________________
૬૨૨
સૂ૦ ૧-૧-૩૮ આ “” પ્રત્યય ગોત્રવાચક શબ્દને “ોત્રવર...” (૭/૧/૭૫) સૂત્રથી લાગ્યો છે. આ વાવનું સ્ત્રીલિંગ “ I” થશે, જેનું તૃતીયા એકવચન થશે. આ ઉદાહરણમાં પ્રશંસા “સ” પ્રત્યયથી વાચ્ય નથી. આથી જે પ્રત્યયાન્ત શબ્દથી વાચ્ય ન હોય તે ઉપાધિથી અન્ય વિશેષણ સ્વરૂપ કહેવાય છે. “ જ્યા સ્નાયતે”નો અર્થ આ પ્રમાણે થાય છે - તે ગર્ગના કુળના આધારે પ્રશંસા કરે છે. કોઈ વ્યક્તિ જે પ્રમાણે જૈનત્વથી પોતાની પ્રશંસા કરે છે તેવું જ અહીં છે. આ પ્રમાણે જેમ પ્રત્યયની પ્રત્યયસંજ્ઞા થાય છે તેમ પ્રકૃતિ વગેરેની પણ પ્રત્યયસંજ્ઞા થાય જ છે.
(शन्या०) ननु भवतु प्रकृत्यादीनां प्रत्ययत्वं को दोषः ? नहि संज्ञाप्रवृत्तिमात्रादेव दोषा भवन्ति, किन्तु तन्निमित्तकार्यप्रवर्तनात्, न च प्रकृत्यादीनां किञ्चित् तन्निमित्तं कार्यं संभवति, परत्वं तावदवधिविशेषोपादानेन सन्नादिभिरेव प्रतिपन्नम् । न च सन्नादीनां गुपादीनां च परस्परापेक्षि परत्वं युज्यते विरोधात् । उपपदं चात्र “कर्मणोऽण्" [५.१.७२.] इत्यादिरूपं गृह्यते पूर्वैः, तस्य च समासे सति पूर्वनिपातेन भाव्यमिति परत्वाभावः ।
અનુવાદ :- ઉત્તરપક્ષ :- આપના કહેવા પ્રમાણે અધિકારસૂત્ર બનાવવાથી વાક્યભેદ થાય છે અને વાક્યભેદ થવાથી જેમ “સ” વગેરેની પ્રત્યયસંજ્ઞા થાય છે, તેમ પ્રકૃતિ વગેરેની પણ પ્રત્યયસંજ્ઞા થવાનો દોષ આવે છે, તો એ દોષ ભલે આવે. પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા થવાથી અમને કોઈ દોષ નથી. સંજ્ઞા પ્રવૃતિ થવામાત્રથી કોઈ જ આપત્તિ નથી. પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા થયા પછી પ્રત્યયસંજ્ઞા નિમિત્તે જો કોઈ કાર્ય પ્રવર્તે તો જ દોષરૂપ થાય. આ વ્યાકરણમાં પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા થાય તો પણ પ્રત્યયસંજ્ઞા નિમિત્તે કોઈ કાર્ય પ્રવર્તતું ન હોવાથી કોઈ દોષ નથી. - પૂર્વપક્ષ - આ વ્યાકરણમાં પર: (૭/૪/૧૧૮) પરિભાષા આવે છે. એ પરિભાષાથી જે પ્રત્યય હોય તે પ્રકૃતિથી પર જ થાય છે. હવે જો પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા થશે તો તે પ્રકૃતિ સ્વરૂપ પ્રત્યય પણ પરમાં થવાની આપત્તિ આવશે. દા.ત. “TF"થી પર “સ” પ્રત્યય ગુન્ સ્વરૂપ પ્રકૃતિથી પર થશે. એ જ પ્રમાણે “ગુ,” સ્વરૂપ પ્રકૃતિ જો પ્રત્યય થઈ જાય તો મુન્ સ્વરૂપ પ્રકૃતિ પણે પ્રત્યય થવાથી પર થવાની આપત્તિ આવશે.
ઉત્તરપક્ષ - અહીં પરપણું તો અવધિ વિશેષથી જ “મન” વગેરેનું થશે, પરંતુ “મુતિ” વગેરેનું નહીં થાય. સૂત્રમાં “I” અને “તિ”થી પર “સ”નું વિધાન કરવામાં આવ્યું છે, પરંતુ “'થી પર કાંઈ ",” અને “તિ”નું વિધાન કરવામાં આવ્યું નથી. આથી “TS" વગેરે પ્રકૃતિનું પરપણું થશે નહીં.