહીં.
જ્યારે જ્યારે અકૃત્રિમ અર્થવાળો શબ્દપ્રયોગ આવશ્યક હોય તથા તે પરિસ્થિતિમાં એ શબ્દના અનેક અર્થ થતાં હોય તો શક્ય તરીકે અનેક પદાર્થોનો બોધ એ શબ્દ દ્વારા થવાની શક્યતા ઉપસ્થિત થશે. આથી કયા પદાર્થ વિષયક શાબ્દબોધ થશે ? એવો સંશય થશે. આ સંજોગોમાં સંયોગ, વિપ્રયોગ વિગેરે કોઈપણ એક સહાયક થઈને તે તે વાક્યના શાબ્દબોધમાં ઉપયોગી એવા અર્થને જણાવશે. (સંયોગ, વિપ્રયોગ, સાહચર્ય વગેરેનું વિસ્તારથી વર્ણન અમે (૧/૧/ ૨૬) સૂત્રમાં કરી ગયા છીએ. માટે ત્યાંથી તેનો બોધ ઉપસ્થિત કરી લેવો.).
(श० न्यासानु० ) यद्यपि रूढेर्योगापहारकत्वमित्यप्यत्र सम्भवति, तथापि प्रकरणादिसहकृतस्य योगस्यापि बलीयस्त्वमित्यभिप्रेत्येदमवगन्तव्यम् ।
અનુવાદઃ- (પૂર્વપક્ષ ચાલુ) :- જે પ્રમાણે “વૃત્રિમકૃત્રિમયોઃ” ચાયથી માત્ર કૃત્રિમનું જ પ્રહણ થાય છે એવું તમે (આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યનો પૂર્વપક્ષ) કહો છો, એની સામે અમે કહ્યું કે અર્થ, પ્રકરણ વગેરેથી અકૃત્રિમ અર્થ પણ ગ્રહણ કરી શકાય છે. આ જ પ્રમાણે