________________
સૂ૦ ૧-૧-૩૮
૬૩૨
પ્રત્યયના સંબંધી એવા વિકાર અને આગમો ભલે પ્રત્યયના અવયવો બનવાથી પ્રત્યયપણું સિદ્ધ થાય, પરંતુ પ્રકૃતિના વિકાર અને આગમો પણ અપૂર્વ ઉપદેશ સ્વરૂપ હોવાથી તેઓની પણ પ્રત્યયસંજ્ઞા થાય જ છે. જે પ્રમાણે પ્રત્યયની પ્રથમ વિભક્તિ છે તે જ પ્રમાણે આગમો તથા વિકારોની પણ પ્રથમા વિભક્તિ છે. આથી સમાન વિભક્તિવાળા સ્વરૂપ યોગ્યતાનો અભાવ હોવાથી વિકાર અને આગમોની પણ પૃથગે એવી પ્રત્યયસંજ્ઞા થશે જ.
(શ૦ચ૦) ન ર ય: પર: ૪ પ્રત્યય: ર ર વિIRTHI: પરે, તેન તેષાં પ્રત્યયસંજ્ઞા ન भविष्यतीति वाच्यम्, यतो न परत्वनिमित्ता प्रत्ययसंज्ञा, अपि तु प्रत्ययसंज्ञानिमित्तं परत्वम्, तथा च श्नबह्वकानां प्रत्ययसंज्ञा भवति ।
અનુવાદઃ- ઉત્તરપક્ષઃ- વિકાર અને આગમો અપૂર્વ ઉપદેશ સ્વરૂપ હોતે છતે પણ પ્રત્યયસંજ્ઞા થશે નહીં. કારણ કે જે પર હોય તેની પ્રત્યયસંજ્ઞા થાય છે. વિકાર અને આગમો જે હોય છે તે પરમાં આવતાં નથી. તેથી તેઓની પ્રત્યયસંજ્ઞા થશે જ નહીં. - પૂર્વપક્ષ:- આ પ્રમાણે કહેવું નહીં. કારણ કે પરવનિમિત્તવાળી પ્રત્યયસંજ્ઞા નથી. અર્થાત્ જે જે પરમાં હોય તેની તેની પ્રત્યયસંજ્ઞા થાય એવું નથી, પરંતુ પ્રત્યયસંજ્ઞા નિમિત્તવાળું પરત્વ છે અર્થાતુ પ્રત્યયસંજ્ઞા થાય તો પરપણું પ્રાપ્ત થાય છે. આથી જ “ન”, “વહુ” તથા “સ”ની પ્રત્યયસંજ્ઞા થઈ છે, છતાં પણ પરપણું પ્રાપ્ત થતું નથી.
આ ત્રણ પ્રત્યયસંજ્ઞાના સૂત્રો આ પ્રમાણે છે – “ધમ્ વત્ જ્ઞો ન સુવ” (૩૪/૮૨) “ધ” વગેરે ધાતુઓમાં સ્વરથી પર “” પ્રત્યય થાય છે. અહીં પરપણું ન હોવા છતાં પણ “ક”ની પ્રત્યયસંજ્ઞા થઈ છે. એ જ પ્રમાણે “ના: પ્ર વદુર્વા” (૭/૩/૧૨) સૂત્રથી નામથી પૂર્વમાં વહુ પ્રત્યય વિકલ્પ થાય છે. (ઈષતુ અપરિસમાપ્તિ અર્થવાળા નામોમાં) અહીં પણ વહુ'માં પરપણાનો અભાવ હોતે છતે પણ પ્રત્યયસંજ્ઞા થઈ છે તથા “ત્યાદ્રિ-સર્વા..” (૭) ૩/૨૯) સૂત્રથી “ત્યાદ્રિ” અંતવાળા જે સર્વાદિ છે એ સર્વાદિનાં સ્વરોની મધ્યમાં જે અન્ય સ્વર છે, તેની પૂર્વમાં “અ” પ્રત્યય થાય છે. અહીં “મ'માં પરપણાનો અભાવ હોવા છતાં પણ પ્રત્યયસંજ્ઞા થઈ છે. આ પ્રમાણે જ્યાં જ્યાં પ્રત્યયસંજ્ઞા હોય ત્યાં ત્યાં પરત્વ છે એવું નથી. તેથી ઉપરોક્ત “ન”, “વહુ” અને “ક”ની પ્રત્યયસંજ્ઞા થવા છતાં પણ પરપણું પ્રાપ્ત થયું નથી. અર્થાત્ આ ત્રણ પરપણાંના અભાવમાં પણ પ્રત્યયસંજ્ઞાવાળા થયાં છે.
(शन्या०) नैवम्-विकारागमाणां प्रयोजनाभावात् प्रत्ययसंज्ञा न भविष्यति, तथाहिपरविज्ञानं संज्ञायाः फलम्, तत् तेषां न संभवति, षष्ठ्या अन्तग्रहणेन च स्थानसंबन्धस्यावयवसंबन्धस्य च प्रतिपादनात् । भवतु वा परत्वमेव प्रत्ययसंज्ञायाः प्रयोजनम्, तथापि तयोः