________________
સૂ૦ ૧-૧-૩૮
૬૨૪
(श०न्या० ) ं उपाधि(धे)रपि पौर्वापर्यस्य लौकिके प्रयोगे नियमाभावात्, स्थितस्यैव हि परत्वस्य शास्त्रेणानुवादात्, शास्त्रस्य विधायकत्वाभावादनुवादकत्वादर्थस्य चोपाधित्वात् तस्य च परत्वासंभवात् परत्वाभावः,
અનુવાદ :- ઉત્તરપક્ષ ચાલુ ઃ- ઉપાધિ પણ પરમાં પ્રયોગ થવાની આપત્તિ થશે નહીં. કારણ કે લૌકિક પ્રયોગોમાં કોને પરમાં મૂકવું તથા કોને પૂર્વમાં મૂકવું, એવો કોઈ નિયમ ન હોવાથી લૌકિક પ્રયોગો પ્રમાણે ઉપાધિ ક્યાંતો ૫રમાં થશે અથવા તો પૂર્વમાં થશે. વ્યાકરણના નિયમથી કદાચ ઉપાધિની પ્રત્યયસંજ્ઞા થઈ પણ જાય તો પણ એકાન્તે પરમાં થવાની આપત્તિ આવશે જ નહીં. શાસ્ત્ર તો સિદ્ધ હકીકતનો અનુવાદ માત્ર કરે છે. પહેલેથી જણાયેલી વાતનું કથન કરવું તે અનુવાદ છે. આથી ઉપાધિ જો ૫૨માં સ્થિત હોય તો પરમાં આવશે. દા.ત. નાથહરિ: પશુ (નાથને હરણ કરવાવાળો પશુ.) ગાયના બે નસકોરામાં જે દોરડુ નાખવામાં આવે છે, તેને નાથ કહેવાય છે. ઉપરોક્ત ઉદાહરણમાં લૌકિક પ્રયોગોમાં ઉપાધિ સ્વરૂપ પશુ શબ્દ પરમાં જ સ્થિત હોવાથી શાસ્ત્રકારો પણ તેને પરમાં જ રાખે છે. દા.ત. કોઈ વ્યક્તિ એમ કહે કે, ‘રાત્રે ભોજન કરવું જોઈએ નહીં’, તો અહીં રાત્રિનો સમય તો જગતમાં પ્રસિદ્ધ જ છે. આ જ પ્રસિદ્ધ સમયનું શાસ્ત્રકારોએ કથન કર્યું હોવાથી વાક્યમાં “રાત્રે” સ્વરૂપ જે પદ છે તે અનુવાદ સ્વરૂપ છે અને ‘ભોજન કરવું જોઈએ નહીં’ એ વિધિ સ્વરૂપ છે. શાસ્ત્ર ક્યારેય નવું વિધાન કરી શકતું નથી. શાસ્ત્ર તો માત્ર સિદ્ધ હકીકતોને જ જણાવે છે. અર્થવિશેષ ઉપાધિ હોય છે તેનું ૫૨૫ણું સંભવતુ નથી. માટે ઉપાધિમાં પરત્વનો અભાવ થાય છે. “વૃત્તિરિ:” એ શબ્દ છે, જ્યારે આ શબ્દનો અર્થવિશેષ પશુ સ્વરૂપ પદાર્થ છે, જે ઉપાધિ સ્વરૂપ છે અને આવા અર્થવિશેષમાં ૫૨૫ણું સંભવી શકતું નથી. અર્થ એ તો વાચકના વાચ્ય સ્વરૂપ હોય છે અને તે વાચક દ્વારા વાચ્ય-વાચકભાવ સંબંધથી જણાય છે માટે ઉપાધિમાં પરત્વનો અસંભવ હોવાથી ઉપાધિ પ્રત્યય બનશે તો પણ પર થવાનો દોષ આવશે નહીં.
(श०न्या०) नैवम्-प्रकृत्यादीनां प्रत्ययत्वे परत्वादिदोष:, तथाहि -प्रकृति-प्रत्यययोः (पर्यायेण) परस्परापेक्षं परत्वं स्यात्, यदि वा शब्दान्तरापेक्षं प्रकृतेः, प्रकृत्यपेक्षं तु प्रत्ययस्येति, उपपदस्यापि परत्वात् “प्रथमोक्तं प्राक्” [३.१.१४८. ] इति राजपुरुषादिषु सावकाशं बाधित्वा परत्वं स्यात्, (भोक्तुं व्रजतीत्येव च नित्यं स्यात्, न तु व्रजति भोक्तुमिति) उपाधिवाचिनोऽप्यनियमे પ્રાપ્તેઽયં નિયમ: (પ્રાસે ‘‘પર:’’ કૃતિ નિયમ:) ચા- યઃ પ્રત્યય: સ પર * કૃતિ પરિભાષળાત્ ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- પ્રકૃતિ વગેરેમાં જો પ્રત્યયપણું થશે તો પરત્વ વગેરે દોષ આવશે જ. તે આ પ્રમાણે આવશે : પ્રકૃતિ અને પ્રત્યય બંનેનું એકબીજાની અપેક્ષાવાળું પ૨પણું થશે.