________________
સૂ૦ ૧-૧-૩૯
૬૯૪ ઓળખાયેલું શક્તિજ્ઞાન આપણામાં પણ સંભવે છે. આથી આપણા જેવાઓના બોધથી પણ બધા જ પદો બધા અર્થના વાચક છે, એવો સિદ્ધાંત અવરોધ પામતો નથી.
ઉત્તરપક્ષ (મારે) :- ઉપર પ્રમાણે કહેવું નહીં. શક્તિજ્ઞાન જેવા ધર્મથી થયું હોય તેવા જ ધર્મથી શાબ્દબોધ થશે. શક્તિજ્ઞાન જો ધૂમત્વધર્મથી થાય તો શાબ્દબોધ પણ સામાન્યથી જ ધૂમ પદાર્થનો થશે. તથા શક્તિજ્ઞાન જો અર્થત્વધર્મથી થાય તો અર્થત્વધર્મથી માત્ર અર્થસામાન્યનો બોધ થશે, પરંતુ ઘટ, પટ વગેરે વિશેષનો બોધ થઈ શકશે નહિ. શાબ્દબોધમાં સમાન પ્રકારથી જ કાર્યકારણભાવ સ્વીકારાયો હોવાથી ઉપરોક્ત હકીકતો અમે લખી છે. આથી ધૂમત્વ વગેરે વિશેષ ધર્મ શાબ્દબોધમાં જણાતા નથી. હવે વિશેષ ધર્મવાળા પદાર્થોનો બોધ જો ન થતો હોય તો કેવી રીતે મનાય કે આપણા જેવાને બધા જ અર્થોનો બોધ થઈ શકે છે? જ્યાં જ્યાં ઘટત્વ વગેરે ધર્મ છે ત્યાં ત્યાં અર્થત્વધર્મ હોય છે. આમ અર્થત્વધર્મને વ્યાપ્ય તે તે ધર્મો છે. આમ તમામ વિશેષના વાચકો બધા પદો છે. અને આવો બોધ તો આપણા જેવાઓને થતો નથી. આમ ‘સર્વે સર્વાર્થવાવ:' સિદ્ધાંત આપણા જેવા અલ્પ જ્ઞાનીઓ માટે નથી.
હવે જો બધા જ શબ્દો બધા જ અર્થના વાચક બનતા નથી તો આ પરિસ્થિતિમાં સંજ્ઞાસૂત્રો : નિયમસૂત્રો ન બનતાં માત્ર વિધિસૂત્રો જ બને છે. આથી જો “ડત્ય, સંધ્યા' આટલું જ સૂત્ર બનાવવામાં આવે તો અમારા જેવાને “સંખ્યા” શબ્દથી “તિ” અને “તું” અંતવાળું નામ સંખ્યા જેવું થાય છે, એવો જ બોધ થશે. આ સંજોગોમાં (૬/૪/૧૩૦) સૂત્રમાં લખેલા સંખ્યા શબ્દથી માત્ર “તિ” અને “તું” અંતવાળા નામ જ સંખ્યા તરીકે લઈ શકાશે તથા લોકપ્રસિદ્ધ એક વગેરે સંખ્યા લેવા માટે સંન્નિકોટિમાં પણ સંખ્યા શબ્દનું ગ્રહણ આવશ્યક થાય છે. આમ સંજ્ઞાસૂત્રત્વ પક્ષ સ્વીકારવામાં આવે તો પણ સંખ્યા શબ્દનું ગ્રહણ આવશ્યક થાય છે.
(श० न्यासानु०) अत्रैके समादधति-व्याख्यातृपरम्परावगतवक्तृतात्पर्यानुपपत्या प्रकरणादि नाद्रियामहे, तथा सत्युभयमवर्गस्यते-पारिभाषिको डत्यन्तादिलौकिकैकादिका सङ्ख्या चेति । क्वचित् तदनादरफलित एवायं न्यायः *क्वचिदुभयगतिः* इति, अनेन लौकिकालौकिकोभयार्थतात्पर्य शास्त्रे क्वचिदस्तीति बोध्यते । उभयविधबोधस्तु आवृत्तेराश्रयणाद् भविष्यति । एवं च न संज्ञिकोटौ गौरवास्पदीभूतं सङ्ख्याग्रहणं कर्तव्यतां श्रयति ।
અનુવાદ :- અહીં કેટલાક લોકો સમાધાન આપે છે : વ્યાખ્યા કરનારની પરંપરાથી પ્રાપ્ત થયેલી એવી તાત્પર્યની અનુપત્તિ થવાથી પ્રકરણ વગેરેનો અમે આદર કરતા નથી અર્થાત્ વક્તાનું તાત્પર્ય વ્યાખ્યા કરનાર દ્વારા સમજાય છે. આથી જ વક્તાનું તાત્પર્ય શું હતું, તે જણાતું નથી. આ પ્રમાણે વક્તાનું તાત્પર્ય ન જણાવાથી અમે પ્રકરણાદિનો આદર કરતા નથી. અર્થાત્