________________
૬૫૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
એકશેષ સમાસ અને દ્વન્દ્વ સમાસનો અભાવ બતાવ્યો છે, તે માત્ર સંધ્યેય સ્વરૂપ સંખ્યાવાચક શબ્દો હોય તેનાં સંબંધમાં જ છે. સંખ્યાવાચક શબ્દો બે સ્વરૂપવાળા છે. (૧) સંખ્યા સ્વરૂપવાળા અને (૨) સંધ્યેય સ્વરૂપવાળા. જ્યારે સંખ્યા અન્ય પદાર્થનું વિશેષણ બને ત્યારે સંધ્યેય સ્વરૂપ અર્થવાળી સંખ્યા કહેવાય છે તથા સંખ્યાવાચક શબ્દ સ્વયં પોતાની સંખ્યાને જ જણાવે છે ત્યારે સંખ્યા સ્વરૂપ અર્થવાળા કહેવાય છે.
દા.ત. “ વાત:” અહીં “” શબ્દ બાળકનાં વિશેષણ સ્વરૂપ છે. આથી બાળકમાં રહેલાં એકત્વધર્મને બતાવે છે. આથી “પ”નો પોતાનો કોઈ સ્વતંત્ર અર્થ નથી. માટે આવો ‘“” શબ્દ સંધ્યેય સ્વરૂપ કહેવાય છે. વળી “” શબ્દ સ્વયં જ્યારે સંખ્યાને જ જણાવનાર હશે અર્થાત્ વિશેષ્ય સ્વરૂપ જ હશે ત્યારે “” શબ્દ સંખ્યા સ્વરૂપ કહેવાશે.
આ પ્રમાણે સંધ્યેય સ્વરૂપ એવાં સંખ્યાવાચક શબ્દોમાં દ્વન્દ્વ સમાસનો નિષેધ ક૨વામાં આવ્યો છે, પરંતુ સંખ્યા સ્વરૂપ અર્થને જણાવનાર એવાં સંખ્યાવાચક શબ્દોમાં દ્વન્દ્વ સમાસ અથવા તો એકશેષ સમાસનો નિષેધ કરવામાં આવ્યો નથી. આથી જ આચાર્યભગવંતશ્રી હેમચંદ્રાચાર્યએ ‘‘સ્થાવાવ-સધ્યેય:” (૩/૧/૧૧૯) સૂત્રમાં લખ્યું છે કે, સંધ્યેયવાચક શબ્દોમાં દ્વન્દ્વ સમાસ નથી થતો, એવું કહ્યા પછી સંખ્યા સ્વરૂપ અર્થને જણાવનાર સંખ્યાવાચી શબ્દોનો તો દ્વન્દ્વ સમાસ થાય જ છે, એવું કહ્યું છે. આથી જ “વિંશતિ” વગેરે શબ્દો જ્યારે સંખ્યા૫૨ક હશે ત્યારે “વાં વિશતી” તથા “નવાં વિશતયઃ" એ પ્રમાણે એકશેષવાળાં પ્રયોગો સાધુ મનાય છે એટલે કે “ગાયની બે વીશી” અને “ગાયની ત્રણ વીશી’’ એ પ્રમાણે અર્થ થશે. અહીં ‘“વિશતી’’નો અર્થ ‘ચાલીસ’” થશે તેમજ “વિશતયઃ”નો અર્થ “૬૦” (સાઠ) થશે, પરંતુ જ્યારે “વિશતિ” વગેરે શબ્દો સંખ્યેય સ્વરૂપ અર્થવાળા હશે ત્યારે “વિશતિ: ગાવ:' પ્રયોગ સાધુ પ્રયોગ કહેવાશે, પરંતુ ‘“વિશતી નાવ:” તથા “વિશતય: વ:” આવાં પ્રયોગો સાધુ પ્રયોગ કહેવાશે નહિ. આથી જ કોષકાર કહે છે કે, સંધ્યેય અને સંખ્યામાં રહેલી ‘‘વિંશતિ” વગેરે બધી સંખ્યા હંમેશા એકવચનમાં જ આવે છે અર્થાત્ “વિશતિ” વગેરે તમામ સંખ્યાઓ સંધ્યેયમાં હશે અથવા તો સંખ્યામાં હશે તો પણ હંમેશાં એકવચનમાં જ આવશે.
''
(श० न्यासानु० ) सङ्ख्यार्थे द्विबहुत्वे स्तः०" इति सङ्ख्यापरत्वे एव एकशेषलभ्यं द्विबहुत्वादि प्रतिपादितवान् । एवमेव "द्वयेकयोः" (पाणि० १.४.२२.] इत्यत्र सङ्ख्यापरत्वे द्वन्द्वोऽपि साधुः । प्रकृतेऽपि एकच द्वौ चेति विग्रहे सङ्ख्यापरतायां द्वन्द्वः साधुरेव ।
અનુવાદ :- ઉત્તરપક્ષ (ચાલુ) :- પરંતુ, ‘વિંશતિ' વગેરે જ્યારે સંખ્યા સ્વરૂપ અર્થમાં હશે ત્યારે જ દ્વિવચન અને બહુવચન થશે. આ પ્રમાણે સંખ્યા૫૨ક અર્થ હશે ત્યારે જ એકશેષ પ્રાપ્ત થઈ શકશે અને તેથી જ “નવાં વિશતી” તથા ‘નવાં વિશતય:' પ્રયોગોમાં ‘“વિશતિ' શબ્દમાં