________________
૦ ૧-૧-૩૮
૬૩૪
પ્રાપ્ત થતું નથી. બંનેના સ્થાન નિશ્ચિત હોતે છતે પણ પ૨પણાંનો આગ્રહ રાખવામાં આવે તો વિરોધ આવે છે અને આ વિરોધ આવતો હોવાથી જ તેમાં ૫૨૫ણું પ્રાપ્ત થતું નથી.
અથવા તો પંચમીથી નિર્દેશ કરાયા હોવાથી બધા જ પ્રત્યય કહેવાય છે. હવે જે જે પંચમીથી નિર્દેશ કરાય તે બધાની જ ક્યાંતો પૂર્વમાં પ્રાપ્તિ આવશે ક્યાંતો પરમાં પ્રાપ્તિ આવશે. આમ પૂર્વ અને પર બંનેમાં પ્રાપ્તિ આવતી હોવાથી “પર:' (૭/૪/૧૧૮) સૂત્રથી પરપણું કરાય છે. આથી “સ” વગેરે તેમજ પંચમીથી વિધાન કરાયેલા વિકારો કે આગમો બધામાં પ્રત્યયસંજ્ઞાને કારણે પરપણું પ્રાપ્ત થવાનું હતું, છતાં પણ વિકાર અને આગમના ચોક્કસ સ્થાનનો નિર્દેશ કરાયો હોવાથી ૫૨૫ણું પ્રાપ્ત થશે નહીં. માટે કોઈ વિરોધ આવશે નહીં.
(श०न्या० ) अथवा, अन्वर्थसंज्ञाश्रयेणार्थवतः संज्ञाविधानाद् विकाराऽऽगमयोश्चानर्थकत्वात् प्रत्ययसंज्ञाया अभाव:, लघ्वर्थं हि संज्ञाकरणम्, “प्रत्ययः" इति महती संज्ञा क्रियते, तत्करणे एतत्प्रयोजनमन्वर्थसंज्ञा यथा विज्ञायेत - प्रत्याययतीति प्रत्ययः, महत्त्वात् प्रत्ययशब्दस्याऽऽवृत्तिरनुमीयते तेन यः प्रत्यायकः स प्रत्यय इत्यर्थः सिद्ध्यति ।
અનુવાદ :- ઉત્તરપક્ષ :- આમ તો પ્રત્યયસંજ્ઞા થાય તો તેમાં પરપણું પ્રાપ્ત થવું જોઈએ. આથી જેમાં પરપણું પ્રાપ્ત ન થાય એમાં પ્રત્યયસંશા કરવી યોગ્ય નથી. આમ આગમ અને વિકારમાં પ્રત્યય-સંજ્ઞાથી કોઈ પ્રયોજન સરતું નથી, છતાં તેમાં પ્રત્યયસંજ્ઞા કરવામાં આવે તો તે નિરર્થક છે. આમ, છતાં પણ એમાં પ્રત્યયસંજ્ઞા ન થાય એ આવશ્યક છે. આથી અમે બીજો ઉપાય બતાવીએ છીએ.
અહીં અન્વર્થસંજ્ઞાનો આશ્રય હોવાથી અર્થવાની જ પ્રત્યયસંજ્ઞા થાય છે. વિકાર અને આગમમાં અર્થવાપણું ન હોવાથી પ્રત્યયસંજ્ઞાનો અભાવ થાય છે. વ્યાકરણમાં જ્યારે જ્યારે સંજ્ઞા પાડવામાં આવે છે ત્યારે ત્યારે નાની સંજ્ઞા કરવામાં આવે છે. જેમકે “” વગેરે, તેમ અહીં પણ નાની સંજ્ઞા કરવી આવશ્યક હતી; છતાં પણ અહીં ‘“પ્રત્યયઃ' એ પ્રમાણે મોટી સંજ્ઞા કરાઈ છે. તેનાથી જ જણાય છે કે અહીં અન્વર્થસંજ્ઞા છે. જે અર્થને જણાવે છે તે પ્રત્યય છે’ આવો પ્રત્યય શબ્દનો અર્થ છે. “સ” વગેરે ચોક્કસ અર્થોને જણાવે છે માટે તેઓની પ્રત્યયસંજ્ઞા થાય છે. જો પ્રત્યય શબ્દ “સ” વગેરેના અર્થોને જ જણાવશે તો પ્રત્યય શબ્દ માત્ર અર્થને જણાવવામાં જ સાર્થક થઈ ગયો તો હવે એ જ પ્રત્યય શબ્દ સંજ્ઞાને કેવી રીતે જણાવી શકશે ? દા.ત. કોઈક વ્યક્તિ કહે કે, પાચકને બોલાવો તો તે વ્યક્તિ રાંધનારને બોલાવશે. પરંતુ રાંધનાર એવા રતિલાલને પાચક શબ્દથી બોલાવી શકાશે નહીં. જો રતિલાલને બોલાવવા હશે તો રતિલાલ સ્વરૂપ શબ્દનો પણ પ્રયોગ કરવો પડશે. આથી રાંધનાર એવા રતિલાલને બોલાવવા