________________
સૂ૦ ૧-૧-૩૮
૬૩૮ વિના આગમના પ્રયોગનો જ અભાવ હોવાથી પ્રત્યય વિના આગમનો અર્થ જોવા મળતો નથી.
વિકાર અર્થમાં “અ" પ્રત્યય અન્ય પ્રયોગોમાં પણ જોવા મળે છે, જ્યાં આગમ સ્વરૂપ “F"નો અભાવ હોય છે. આથી અપૂર્વ ઉપદેશ સ્વરૂપ “"નું અર્થવાનપણું નક્કી થાય છે; પરંતુ આગમ સ્વરૂપ “”નું અર્થવાનુપણું થતું નથી. આમ આગમનું અનર્થકપણું કહેવાય છે. એ પ્રમાણે અધિકારસૂત્રથી પણ પ્રત્યયસંજ્ઞા સિદ્ધ થાય છે.
ત્રણ પક્ષ દ્વારા પ્રત્યયસંજ્ઞા સિદ્ધ થાય છે. (૧) પંચમીના નિર્દેશથી વિધાન કરાતાં એવા સન્ વગેરેની પ્રત્યયસંજ્ઞા સિદ્ધ થાય છે. (૨) અધિકારસૂત્રથી પણ પ્રત્યયસંજ્ઞા સિદ્ધ થાય છે. અહીં વાક્યભેદથી પ્રત્યયસંજ્ઞા સિદ્ધ થશે. (૩) અન્વર્થસંજ્ઞાનો આશ્રય કરવાથી પણ પ્રત્યયસંજ્ઞા સિદ્ધ થાય છે. આ પ્રમાણે ત્રણેય પક્ષમાં પ્રત્યયસંજ્ઞા સિદ્ધ થાય છે. માત્ર ગૌરવ અને સૂત્રભેદ થાય છે. ત્રણેય પક્ષમાંથી કોઈપણ પક્ષ ક્ષતિ (દોષ) વગરનો નથી. આથી જે પ્રમાણે અમે સૂત્રમાં રજુઆત કરી છે, એ જ પ્રમાણે પ્રત્યયસંજ્ઞા થવી જોઈએ. અહીં અધિકારસૂત્રથી પ્રત્યયસંજ્ઞા કરવામાં આવી છે. આથી અમે અધિકારસૂત્રવાળો પક્ષ જ રાખીએ છીએ.
જો અન્વર્થસંજ્ઞા પક્ષનો આશ્રય કરવામાં આવે તો “અનન્ત” શબ્દને અનુવાદક સમજવો. અન્વર્થસંજ્ઞા પ્રમાણે તો અર્થને જણાવનાર હોય તે પ્રત્યય કહેવાય છે. આથી “બ” વગેરેની પ્રત્યયસંજ્ઞા થશે; પરંતુ આગમ તો અર્થને જણાવનાર નથી માટે આગમની પ્રત્યયસંજ્ઞા થશે નહીં. આથી સૂત્રમાં “અનન્ત' પદની આવશ્યકતા રહેશે નહીં, કારણ કે જો તેની પ્રત્યયસંજ્ઞા થઈ જતી હોય તો જ તેની બાદબાકી કરવી પડે. અહીં પ્રત્યયસંજ્ઞા થતી નથી પછી એને બાદ કરવાની આવશ્યકતા જ નથી; છતાં પણ તેને રજૂ કરવામાં આવ્યું હોય તો તે અનુવાદ તરીકે સમજવું અર્થાત્ સિદ્ધ હકીકતનું માત્ર કથન કરનાર જ “મનન્ત” પદ રહેશે.
જો સૂત્રમાં પંચમી વિભક્તિથી નિર્દેશ કરાયો હશે તેની પ્રત્યયસંજ્ઞા થાય છે એવું કહેવામાં આવશે તો વિધિ શબ્દ અધ્યાહારથી સમજી લેવો. અર્થાત્ પંચમીથી વિધાન કરાતો શબ્દ પ્રત્યયસંજ્ઞાવાળો થાય છે. અહીં વિધિ શબ્દ અધ્યાહારથી લીધો છે. વિધિને બદલે જો નિર્વિષ્ટ શબ્દ અધ્યાહારથી લેવામાં આવે તો “પન્વયથેન નિર્વિષ્ટ શબ્દ” એ પ્રમાણે પંચમી શબ્દની તૃતીયા વિભક્તિ ટીકામાં લખવી પડશે. જેમ અત્યારે બ્રહવૃત્તિટીકામાં વિધીયમાન શબ્દ અધ્યાહારથી લીધો હોવાથી પશ્વચર્થાત્ એ પ્રમાણે પંચમી વિભક્તિ જણાવી છે, એમ નિષ્ઠ શબ્દ જો અધ્યાહારથી લેવામાં આવશે તો ટીકામાં પવૂગર્થન નિદ્રિષ્ટ શબ્દ લેવામાં આવત. આથી નિર્વિષ્ટ શબ્દ સાથે પશ્વભ્યર્થન એ પ્રમાણે તૃતીયા વિભક્તિ થાત. એને માટે શાસ્ત્રપાઠ આપે છે કે “
પંખ્યા નિષેિ પરણ્ય” (૭/૪/૧૦૪) પરિભાષાના સૂત્રથી નિદ્રિક શબ્દ પહેલા “પન્વગ્યા” શબ્દ દ્વારા તૃતીયા વિભક્તિ જણાવી છે.