________________
૬૩૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ માટે “પાવ:” તેમજ “તિતાનં:” એ પ્રમાણે બે શબ્દોનો પ્રયોગ કરવો પડશે. એ જ પ્રમાણે અહીં પણ અર્થને જણાવનાર એવો જો પ્રત્યય શબ્દનો અર્થ હશે તો સંજ્ઞાવાચક શબ્દ માટે બીજા કોઈક શબ્દનો પ્રયોગ આવશ્યક થશે. આથી જ અહીં અન્તર્થસંજ્ઞાને કારણે પ્રત્યય શબ્દની આવૃત્તિ કરાય છે અર્થાત્ પ્રત્યય શબ્દ એક જ વાર લખવામાં આવ્યો છે છતાં પણ બે પ્રત્યય શબ્દો સૂત્રમાં છે એવું કલ્પી લેવું. જેથી એક પ્રત્યય શબ્દનો “અર્થને જણાવનારો” એ પ્રમાણે અર્થ થશે તથા બીજો પ્રત્યય શબ્દસંજ્ઞાને જણાવનારો થશે.
(श०न्या०) यद्येवं कादीनां प्रत्ययसंज्ञा न प्राप्नोति, नहि ते किञ्चित् प्रत्याययन्ति, अन्वयव्यतिरेकाभ्यां कादिप्रत्ययवाच्यस्यार्थस्यानवधारणात्, तदभावेऽपि केवलाया एवं प्रकृतेस्तदर्थावगमाद्, नापि तरत्वादिवत् कश्चिद् द्योत्योऽर्थः । यदप्युच्यते * अनिर्दिष्टार्थाः प्रत्ययाः स्वार्थे भवन्ति * इति प्रकृत्यर्थ एव तेषामर्थ इति, तदपि कल्पनामात्रम्-सत्यर्थवत्त्वे प्रत्ययसंज्ञया भवितव्यमित्यवि(भि)हिते तदभावेप्य(स्वार्थावगमादर्थवत्वं कादीनां नोपपद्यते इत्युक्तेऽस्य(વક્તસ્ય) કુત્તરવાહૂ I
અનુવાદ - પૂર્વપક્ષ:- જો આ પ્રમાણે અન્વર્થસંજ્ઞા માનવામાં આવશે તો સ્વાર્થમાં જે “ વગેરે પ્રત્યયો છે, તેઓની પ્રત્યયસંજ્ઞા થશે નહીં. કારણ કે સ્વાર્થના વાચક એવા “અ” વગેરે કોઈ અર્થને જણાવતા નથી. દા.ત. “સર્વ:” શબ્દમાં “" પ્રત્યય સ્વાર્થમાં આવ્યો છે. આ “” પ્રત્યયના અભાવમાં પણ માત્ર “સ” શબ્દનો અર્થ જ પ્રાપ્ત થાય છે, તથા “મ” પ્રત્યયના સદૂભાવમાં પણ માત્ર “સર્વ” શબ્દનો અર્થ જ પ્રાપ્ત થાય છે. આથી અન્વય અને વ્યતિરેકથી “ક” વગેરેના વાચ્ય સ્વરૂપ અર્થનું અવધારણ થઈ શકતું નથી. “મ" પ્રત્યયના અર્થના અવધારણના અભાવમાં પણ માત્ર પ્રકૃતિથી જ “મ" પ્રત્યયનો અર્થ જણાઈ જાય છે. આથી સ્વાર્થિક પ્રત્યયોનો કોઈ વાચ્ય સ્વરૂપ અર્થ નથી.
જેમ “અ” વગેરેનો કોઈ વાચ્ય સ્વરૂપ અર્થ નથી તેમ દ્યોત્ય સ્વરૂપ અર્થ પણ નથી. દા.ત. “પટુતા” શબ્દ આવ્યો હોય ત્યાં “હું” શબ્દનો અર્થ હોશિયાર થાય છે તથા “તરપૂ” પ્રત્યય “પટુ” શબ્દનો જ “વધારે હોશિયાર છે' એવો અર્થ પ્રકાશિત કરે છે. આથી “પટુતા”માં જેમ “તર" પ્રત્યય “પટુ'ના અર્થને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે “સર્વ' વગેરે શબ્દોમાં “ વગેરે સ્વાર્થિક પ્રત્યયો કાંઈ “સર્વ” વગેરે પ્રકૃતિના અર્થને પ્રકાશિત કરતાં નથી. માટે “મ' વગેરે સ્વાર્થિક પ્રત્યયોનો “તત્વ” વગેરેની જેમ કોઈ “દ્યોત્ય” અર્થ નથી.
ઉત્તરપક્ષ :- જગતમાં એક ન્યાય આવે છે કે જ્યાં કોઈ અર્થનો નિર્દેશ કરાયો નહીં હોય ત્યાં પ્રત્યયો સ્વાર્થમાં થાય છે. આથી પ્રકૃતિનો જે અર્થ હશે તે જ સ્વાર્થિક પ્રત્યયોનો અર્થ