________________
૬૩૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ (श०न्या०) यद्येवं निमित्तस्य निमित्तिकार्यार्थत्वाद् अथापि (यद्वा) प्रधाने कार्यसंप्रत्ययात् પ્રત્યાવીનાં 7 મતિ, વિજારમાનાં તુ ખોતિ “ઝપુનતો. પોન્ત” [૬.૨.રૂરૂ.] રૂતિ | अपूर्वश्चैषामुपदेशो निमित्तिनश्चै(वै)त इति, ननु ये तावत् प्रकृतेर्विकारागमास्ते प्रकृत्यनुप्रवेशात् प्रकृतिवत् संज्ञया (न) संभन्त्स्यन्ते, ये तु प्रत्ययस्य ते तद्ग्रहणेन गृह्यन्ते एवं (एवेति) नास्त्यનિષ્ટપ્રસ |
અનુવાદ - પૂર્વપક્ષ - આપ કહો છો કે નિમિત્ત એ નિમિત્તિ સ્વરૂપ કાર્યના પ્રયોજનથી હોય છે. તેથી નિમિત્ત સ્વરૂપ કાર્યની પ્રધાનતા છે અથવા તો પ્રધાનમાં કાર્ય થાય છે એ અપેક્ષાએ પણ અપૂર્વ ઉપદેશ સ્વરૂપ “સ” વગેરેની પ્રત્યયસંજ્ઞા થાય છે; પરંતુ પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા થતી નથી, તો પછી જેમ અપૂર્વ ઉપદેશ સ્વરૂપ પ્રત્યયો છે, તે જ પ્રમાણે અપૂર્વ ઉપદેશ સ્વરૂપ આગમ અને વિકારો પણ છે, તો આગમ અને વિકારોની પ્રત્યયસંજ્ઞા શા માટે નથી કરતાં ? દા.ત. “ત્રપુગતો: પોન્તશ” (૬/૨/૩૩) સૂત્રમાં સન્ત શબ્દથી નિર્દેશ કરાયેલ “” આગમ સ્વરૂપ છે. સૂત્રની ટીકા આ પ્રમાણે છે: “ત્રપુ” અને “નપુ' શબ્દથી પર વિકાર અર્થમાં યથાવિહિત “[" પ્રત્યય થાય છે અને બંને પ્રકૃતિમાં “”નો આગમ થાય છે. આમ “” અપૂર્વ ઉપદેશ સ્વરૂપ હોવાથી તથા નિમિત્તિ સ્વરૂપ પણ હોવાથી તેની પ્રત્યયસંજ્ઞા થવી જ જોઈએ; છતાં તેઓની પ્રત્યયસંજ્ઞા કરવામાં આવતી નથી.
ઉત્તરપક્ષ :- જે પ્રકૃતિના વિકાર અને આગમો છે તે પ્રકૃતિમાં સમાવેશ પામતાં હોવાથી પ્રકૃતિની જેમ જ પ્રકૃતિ સંબંધી વિકાર અને આગમોની પણ પ્રત્યયસંજ્ઞા થતી નથી અર્થાત્ પ્રકૃતિના વિકાર અને આગમો પ્રત્યયસંજ્ઞાને પ્રાપ્ત થતાં નથી
જે પ્રત્યયના આગમો અને વિકારો છે તેઓ પ્રત્યય સંબંધી હોવાથી જે પ્રમાણે પ્રત્યયોની પ્રત્યયસંજ્ઞા થાય છે એ જ પ્રમાણે પ્રત્યયના આગમો અને વિકારોની પણ પ્રત્યયસંજ્ઞા થશે જ. આ પ્રમાણે આગમ અને વિકારો ભલે અપૂર્વ ઉપદેશ સ્વરૂપ હોય, છતાં પણ કોઈ અનિષ્ટનો પ્રસંગે ઉપસ્થિત થતો નથી.
(श०न्या०) नैतदस्ति-प्रकृति-विकारा-ऽऽगमानां तत्संबन्धित्वेऽपि प्रयोजकत्वात् (प्रयुज्यत इति प्रयोजकः प्रयोज्यस्तस्मात् निमित्तित्वादित्यर्थः) प्रधानत्वात् तु(च्च) स्यादेव प्रत्ययसंज्ञा। प्रत्ययसंबन्धिनामपि तदवयवत्वे सिद्धे पृथक् प्रत्ययसंज्ञा स्यादेव योग्यतासद्भावात् ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- પ્રકૃતિના વિકાર અને આગમો પ્રકૃતિની સાથે સંબંધ રાખવાથી પ્રકૃતિના ગણાય છે, માટે તેની પ્રત્યયસંજ્ઞા થતી નથી એવું આપ કહો છો; છતાં પણ પ્રકૃતિના વિકાર અને આગમોમાં નિમિત્તિપણું હોવાથી તથા પ્રધાનપણું હોવાથી પ્રત્યયસંજ્ઞા થશે જ. વળી