________________
સૂ૦ ૧-૧-૨૮
૬૩૬ કહેવાશે. માટે સ્વાર્થિક પ્રત્યયો સ્વરૂપ જે “અવગેરે છે, તેઓ પણ પ્રકૃતિના અર્થને જણાવતાં હોવાથી “ક” વગેરે પણ અર્થને જણાવનારા થાય જ છે.
પૂર્વપક્ષ :- પ્રકૃતિનો અર્થ જ સ્વાર્થિક પ્રત્યયોનો અર્થ છે, એવું માનીને સ્વાર્થિક પ્રત્યયો “અર્થને જણાવનાર” છે એવું માનવું એ તો કલ્પના માત્ર છે. જેમાં જેમાં અર્થવાનુપણું હોય તેની તેની જ પ્રત્યયસંજ્ઞા કરવા યોગ્ય છે, એ પ્રમાણે આપના વડે કહેવાયું છે. હવે પોતાના કોઈક અર્થના અભાવમાં પણ પ્રકૃતિના જ અર્થનો બોધ થવાથી “મ' વગેરે સ્વાર્થિક પ્રત્યયોનું પણ અર્થવાનપણું માનવું એ તો અસંગત જ છે. પ્રકૃતિના અર્થને જણાવનાર સ્વાર્થિક પ્રત્યયો છે એવું જ કહેવાયું છે એ ઉત્તર તો દુઃખેથી આપી શકાય એવો છે. આથી જ અમે કહીએ છીએ કે, સ્વાર્થિક પ્રત્યયો પ્રકૃતિના અર્થને જણાવે છે, એ તો કલ્પના માત્ર જ છે. આમ, પ્રકૃતિના અર્થને જણાવનાર હોય તે પ્રત્યય કહેવાય એવો અર્થ ઘટી શકતો નથી. આથી સ્વાર્થિક પ્રત્યયોમાં અન્તર્થસંજ્ઞા માની શકાશે નહીં.
(शन्या०) एवं तर्हि प्रत्याय्यते यः स प्रत्ययः, अभिधेयधर्मस्याभिधाने उपचारादेवमुच्यते, ततश्चायमर्थः-यस्यार्थः प्रकृत्या प्रत्याय्यते स प्रत्याय्यमानार्थत्वात् प्रत्याय्यमानः स्वार्थिकः प्रत्ययसंज्ञो भवति । एवमपीच्छार्थसन्नादीनां न प्राप्नोति, नहि ते इच्छायां विधीयमानाः सन्नादयः प्रकृत्या प्रत्याय्यमानार्थाः । एवं तर्हि प्रत्ययशब्दः कर्तृसाधन-कर्मसाधनश्च एक एव शब्दोऽनेक शक्तियोगादङ्गीकृतप्रवृत्तिनिमित्तद्वयोऽङ्गीक्रियते । तत्र यथासंभवं निमित्ताश्रयणेन सन्नादीनां कादीनां प्रत्ययसंज्ञा प्रवर्तते । ण्यन्तस्य च निपातनादचि णिलुप् ।
અનુવાદ - ઉત્તરપક્ષ :- જો “અર્થને જણાવનાર હોય તે પ્રત્યય' એવો અર્થ કરવાથી સ્વાર્થિક પ્રત્યયોમાં આપત્તિ આવે છે, તો અમે પ્રત્યય શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરીશું. જેનો અર્થ પ્રકૃતિ વડે જણાય છે તે પ્રત્યય કહેવાય છે.” અહીં જણાવાય છે અર્થ અને એ અર્થ સ્વરૂપ ધર્મને “મ' પ્રત્યયમાં આરોપિત કરો છો, આથી અભિધેય સ્વરૂપ ધર્મ કાંઈ શબ્દમાં આવી શકે નહીં. તમે તો સ્વાર્થિક પ્રત્યયને અર્થ જણાવવા સ્વરૂપ માનો છો. અહીં કર્મણિ પ્રયોગ થયો છે. આથી પ્રથમ વિભક્તિ કર્મને થઈ છે જે અર્થ સ્વરૂપ છે અને આ અર્થ જ “” પ્રત્યયસ્વરૂપ થઈ જાય છે, એ પ્રમાણે તો અસંગતિ આવશે. કારણ કે પ્રકૃતિ વડે અર્થ જણાવાય પરંતુ સ્વાર્થિક એવો “" પ્રત્યય તો અર્થને જણાવતો નથી; છતાં પણ અભિધેય ધર્મનો શબ્દમાં (સ્વાર્થિક) પ્રત્યયમાં ઉપચારથી આરોપ કરીને આ પ્રમાણે કહેવાય છે. આથી આ પ્રમાણે અર્થ સંગત થાય છે : “જેનો અર્થ પ્રકૃતિવડે જણાવાય છે તે જણાવાતા અર્થવાળો એવો સ્વાર્થિક “બ” પ્રત્યયસંજ્ઞાવાળો થાય છે. અહીં પ્રકૃતિના અર્થનો “ક”