________________
સૂ૦ ૧-૧-૩૮
૬૨૬ છે એવું (૭/૪/૧૧૮) સૂત્રમાં કહેવાયું છે. આમ ઉપાધિવાચક નામમાં અનિયમ હોતે છતે હવે પ્રત્યય થવાથી નિયમ થશે. માટે ઉપાધિવાચક નામ પણ પરમાં નિપાત થશે.
(शब्न्या०) विधानापेक्षायां तु प्रत्ययसंज्ञायां न दोषः, प्रकृत्यादीनामविधीयमानत्वात् । अधिकारेऽपि तर्हि न भविष्यति, प्रकृत्यादीनां भूतविभक्त्या (सिद्धत्वबोधकविभक्त्या) निर्देशात् सन्नाद्युत्पत्तौ निमित्तभावेनोपादानात् पारार्थ्यात् स्वसंस्कारं प्रति प्रयोजकत्वाभावाद् दोषाभावः, यतो निमित्तानि निमित्तकार्यार्थानि भवन्ति ।
અનુવાદ - પૂર્વપક્ષ - આથી વિધાન અપેક્ષાએ જો પ્રત્યયસંજ્ઞા કરવામાં આવશે તો પ્રકૃતિ વગેરેમાં પ્રત્યયસંજ્ઞાની આપત્તિ આવશે નહીં. જે જે સૂત્રોમાં અજ્ઞાત વસ્તુનું કથન કરવામાં આવશે તેને તેને વિધાન કહેવામાં આવશે. દા.ત. “TY” અને “તિ” ધાતુથી પર “સ” પ્રત્યય થાય છે એવું કહેવામાં આવે તો “ગુ;” અને “તિર્” જ્ઞાત છે, જ્યારે “સ” અજ્ઞાત હતો. આથી જ “સન” વિધાન સ્વરૂપે થાય છે. અને જે વિધાન સ્વરૂપે છે તેની જ પ્રત્યયસંજ્ઞા થતી હોવાથી પ્રકૃતિ વગેરેમાં પ્રત્યયસંજ્ઞાની આપત્તિ નહીં આવે, કારણ કે પ્રકૃતિ વગેરેનું તે તે સૂત્રોમાં વિધાન કરવાપણું થતું નથી.
ઉત્તરપક્ષ - તમે જો વિધાન અપેક્ષાએ પ્રત્યયસંજ્ઞા માનશો તથા જેનું જેનું વિધાન કરવામાં આવે તેની પ્રત્યયસંજ્ઞા થશે એવું કહેશો તો આ પરિસ્થિતિમાં અમે કહીશું કે અધિકારસૂત્ર કરવામાં આવશે તો પણ પ્રકૃતિ વગેરેમાં પ્રત્યયસંજ્ઞાનો દોષ આવશે નહીં.
હવે પ્રથમથી જે જે વિદ્યમાન હોય છે, તે ભૂત વિભક્તિ કહેવાય છે. ભૂત વિભક્તિ સિદ્ધ વિભક્તિ પણ કહેવાય છે. દા.ત. “ જાને ૩પવિતિ" પ્રયોગમાં “1” અને “માસને” પ્રથમથી જ વિદ્યમાન છે. આથી તે ભૂત વિભક્તિ કહેવાય છે. જયારે “રૂપવિતિ'માં પ્રથમથી વિદ્યમાનપણું ન હોવાથી તેની વિભક્તિને સાધ્ય વિભક્તિ કહેવામાં આવે છે. “” ધાતુથી “” થાય છે, તો અહીં ધાતુની જે વિભક્તિ છે, તે ભૂત વિભક્તિ છે અને “મ" પ્રત્યયની જે વિભક્તિ છે, તે સાધ્ય વિભક્તિ છે. ઘણું કરીને કારક વિભક્તિઓ ભૂત વિભક્તિ તરીકે હોય છે. જ્યારે પ્રથમા વિભક્તિ એ સાધ્ય વિભક્તિ તરીકે હોય છે. “T,” અને “તિનુ” ધાતુથી “સન" પ્રત્યય થાય છે એવું જયારે કહેવામાં આવે ત્યારે “પ તિજ્ઞઃ"ને જે વિભક્તિ થઈ છે, તે સિદ્ધ વિભક્તિ છે તથા “સ” પ્રથમા વિભક્તિમાં છે. આથી “સ”ની સાધ્ય વિભક્તિ છે. આમ પ્રકૃતિ સ્વરૂપ જે “” અને “તિનું” છે એનો ભૂત વિભક્તિથી નિર્દેશ થયો હોવાથી સનતિ" પ્રત્યયની ઉત્પત્તિમાં નિમિત્તભાવથી ગ્રહણ કરાય છે. આમ “TY” અને “તિ”ની જે પંચમી વિભક્તિ છે, તે સન પ્રત્યયના વિધાનને માટે આવી