________________
૬૩૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ स्थाननिर्देशेन विधानाद् विरोधात् परत्वाभावः, पञ्चमीनिर्दिष्टाद् वा प्रत्ययो विधीयते, पञ्चमीनिर्देशे पर्यायेण पूर्वत्व-परत्वयोः प्राप्तयोः “परः" [७.४.११८.] इत्यनेन परत्वं नियम्यत इति नास्ति कश्चिद् विरोधः ।
ઉત્તરપક્ષઃ- ખરેખર તો પરમાં નિર્દેશ થવો એ પ્રત્યયસંશાનું ફળ છે. જેની જેની પ્રત્યયસંજ્ઞા થાય છે, તેનું તેનું પરમાં વિધાન થાય છે. હવે જો પરમાં વિધાન કરવા સ્વરૂપ પ્રયોજન ન હોય તો પ્રત્યયસંજ્ઞા પણ થતી નથી. આથી તમે કહો છો કે પ્રત્યયસંજ્ઞા થાય તો પણ પરમાં વિધાન ન હોઈ શકે, એ વાત બરાબર નથી. પ્રત્યયસંજ્ઞા થાય તો પરમાં વિધાન આવશ્યક જ છે. વિકાર અને આગમોમાં પરમાં વિધાન કરવાના પ્રયોજનનો અભાવ હોવાથી વિકાર અને આગમોની પ્રત્યયસંજ્ઞા થશે નહીં. પ્રત્યયસંજ્ઞા કરવાનું ફળ જ પરમાં વિધાન કરવું તે છે. હવે જો પરમાં વિધાન કરવા સ્વરૂપ ફળ જ ન હોય તો તેઓની પ્રત્યયસંજ્ઞા કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. માટે વિકાર અને આગમોની પ્રત્યયસંજ્ઞા થતી નથી. વિકાર અને આગમો અનુક્રમે ષષ્ઠી વિભક્તિથી તથા “કન્ત” શબ્દથી જણાવાયા છે. ષષ્ઠી વિભક્તિથી જે જણાવાયું હોય ત્યાં સ્થાન સંબંધ નક્કી થઈ જાય છે, માટે વિકારમાં પરપણું થતું નથી. આગમ અખ્ત શબ્દથી જણાવાયો હોવાથી અવયવ સંબંધનું પ્રતિપાદન કરે છે. આથી આગમ પ્રકૃતિનો અવયવ બનતો હોવાથી આગમમાં પણ પરપણું પ્રાપ્ત થતું નથી. આમ, વિકાર અને આગમમાં પરપણું પ્રાપ્ત ન થવાના કારણે તે બંનેમાં પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થતી નથી.
પૂર્વપક્ષ :- આ પૂર્વપક્ષ પંક્તિઓ પ્રમાણે આપવામાં આવ્યો નથી, છતાં અધ્યાહારથી અમે જણાવીએ છીએ. જેનું જેનું પંચમીથી વિધાન થયું હોય તેની તેની અધિકારસૂત્રથી પ્રત્યયસંજ્ઞા થશે જ. દા.ત. “પામ્ વરદ્ ો ર તુ ર” (૩/૪/૮૨) સૂત્રમાં વરાત્ શબ્દ પંચમી વિભક્તિમાં છે. આથી “શન”ની પ્રત્યયસંજ્ઞા થશે જ. આ પ્રમાણે વિકાર અને આગમોની પ્રત્યયસંજ્ઞા થાય છે, છતાં પણ વિકાર અને આગમોનું પરપણું થયું નથી. આથી તમે કહો છો કે પ્રત્યયસંજ્ઞાનું ફળ પરપણું છે. આવું વિકાર અને આગમોમાં જણાતું નથી. તેથી વિકાર અને આગમોની પ્રત્યયસંજ્ઞા થતી નથી, એવું આપ જણાવો છો તે બરાબર નથી.
ઉત્તરપક્ષ :- “મવત વા પરત્વમ્ પર્વ...” પંક્તિ દ્વારા આ ઉત્તરપક્ષ જણાવાય છે. ખરેખર તો પ્રત્યયસંજ્ઞાનું પ્રયોજન પરપણાની પ્રાપ્તિ કરાવવાનું જ છે. આથી વિકાર અને આગમોની પ્રત્યયસંજ્ઞા થાય તો પણ સમસ્યા આવશે નહીં. કારણ કે વિકારનો અને આગમનો સ્થાન અને અવયવથી નિર્દેશ થયો હોવાથી પરપણું પ્રાપ્ત થશે. દા.ત. “હન” ધાતુનો “વધ” આદેશ થાય છે, તો અહીં વિકાર સ્વરૂપ “વધ” આદેશ ષષ્ઠીથી બતાવાયો હોવાથી તથા તે દ્વારા તેનું સ્થાન નિશ્ચિત હોવાથી તેમાં પરપણું પ્રાપ્ત થતું નથી. આગમમાં પણ સ્થાન નિશ્ચિત હોવાથી પરપણું