________________
૦ ૧-૧-૩૮
૬૨૮
સન્ વગેરે નિમિત્ત (કારણ) સ્વરૂપ હોવાથી સંજ્ઞા પ્રત્યે સન્ વગેરેનું કારણપણું થાય છે અર્થાત્ પ્રત્યયસંજ્ઞા સ્વરૂપ કાર્ય માટે “સ” વગેરે જ લઈ શકાશે, પરંતુ “પ્ તિન્' વગેરે લઈ શકાશે નહીં.
સંજ્ઞા એ પ્રત્યય છે અને પ્રત્યયની પ્રથમા વિભક્તિ છે. આથી સંજ્ઞા સ્વરૂપ પ્રત્યયની સાથે સંબંધિત થઈ શકે એવા “સ”ની પ્રથમા વિભક્તિ છે. આમ સન્ અને પ્રત્યય બંનેમાં સમાનાધિકરણપણું હોવાથી સંજ્ઞા સંબંધના બોધને યોગ્ય વિભક્તિ “સ”ની હોવાથી “સ”ની જ પ્રત્યયસંજ્ઞા થાય છે.
“સન્’ને પ્રત્યયની આકાંક્ષા છે અને પ્રત્યયને “સન્”ની આકાંક્ષા છે. પ્રત્યયસંજ્ઞા સાથે સંબંધ થવાને યોગ્ય વિભક્તિ “સ”ની હોવાથી બંનેની પરસ્પર આકાંક્ષા છે. હવે બંનેની પરસ્પર આકાંક્ષા હોતે છતે બંનેનો સંબંધ થાય છે, માટે સન્ની પ્રત્યયસંજ્ઞા થાય છે; પરંતુ પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા થતી નથી. અન્યતરની આકાંક્ષા હોતે છતે સંબંધ થઈ શકતો નથી. દા.ત. સીતાને રાવણની આકાંક્ષા છે. જ નહીં અને રાવણને સીતાની આકાંક્ષા છે. આથી બેમાંથી એક જણની આકાંક્ષા હોતે છતે સંબંધ થઈ શકતો નથી. એ પ્રમાણે અહીં પ્રકૃતિને “સ”ની અપેક્ષા છે, પરંતુ “સ”ને પ્રકૃતિની અપેક્ષા નથી. માત્ર પ્રત્યય અને “સ”ને જ એકબીજાની આકાંક્ષા છે અને આ બંનેને એકબીજાની આકાંક્ષા હોવાથી પ્રકૃતિ શેષ થઈ જાય છે અને પ્રકૃતિ શેષ થતી હોવાથી (અર્થાત્ પ્રકૃતિનો પ્રત્યય સાથે સંબંધ તૂટી જવાથી) પ્રકૃતિનું અનાકાંક્ષપણું થાય છે અને પ્રકૃતિનું આકાંક્ષા રહિતપણું થતું હોવાથી પ્રકૃતિની સાથે પ્રત્યયસંજ્ઞાનો સંબંધ થઈ શકતો નથી, આથી જ પ્રકૃતિની પ્રત્યયસંજ્ઞા થતી નથી.
•
(श० न्या० ) नित्यत्वाच्छब्दानां निमित्त - निमित्तिभावो न संभवतीति न वाच्यम्, प्रतिपादकानां शब्दानामुपायभावेन शास्त्रेण व्यवस्थापनात् तदनुगुणविभक्तिनिर्देशादस्ति निमित्तनिमित्तिभावः । लोकेऽपि बहुष्वासीनेषु कश्चित् कञ्चित् पृच्छति - कतरो देवदत्तः ? कतमो યન્નવત્ત: ? કૃતિ, સ આદ-(યોગશ્ને ય: પીઢ તિ) ‘યોદ્યે યજ્જ પીઠે’ ત્યુત્તે નિમિત્તસ્ય નિમિત્તિकार्यार्थत्वादध्यवस्यति - अयं देवदत्तोऽयं यज्ञदत्त इति, नेदानीमश्वस्य पीठस्य वा देवदत्त इति संज्ञा મતિ ।
અનુવાદ :- પૂર્વપક્ષ :- શબ્દો નિત્ય હોવાથી નિમિત્ત-નિમિત્તિભાવ ઘટતો નથી. જો વસ્તુ નિત્ય હોય તો કાર્ય કારણભાવ ઘટી શકે નહીં. દા.ત. વૃક્ષ અને બીજ. અહીં વૃક્ષ એ કાર્ય છે તથા બીજ એ કારણ છે. હવે જો બંને નિત્ય હોય તો કોને કાર્ય કહી શકાય ? અને કોને કારણ કહી શકાય ? અર્થાત્ નિત્ય પદાર્થોમાં નિમિત્ત-નિમિત્તિભાવ ઘટી શકશે નહીં. પતંજલિ તથા મીમાંસકો શબ્દને નિત્ય માને છે. આથી નિમિત્ત-નિમિત્તિભાવ ઘટી શકતો નથી. આ