________________
સૂ૦ ૧-૧-૩૮
૬૩) ન્યાય પણ છે. પ્રધાન અને અપ્રધાન બંને આવે ત્યારે પ્રધાનમાં કાર્ય પ્રાપ્ત થાય છે.) ઉપરોક્ત ન્યાયો હોવાથી પ્રત્યયસંજ્ઞા પોતાના વિષયને પ્રાપ્ત કરવા માટે (સિદ્ધ કરવા માટે) પ્રધાનની અપેક્ષા રાખે છે. દા.ત. “,” અને “તિન” ધાતુથી “મન” પ્રત્યય થાય છે, એ પ્રમાણે સૂત્ર છે; તો અહીં પ્રત્યયસંજ્ઞા પ્રધાન એવા “મન”ની થાય છે, પરંતુ અપ્રધાન એવા “T,” અને “લત”ની નહીં થાય. પ્રકૃતિ સ્વરૂપ જે “r” અને “તિ” છે, તે પંચમી વિભક્તિથી નિર્દેશ કરાયેલ છે. જ્યારે “ક” સ્વરૂપ પ્રત્યય છે, તે પ્રથમ વિભક્તિથી નિર્દેશ કરાયો છે. જે જે પ્રથમાવિભક્તિથી નિર્દેશ કરાય છે, તે તે પ્રધાન હોય છે. આમ ઉપરોક્ત ન્યાયથી પણ પ્રધાન એવા “સન” વગેરેની જ પ્રત્યયસંજ્ઞા થશે; પરંતુ અપ્રધાન એવી પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા નહીં થાય.
આ સંબંધમાં અમે એક ઉદાહરણ આપીએ છીએ : કોઈક નગરમાં ઘણાં બધા લોકો જતા હોય છે, ત્યારે કોઈક કોઈકને (ચત્રને) પૂછે છે, કોણ જાય છે ? તે સમયે ચૈત્ર જવાબ આપે છે કે, રાજા જાય છે. અહીં ખરેખર તો ઘણાં બધા લોકો જતાં હોય છે; છતાં ચૈત્ર કહે છે કે, રાજા જાય છે. અહીં જ્યારે ચૈત્ર જવાબ આપે છે ત્યારે પૂછનાર અને જવાબ આપનાર બંને સમજી જાય છે કે લોકોના સમૂહ સંબંધી અહીં કોઈ તાત્પર્ય નથી. પૂછનાર પણ પ્રધાનની અપેક્ષાથી પૂછે છે અને જવાબ આપનાર પણ પ્રધાનની અપેક્ષાથી જ પ્રશ્ન પૂછાયો છે એવું માનીને પ્રધાન સંબંધી જ જવાબ આપે છે. આ પ્રમાણે ઉભયને રાજાનો જ બોધ થાય છે. એથી જ જણાય છે કે ઉપરોક્ત ન્યાય હોવો જ જોઈએ.
પૂર્વપક્ષ:- ઉપરોક્ત ઉદાહરણમાં જ્યારે માનવોનો સમૂહ જતો હોય છે ત્યારે પ્રધાન એવો રાજા હોય તો જ માનવોનો સમૂહ જોડાય છે. જો રાજા ન હોત તો માનવોનો સમૂહ પણ ન હોત. આ પ્રમાણે રાજાની પ્રધાનતા સ્પષ્ટપણે જણાય છે; પરંતુ અહીં વ્યાકરણમાં શબ્દ સંબંધી પ્રધાનપણું કેવી રીતે ગણાશે? જેથી પ્રકૃતિને ગૌણ કહો છો અને પ્રત્યયને પ્રધાન કહો છો.
ઉત્તરપક્ષ:- અમે વ્યાકરણમાં પ્રયોજનવડે કરાયેલું પ્રધાનપણે કહીએ છીએ. જેનો જેનો અપૂર્વ ઉપદેશ હોય તેનું તેનું જ પ્રધાનપણું થશે તથા અપૂર્વ ઉપદેશ સ્વરૂપ જે સન વગેરે છે, તેના પ્રયોજનથી જ પ્રકૃતિ વગેરેનું કથન કરવામાં આવ્યું હોય છે. પ્રકૃતિ વગેરે અપૂર્વ ઉપદેશ સ્વરૂપ નથી. પ્રકૃતિ, ઉપપદ અને ઉપાધિનો ઉપદેશ ધાતુપાઠ અને ગણપાઠમાં કરવામાં આવ્યો છે અને એ ગણપાઠ તથા ધાતુપાઠમાં રહેલા શબ્દોનું જ જો સૂત્રમાં આલંબન લેવામાં આવે તો તેઓ પ્રધાન નથી. કારણ કે તે પૂર્વમાં ઉપદેશેલા કહેવાય છે, જ્યારે “સ” વગેરે કોઈક સ્થાનમાં પહેલા ઉપદેશ કરાયેલા નથી, આથી તેઓની પ્રધાનતા થાય છે. આમ વ્યાકરણમાં ઉપરોક્ત પ્રયોજનથી પ્રધાનપણું કરાયું છે.